આંગણવાડીમાં ભૂલકાંઓને માથે રૂમાલ બાંધીને નમાજ અદા કરાવી (ETV Bharat Gujarat) વડોદરા: શહેરના ડભોઈ કરનાળી ખાતે આવેલ આંગણવાડીમાં ભૂલકાંઓને માથે રૂમાલ બાંધીને નમાજ અદા કરાવતા ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. ઈદની ઉજવણીનું જ્ઞાન આપવાના બહાને વિદ્યાર્થીઓને માથે રૂમાલ બંધાવી નમાજ પઢવાનું જણાવ્યુ હતું. પરંતુ બાળકોને આ રીતેનું પ્રેક્ટીકલ ન કરાવાય. સમગ્ર ઘટના અંગે ધારાસભ્ય શૈલેશભાઈ મહેતાએ કલેકટરને અને શિક્ષણ મંત્રીને પણ આ બાબતે જાણ કરી શિક્ષાત્મક પગલાં લેવા બાબતે રજૂઆતો કરી હતી. પરંતુ સમગ્ર ઘટના અંગે રવિવારે રજા આવી જતા સોમવારે તેનો યોગ્ય નિર્ણય લેવામાં આવશે.
આંગણવાડીમાં ભૂલકાંઓને માથે રૂમાલ બાંધીને નમાજ અદા કરાવી (ETV Bharat Gujarat) ભારત બિનસાંપ્રદાયિક દેશ છે, પરંતુ પ્રેક્ટીકલ ન હોવું જોઈએ: ડભોઇ વિશ્વ હિન્દુ પરિષદના મિતેશ પંચાલે જણાવ્યું હતું કે, "ભારત એ બિન સાંપ્રદાયિક દેશ છે. દરેક શૈક્ષણિક સંસ્થામાં દરેક ધર્મના લોકો ભણતા હોય છે પરંતુ આ ઈદના પાઠ છોકરાઓને માથે રૂમાલ બાંધીને પ્રેક્ટીકલ રીતે કરાવવામાં આવ્યા છે. તેનો અમારે હિન્દુ સંગઠનો સખતમાં સખત વિરોધ કર્યો છે. આ બાબતે જવાબદાર અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલાં લેવા જોઈએ તેવું જણાવ્યું હતું.
આંગણવાડીમાં ભૂલકાંઓને માથે રૂમાલ બાંધીને નમાજ અદા કરાવી (ETV Bharat Gujarat) મહંત જ્યોતિર્નાથે કરનાળીને સનાતનની પવિત્ર ભૂમિ ગણાવી: સમગ્ર મામલે મહંત જ્યોતિર્નાથનું નિવેદન સામે આવ્યું છે. મહંતે કહ્યું કે, પ્રજા સનાતન સાથે જોડાયેલી હોય ત્યાં આવું ન થવું જોઈએ.આ ધટનાએ ધર્માંતરણનો પ્રયાસ થઈ રહ્યું હોવાનું લાગી રહ્યું છે. CM તેમજ શિક્ષણમંત્રીએ આ મામલે તપાસ કરવી જોઈએ. તેમજ તંત્રએ કડક કાર્યવાહી કરે એવી માંગ પણ તેમને કરી છે.
શિક્ષણ જગતમાં નિયમો વિરુદ્ધ કાર્ય: હાલ ગુજરાતની શાળાઓમાં પ્રાથમિકથી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં ભગવદ ગીતાના પાઠ ભણાવવાનો ગુજરાત સરકારે નિર્ણય લીધો છે. ત્યારે અભ્યાસક્રમમાં ઈદના પાઠ ન હોવા છતાં ઈદની ઉજવણીના પાઠ ભણાવવામાં આવતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. વડોદરાના ડભોઈ કરનાળીની આંગણવાડીમાં બાળકોને માત્ર નમાજ પઢાવાઈ ઈદ પર્વના પાઠ ભણાવવામાં આવ્યા હતા. હિંદુ વિદ્યાર્થીઓને માથે રૂમાલ બંધાવી નમાજ પઢાવવા તેમજ ઈદની ઉજવણીનું જ્ઞાન આપવા વિદ્યાર્થીઓને માથે રૂમાલ બાંધવામાં આવ્યો હતો. ઈદની ઉજવણી કરતા ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી જવા પામી હતી.
પ્રેક્ટીકલ કરાવતા વધારે હોબાળો: બિનસાંપ્રદાયિક દેશ છે. શાળાઓમાં બાળકો પાસે પ્રેક્ટીકલ માથે રૂમાલ બાંધીને પરાણે રીતે નમાજ અદા કરાવી એ એક જાતનું ધર્માંતરણ ગણાવી શકાય કોઈપણ રીતે બાળકને પ્રેક્ટીકલ માથે રૂમાલ બાંધીને નમાજ અદા કરવું એ શિક્ષકને જગતના કોઈ પણ કાયદામાં લખેલ નથી પરંતુ આવા શૈક્ષણિક ક્ષેત્રે સંકળાયેલા કર્મચારીઓ સામે કોઈપણ સંજોગોમાં તાત્કાલિક શિક્ષાત્મક પગલાં લેવાય તેવી પ્રચંડ લોકમાંગ ઉઠવા પામી છે. હવે જોવાનું એ રહ્યું કે શું શિક્ષણ મંત્રી કે વહીવટી હોદ્દેદાર આ બાબતે ઉચિત પગલા ભરશે ? કે પછી ઘીના ઠામમાં ઘી જેવી સ્થિતિ ઊભી થશે. એ તો આવનારો સમય જ બતાવશે.
- આંગણવાડીમાં ભૂલકાઓને ભણાવાયા મુસ્લિમ ધર્મના પાઠ, જાણો શુું છે સમગ્ર મામલો - Taught Muslim education to children
- મોડે મોડે આવેલ ભરતી શિક્ષકોની ઘટ ભરી શકશે ? જુઓ આ વિશ્લેષણાત્મક અહેવાલ - Government Teacher Recruitment