ભાવનગર:શહેરના અક્ષરવાડી સ્વામિનારાયણ મંદિર ખાતે વિક્રમ સવંત 2081 ના વર્ષના પ્રથમ દિવસે સ્વામિનારાયણ ભગવાનને અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. જેમાં દરેક પ્રકારની વાનગીઓ અને ખાદ્ય ચીજોને ભગવાન સમક્ષ મૂકીને ભોગ ધરાવાયો હતો. આ અન્નકૂટનો લાભ લેવા કેન્દ્રીય કેબિનેટ મંત્રી નીમુબેન બાંભણિયા પણ પહોંચ્યા હતા.
નવા વર્ષના પ્રથમ દિવસે અન્નકૂટનો ભોગ:ભાવનગર શહેરના વાઘાવાડી રોડ ઉપર આવેલી અક્ષરવાડી ખાતે સ્વામિનારાયણ મંદિરમાં ભગવાન સ્વામિનારાયણને અન્નકૂટનો ભોગ અર્પણ કરવામાં આવ્યો હતો. વિક્રમ સંવત 2081 કારતક માસની એકમ તિથિ નિમિત્તે ભગવાનને અન્નકૂટનો થાળ અર્પણ કરાયો હતો. જોકે થાળ અર્પણ કર્યા પછી ભગવાનની મહા આરતી પણ કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં સ્થાનિક લોકો આરતીમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. અન્નકૂટ થાળ સાથે ભગવાનની આરતી ઉતારીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી.
ભાવનગરમાં સ્વામિનારાયણ ભગવાનને 1000 વાનગીઓનો અન્નકૂટ (Etv Bharat Gujarat) સ્વામિનારાયણ સંપ્રદાયનો દેશ જોગ-સંદેશ: ત્યાગરાજસ્વામીએ જણાવ્યું હતું કે, સંવત 2081 નું નવું વર્ષ શરૂ થાય છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આશીવર્ચન આપ્યા છે. સમગ્ર વિશ્વમાં શાંતિ થાય અને બધા તને મને ધને ખૂબ સુખી થાય. આજે અન્નકૂટ ભગવાન આગળ ખૂબ જ ભક્તિ ભાવપૂર્વક હજારો ભક્તો ભાવિકોએ પોતાની સેવા આપી છે અને બધાના દેશ કાળ પણ ખૂબ સારા થાય, બધા સુખી થાય એ નવા વર્ષનો સંદેશો પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ આપેલો છે. નવા વર્ષમાં પ્રથમ થાળ ભગવાનને ભક્તો તરફથી થાય એના માટે 1000 થી પણ વધારે વાનગીઓનો અન્નકૂટ ભાવનગર BAPS સ્વામિનારાયણ મંદિર અક્ષરવાડી સાથે કરવામાં આવ્યો છે.
ભાવનગરમાં સ્વામિનારાયણ ભગવાનને 1000 વાનગીઓનો અન્નકૂટ (Etv Bharat Gujarat) ભાવનગરમાં સ્વામિનારાયણ ભગવાનને 1000 વાનગીઓનો અન્નકૂટ (Etv Bharat Gujarat) આ પણ વાંચો:
- ભાવનગર મનપાનો નવા વર્ષનો પ્રથમ સ્નેહમિલન યોજાયો, નિમુબેન બાંભણિયા અને જીતુ વાઘાણીએ શુભેચ્છા પાઠવી
- "નવા વર્ષના રામ રામ !" નુતન વર્ષ નિમિત્તે ગુજરાતવાસીઓને PM, CMએ આપી શુભકામનાઓ....