ગુજરાત

gujarat

ETV Bharat / state

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો હિતકારી નિર્ણય: મોંઘવારી ભથ્થામાં થશે 4 ટકાનો વધારો - Important decision of CM of Gujarat - IMPORTANT DECISION OF CM OF GUJARAT

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનો કર્મયોગી હિતકારી નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં જાન્યુઆરી-૨૦૨૪થી ૪ ટકાનો વધારો જાહેર કરવામાં આવ્યો છે. જાણો વધુ આગળ... Increase in dearness allowance

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનો કર્મયોગી હિતકારી નિર્ણય લેવામાં આવ્યો
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનો કર્મયોગી હિતકારી નિર્ણય લેવામાં આવ્યો (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jul 4, 2024, 5:32 PM IST

ગાંધીનગર: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કરીને સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં 4 ટકા વધારાનો લાભ તારીખ 1 જાન્યુઆરી 2024થી આપવાની જાહેરાત કરી છે. આ મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા અન્ય એમ કુલ 4.71 લાખ કર્મયોગીઓ અને અંદાજે 4.73 લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનર્સને મળવાપાત્ર થશે.

મોંધવારી ભથ્થાની રકમ સાથે ચૂકવાશે:મોંઘવારી ભથ્થાની 6 માસની એટલે કે 1 જાન્યુઆરી 2024 થી 30 જૂન 2024 સુધીની તફાવતની રકમ ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે. આ ઉપરાંત જાન્યુઆરી-2024 તથા ફેબ્રુઆરી-2024 મહિનાની તફાવતની રકમ જુલાઈ-2024ના પગાર સાથે, માર્ચ અને એપ્રિલ-2024ની તફાવતની રકમ ઓગષ્ટ-2024 ના પગાર સાથે તેમજ મે અને જૂન-2024ના મોંઘવારી ભથ્થાની એરિયર્સની રકમ સપ્ટેમ્બર-2024 ના પગાર સાથે કર્મયોગીઓને ચુકવવામાં આવશે.

નાણાં વિભાગ દ્વારા જરૂરી આદેશો: રાજ્ય સરકાર આ એરિયર્સ પેટે કુલ મળીને 1129.51 કરોડ રૂપિયાની કર્મચારીઓને ચુકવણી કરશે. મોંઘવારી ભથ્થામાં વધારાની 6 માસની તફાવત રકમ-એરિયર્સ ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના આ કર્મચારી હિતકારી નિર્ણયના અમલ માટે નાણાં વિભાગ દ્વારા જરૂરી આદેશો કરવા અંગેની પણ સૂચનાઓ આપવામાં આવી છે.

  1. સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય : વર્ગ 3ના સરકારી કર્મચારીઓએ પણ મિલકત પત્રક ભરવું ફરજિયાત - Gujarat Govt Employee
  2. રાજ્ય સરકારે બોટિંગ સુરક્ષાને લઈને ઘડી નિયમોની મજબુત વ્યૂહરચના, નિયમોના ઉલ્લંધન પર દંડની જોગવાઈ - Government of Gujarat

ABOUT THE AUTHOR

...view details