અમદાવાદ: ભારતના બંધારણના પ્રમાણે ભારતના તમામ નાગરિકોને સામાજિક રાજકીય અને આર્થિક ન્યાયની વાત કરવામાં આવી છે. ભારતીય બંધારણ ન્યાય ઉપર ખાસ ભાર મૂકે છે. એટલા માટે દેશના તમામ વર્ગના લોકોને ન્યાય પ્રણાલી દ્વારા સામાનતા ઉપલબ્ધ કરાવી શકાય એટલા માટે બંધારણની કલમ 39(એ) દેશના ગરીબ અને પછાત લોકોને મફત કાનૂની મદદ પૂરી પાડવાની જોગવાઈ કરવામાં આવી છે. મફત કાનૂની સલાહ એટલે તોમતદાર અથવા અરજદારને મફત વકીલ સેવા ઉપલબ્ધ કરાવવી તે છે.
કોઇ પણ વ્યક્તિ મફત કાનૂની સલાહ મેળવવા હકદાર: આ અંગે એડવોકેટ રત્ના વોરાએ જણાવ્યું કે, હાલમાં પણ સમાજમાં ઘણા બધા નબળા વર્ગોમાંથી ઝડપી ન્યાય મેળવી શકતા નથી. જેથી તેઓને મુશ્કેલી વધતી જોવા મળે છે. આથી તેઓ માટે ગુજરાત રાજ્ય કાનૂની સહાયની રચના કરવામાં આવ્યું છે. જેમાં સરળ અને મફત ન્યાય મળી શકાય છે. કોઈપણ વ્યક્તિ કાયદા મુજબ મફત કાનૂની સલાહ મેળવવા હકદાર છે. જે ભારતના બંધારણમાં જણાવેલું છે.
નિયમ અને આવક મર્યાદાનું પાલન કરવાનું હોય છે: જો કોઈ આરોપીને વકીલ ન હોય કે વકીલને રોકી શકે તેટલી આર્થિક સ્થિતિમાં ન હોય તો તે વ્યક્તિને કોર્ટેજ સામેથી મફત કાનૂની સલાહ કેન્દ્રમાંથી તેને બચાવવા માટે વકીલ મેળવી શકે છે. તેની સાથે મફત કાનૂની સલાહ કેન્દ્રમાંથી મફત વકીલની સેવા મેળવવા માટે જરૂરી આર્થિક સ્થિતિ વિશેના નિયમો અને આવક મર્યાદા વગેરેનું પાલન કરવાનું હોય છે.
શાહીબાગમાં મફત કાનૂની સલાહકેન્દ્ર: રત્ના વોરાએ જણાવ્યું કે, અમદાવાદના શાહીબાગમાં મફત કાનૂની સલાહકેન્દ્ર છે. જ્યાં કોઈપણ વ્યક્તિ મફતમાં કાનૂની સલાહ અને વકીલ હાયર કરી શકે છે. ગુજરાત રાજ્ય કાનની સેવા સત્તા મંડળમાં રૂપિયા 1.00000 થી ઓછી આવક ધરાવતા અનુસૂચિત જાતિ, જનજાતિની વ્યક્તિ, મહિલાઓ, બાળકો, કામદાર માનસિક અસ્વસ્થ, માનવ વેપારના ભોગ બનેલા, કુદરતી આફતોનો ભોગ બનેલા, પોલીસ કસ્ટડીમાં હોય તેવા ટ્રાન્સજેન્ડરને મફત કાનૂની સલામ મળે છે.