ભરુચઃ સોશ્યલ મીડિયાના યુગમાં ગુજરાતી અંકલેશ્વરના વરરાજાએ તેની ફિલિપાઇન્સની પ્રેમિકાને વરરાણી બનાવી સ્વદેશ લાવવામાં સફળતા મળી છે. આ પ્રેમ છે... પ્રેમની કોઈ સીમા હોતી નથી. પ્રેમનો આવો જ એક કિસ્સો ગુજરાતના ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં જોવા મળ્યો છે. અહીં અનોખા લગ્ન થયા છે. આ લવસ્ટોરીમાં ફિલિપાઇન્સની એક યુવતીને અંકલેશ્વરનો યુવક લગ્ન કરી ભારત લાવ્યો છે. રસપ્રદ વાત એ છે કે, વિદેશમાં ઉછરેલી આ યુવતીને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ખુબજ લગાવ છે જેણે ભારતીય સંસ્કૃતિ અનુસાર લગ્ન કર્યા છે. ભારતીય ભોજન પસંદ છે, કલ્ચર અને અહીંના લોકો પણ પસંદ છે.
અંકલેશ્વરના સામાન્ય પરિવારનો યુવાન પિન્ટુ પ્રસાદ ધોરણ 12 પાસ કર્યા પછી ITI મિકેનીકલ સુધી ભણ્યો છે. જે પછી તે તેના પિતા સાથે તેમના લસણના હોલસેલ બિઝનેસમાં જોડાઈ ગયો. તે દરમિયાન તેની નજર સોશિયલ મીડિયા ફેસબુક પર સર્ફિંગ દરમિયાન બે વર્ષ પહેલા એક વિદેશી યુવતી કે જે ફિલિપાઇન્સની હતી તેના પર ઠરી ગઈ. તેણે Limbajane Magdao નામની આ યુવતીને રેન્ડમલી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી દીધી. જોકે જેતે સમયે તેને આગળ વાત વધશે તેવો અંદાજ ન્હોતો.
યુવકના સ્વજનો સાથે ફિલિપાઇન્સની યુવતી, ક્રિશ્ચિયન રિવાજ પ્રમાણે લગ્ન જોડામાં યુવતી (Courtesy: Viki Joshi Bharuch) રિક્વેસ્ટ થઈ ગઈ એક્સેપ્ટઃ સુંદર દેખાવડી યુવતીને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલતા તે એક્સેપટ પણ થઇ ગઈ હતી. તૂટીફૂટી અંગ્રેજી અને હિન્દી ભાષામાં બંને વચ્ચે વાતચિત થઈ. યુવતી સામાન્ય હિન્દી પણ સમજતી થઈ ગઈ હતી. સમય જતા આ યુવતી પિન્ટુના દિલમાં ઘર કરી ગઈ. બંનેની ઓનલાઇન વાતચીત, વીડિયો કોલિંગ શરૂ થઇ ગયા અને મિત્રતા ક્યારે પ્રેમમાં પરિવર્તિત થઇ ગઈ તેની બંનેને ખબર જ ન પડી. યુવતીનો પરિવાર ત્યાં ફાર્મિંગ કરે છે.
પરિવાર પહેલાતો ખચકાયો પણ પછી...: આખરે બંનેએ એક થવાનું નક્કી કર્યું પણ દેશના સીમાડાઓ આડે આવ્યા. અલગ સંસ્કૃતિ, અલગ દેશ અને અપરિચિત લોકોના કારણે પ્રસાદનો પરિવાર તેના પ્રેમને સ્વીકારવામાં ખચકાટ અનુભવતો હતો.
ફિલિપાઇન્સમાં યુવતીના સ્વજનો સાથે અંક્લેશ્વરનો યુવાન (Courtesy: Viki Joshi Bharuch) બે વર્ષ સુધી જોઈ રાહઃ બે વર્ષની જહેમત બાદ પિન્ટુ તેની પ્રેમિકા LIMBAJANE MAGDAO ને પત્ની તરીકે સ્થાન અપાવવામાં સફળ થયો અને પ્રેમિકાને લેવા ફિલિપાઇન્સ પહોંચ્યો. સ્વદેશી બાબુને વિદેશી મેમ સાથે મિલાવવા પિતાએ મહત્વની ભૂમિકા ભજવી. છ મહિના પહેલા જ પિન્ટુએ પાસપોર્ટ કઢાવ્યો અને યુવતી એ વિઝા મેળવવામાં મદદ કરી. વિઝા મળતા જ પિન્ટુ ફિલિપાઇન્સ પહોંચ્યો. યુવતીના માતા-પિતા અને પરિવારે પણ પોતાના ભારતીય જમાઈને અપનાવી લીધો. ફિલિપાઇન્સમાં ક્રિશ્ચિયન રીતિ રિવાજ મુજબ બન્નેના લગ્ન કરાવ્યા. ત્યારબાદ લીગલ કોર્ટ મેરેજ કરી આ નવ દંપતી ભારત માદરે વતન પરત પહોંચ્યું. જ્યાં 18 નવેમ્બરે અંકલેશ્વરમાં હિન્દુ રીતિ રિવાજ મુજબ પરિવારે બન્નેના ધામધૂમથી લગ્ન કરાવ્યા.
લીગીલ પ્રોસેસ માટે ફિલિપાઇન્સમાં પિન્ટુ અને LIMBAJANE MAGDAO એ લગ્ન કર્યા બાદ બન્ને ભારત આવ્યા હતા અને અંકલેશ્વરમાં ભારતીય સંસ્કૃતી અનુસાર બંને લગ્ન ગ્રંથીથી જોડાયા છે. વિદેશમાં ઉછરેલી આ યુવતીને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ખુબજ લગાવ છે જેણે ભારતીય રસોઈથી લઈ સંસ્કૃતિ સુધી તમામ રિવાજ અપનાવી લીધા છે.
એક બીજા સાથે ખુશખુશાલ મુદ્રામાં (Courtesy: Viki Joshi Bharuch) શું કહ્યું લગ્નગ્રંથીએ જોડાયેલા જોડાએઃ Limbajane Magdao એ આ લગ્ન અંગે વધુ જાણકારી આપતા હિન્દી અને અંગ્રેજી ભાષામાં કહ્યું કે, મને ભારત પસંદ છે, અહીંના લોકો મને પસંદ છે. મને ગુજરાત ખુબ જ ગમ્યું છે. મને મારા સાસુ અને સસરા પણ ગમે છે. અહીંની સંસ્કૃતિ ખુબ સારી છે અને ભોજન પણ મને ગમે છે.
આ અંગે વરરાજા એવા અંક્લેશ્વરના યુવાન પિન્ટુ પ્રસાદે કહ્યું કે, હું બે વર્ષ પહેલા ફિલિપિન્સની છોકરી સાથે સંપર્કમાં આવ્યો હતો. રોજ વીડિયો અને ઓડિયો કોલ પર વાત થતી હતી. મારા પિતાએ મને કહ્યું કે તું જા અને તને છોકરી ગમે છે તો લઈ આવ. મારા પાસપોર્ટ અને વીઝામાં મદદ કરી અને ત્યાં જઈને મેં ત્યાં લગ્ન કર્યા અને ત્યાં પણ તેના પરિવારે મને મદદ કરી અને આખરે અમે અહીં આવ્યા અને અહીં અમે લગ્ન કર્યા. મારી પત્નીને પણ આપણા રિવાજો ખુબ ગમ્યા છે. હવે આજે હું તે તમામ મદદ કરનારાઓનો આભાર વ્યક્ત કરું છું. તેના માતા-પિતાએ મને હું ત્યાં ગયો ત્યારે મને ખુબ માન અને પ્રેમથી રાખ્યો હતો. અમે ત્યાં પણ કોર્ટ મેરેજ કર્યા હતા કે જેથી તેમને કોઈ પ્રકારે સમસ્યા થાય નહીં. અહીં પણ હવે અમે હિન્દુ રિવાજો પ્રમાણે લગ્ન કર્યા છે.
- ટોચના ધનિક બિઝનેસમેન ગૌતમ અદાણીનો વિવાદ અટકશે કે વકરશે?
- વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની કામગીરી બની પક્ષીઓ માટે આશીર્વાદરૂપ, વેસ્ટ પ્લાસ્ટિકમાંથી બનાવ્યા બર્ડ ફીડર