ગુજરાત

gujarat

ETV Bharat / state

મંત્રીજી જુઓ... તમારા જ વિસ્તારની આ આંગણવાડી, અહીં ભૂલકા ભયના ઓથાર તળે ભણે છે - Anganwadi in dilapidated condition

રાજકોટના જસદણ પંથકમાં આટકોટ ગામમાં આવેલી આંગણવાડી જર્જરીત હાલતમાં છે. આંગણવાડીની તમામ દીવાલો જર્જરિત હોવાથી અહીં ચોમાસા દરમિયાન દિવાલોમાંથી પાણી આંગણવાડીના અંદરના ભાગમાં પડે છે. જેથી બાળકો તેમજ ત્યાંના શિક્ષકોને ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ઉપરાંત આવી પરિસ્થિતિમાં અકસ્માત કે જાનહાની થવાની પણ સંભાવના છે. ત્યારે તંત્ર ઉંઘતું હોય તેવું જણાઈ આવે છે. જાણો. Anganwadi in dilapidated condition

કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના વિસ્તારની આંગણવાડી જર્જરિત
કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના વિસ્તારની આંગણવાડી જર્જરિત (etv bharat gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jul 6, 2024, 1:03 PM IST

રાજકોટના જસદણ પંથકમાં આટકોટ ગામમાં આવેલી આંગણવાડી જર્જરીત હાલતમાં (etv bharat gujarat)

રાજકોટ:જસદણ તાલુકાના આટકોટમાં આવેલી બાળકો માટેની આંગણવાડી જર્જરિત અને ખંડેર હાલતમાં છે. ત્યારે આ ખંઢેર હાલતમાં જર્જરીત આંગણવાડી તત્કાલિક અસરથી નવી બનાવવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરાઇ છે.

ચોમાસા દરમિયાન દિવાલોમાંથી પાણી આંગણવાડીના અંદરના ભાગમાં પડે છે (etv bharat gujarat)

જર્જરીત અને ખંઢેર હાલતમાં આંગણવાડી:જસદણમાં આવેલી આ આંગણવાડીના દીવાલોમાંથી પાણી પડી રહ્યું છે ઉપરાંત તેની હાલત ખંઢેર જેવી થઈ રહી છે. આ જર્જરીત અને ખંઢેર હાલતમાં જોવા મળતી આંગણવાડીને કારણે અહીં આવતા બાળકો અને કર્મચારીઓને અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે આ આંગણવાડીને સરકાર અને તંત્ર દ્વારા નવી બનાવવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ કરી છે.

કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના વિસ્તારની આંગણવાડી જર્જરિત (etv bharat gujarat)

સરકાર અને તંત્રની ઢીલી કામગીરી: બાળકો અને મહિલાઓ માટે સુખ સુવિધાઓ સ્થાનિક લેવલે મળતી રહે અને પ્રાથમિક બાબતોની જરૂરિયાતો પૂર્ણ થાય તે માટે આંગણવાડી કેન્દ્રનું નિર્માણ કરવામાં આવે છે. ત્યારે અહીં કુમળા ફૂલ જેવા બાળકો આ પ્રકારના આંગણવાડીમાં રહેતા જોઈ સરકાર અને તંત્રની ઢીલી કામગીરી તેમજ બાળકોને જીવનું જોખમ ઊભું થાય તેવું જણાય આવે છે.

અકસ્માત કે જાનહાની થવાની સંભાવના:આંગણવાડીના દ્રશ્ય પરથી સ્પષ્ટ રીતે કહી શકાય છે કે, તંત્ર ઘોર નિંદ્રામાં છે. અહીંયા ચોમાસા દરમિયાન પાણી છત પરથી વહેતું હોય છે. સાથે જર્જરીત હાલતમાં હોવાને કારણે કોઈપણ ગંભીર દુર્ઘટના, અકસ્માત કે જાનહાની થવાની સંભાવના છે. તો જો કોઈ ઘટના બને તો તેની જવાબદારી કોની રહેશે તેને લઈને પણ સવાલો ઊભા થઈ રહ્યા છે.

કુંવરજી બાવળીયાના વિસ્તારની અંદર આ આંગણવાડી: તમને જણાવી દઈએ કે, તાજેતરમાં જ નવનિયુક્ત થયેલા ગુજરાત સરકારના કેબિનેટ કક્ષાના મંત્રી કુંવરજી બાવળીયાના વિસ્તારની અંદર આ આંગણવાડી છે. આથી આગામી દિવસોની અંદર યોગ્ય કાર્યવાહી કરી સુખ સુવિધાઓ તાત્કાલિક અસરથી અને વહેલી તકેદ પૂર્ણ કરવામાં આવે તેવી આશા છે.

  1. રાજકોટમાં સ્કૂલ વાન-બસચાલકો માટે નવા નિયમો, અધિક કલેક્ટરનો શું છે આદેશ ? જાણો વિસ્તારથી... - New command of school vehicle
  2. 'શું ડૉક્ટર બનવાનો હક માત્ર અમીરોનો જ છે' ? મેડિકલ કોલેજમાં થયેલ ફી વધારા સામે સુરતમાં વિદ્યાર્થી-વાલીઓનો વિરોધ - fee hike in medical college

ABOUT THE AUTHOR

...view details