ગુજરાત

gujarat

ETV Bharat / state

SP University VC : સરદાર પટેલ યુનિવર્સિટીને મળ્યા કાયમી કુલપતિ, પ્રો. નિરંજન પટેલ બન્યા નવા વાઈસ ચાન્સેલર

આણંદના વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીને કાયમી કુલપતિ મળ્યા છે. છેલ્લા બે વર્ષથી ઇન્ચાર્જ કુલપતિ પદે કાર્યરત પ્રો. નિરંજન પટેલની કુલપતિ પદે સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. SP યુનિવર્સિટીના નવનિયુક્ત કુલપતિ પ્રો. નિરંજન પટેલની આકર્ષક શૈક્ષણિક કારર્કિદી...

સરદાર પટેલ યુનિવર્સિટી કુલપતિ પ્રો. નિરંજન પટેલ
સરદાર પટેલ યુનિવર્સિટી કુલપતિ પ્રો. નિરંજન પટેલ

By ETV Bharat Gujarati Team

Published : Mar 9, 2024, 10:08 AM IST

આણંદ :સરદાર પટેલ યુનિવર્સિટીને કાયમી વાઇસ ચાન્સેલર મળ્યા છે. વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીમાં છેલ્લા બે વર્ષથી ઇન્ચાર્જ કુલપતિ પદે કાર્યરત પ્રો. નિરંજન પટેલની રાજ્ય સરકાર દ્વારા કુલપતિ પદે સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એકટ, 2023 મુજબ પાંચ વર્ષ માટે કુલપતિની નિયુક્તિ કરવામાં આવી છે.

SP યુનિવર્સિટીના નવનિયુક્ત કુલપતિ : સરદાર પટેલ યુનિવર્સિટીમાં પ્રો. શિરિષ કુલકર્ણીને વિવાદિત કાર્ય પ્રક્રિયા બાદ પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ 5 માર્ચ, 2022 થી પ્રો. નિરંજન પટેલને ઇન્ચાર્જ કુલપતિ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. છેલ્લા બે વર્ષથી ઇન્ચાર્જ VC તરીકે કાર્યરત પ્રો. નિરંજન પટેલ અનુસ્નાતક સંસ્કૃત વિભાગના પ્રોફેસર અને વડા છે. ઉપરાંત કાયદા વિદ્યાશાખાના કાર્યકારી વડા અને ભૂતપૂર્વ ડીન તેમજ અખિલ ભારતીય સાહિત્ય પરિષદ આણંદ એકમના પ્રમુખ પદે કાર્યરત છે.

પ્રો. નિરંજન પટેલ : પ્રો. નિરંજન પટેલ ગુજરાત યુનિવર્સિટીમાં વર્ષ 1988 માં સંસ્કૃત વ્યાકરણ સાથે MA માં ગોલ્ડ મેડલ મેળવ્યા બાદ 1994 માં ગુજરાત યુનિવર્સિટીમાંથી Ph.D (ન્યાય) પૂર્ણ કર્યું હતું. સંસ્કૃતના વિવિધ વિષયો પર 12 પુસ્તક, હિન્દુસ્તાન વોલ્યુમ 1 એન્સાઇક્લોપીડિયાના સમીક્ષક અને 3 પુસ્તકોનો અનુવાદ કરવા સાથે પ્રો. નિરંજન પટેલે સંસ્કૃતના વિવિધ વિષયો અંતર્ગત 35 સંશોધન પત્રો પણ પ્રસિદ્ધ કર્યા છે.

આકર્ષક શૈક્ષણિક કારર્કિદી : ઉલ્લેખનીય છે કે, વિદ્યાર્થીઓના સંશોધન માર્ગદર્શન તરીકે પ્રો. નિરંજન પટેલે 8 Ph.D પૂર્ણ કર્યા અને 8 કાર્યરત તેમજ 46 M.Phil પૂર્ણ કર્યા અને 1 કાર્યરત છે. જ્યારે પ્રો. નિરંજને સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા અનુદાનિત માઇનોર રિસર્ચ પ્રોજેક્ટ પૂર્ણ કર્યો હતો. ઉપરાંત રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય સેમિનાર-કોન્ફરન્સમાં ભાગ લેવા ઉપરાંત વિવિધ સંસ્થાઓમાં સભ્યપદે કાર્યરત છે. આ ઉપરાંત સંસ્કૃતમાં તેમને વિશેષ યોગદાન બદલ પારિતોષિક પણ એનાયત કરાયા હતા. પ્રો. નિરંજને આણંદ, નડિયાદ, અમદાવાદ અને ગોધરા ખાતે રાજ્ય સરકારના KCG રીસર્ચ ઓરીએન્ટેશન પ્રોગ્રામમાં તજજ્ઞીય સેવા આપી છે.

સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ :

સરદાર પટેલ યુનિવર્સિટીની સ્થાપના થયા બાદ 19 ડિસેમ્બર 1955 માં પ્રથમ કુલપતિ પદે ડો. ભાઈલાલભાઈ પટેલની નિયુક્તિ કરવામાં આવી હતી. ત્યારબાદ કુલપતિની યાદી નીચે મુજબ છે.

  • વર્ષ 1958 માં બાબુભાઈ જશભાઈ પટેલ
  • વર્ષ 1961 માં ડો. મગનભાઈ ડાહ્યાભાઈ પટેલ
  • વર્ષ 1963 માં ઇશ્વરભાઈ જેઠાભાઈ પટેલ
  • વર્ષ 1970 માં રમેશ સુમંત મહેતા
  • વર્ષ 1975 માં ડો. રમણભાઈ ડાહ્યાભાઈ પટેલ
  • વર્ષ 1978 માં ડો. રણછોડભાઈ માધવભાઈ પટેલ
  • વર્ષ 1981 માં ક્રિષ્નલાલ નટવરલાલ શાહ
  • વર્ષ 1987 માં ડો. કાંતિભાઈ ચતુરભાઈ પટેલ
  • વર્ષ 1990 માં ડો. દિલાવરસિંહ જાડેજા
  • વર્ષ 1990 માં ડો. વિઠ્ઠલભાઈ એસ. પટેલ
  • વર્ષ 2002 માં ડો. પ્રવિણચંદ્ર જે. પટેલ
  • વર્ષ 2007 માં ડો. ભરતકુમાર પટેલ
  • વર્ષ 2010 અને 2013 માં ડો. હરીશ પાઢ
  • વર્ષ 2016 માં પ્રો. શિરીષ કુલકર્ણી

5 માર્ચ, 2022 થી ઇન્ચાર્જ કુલપતિ પદનો કાર્યભાર સંભાળી રહેલા પ્રો. નિરંજન પટેલની આજે સત્તાવાર રીતે કુલપતિ પદે નિયુક્તિ કરવામાં આવી હતી.

  1. Gujarat Public Universities Act : રાજ્યપાલ દ્વારા ગુજરાત પબ્લિક યુનિવર્સિટીઝ બિલને મંજૂરી, જાણો શું છે આ એક્ટ અને તેની જોગવાઈ
  2. SP University: શિરીષ કુલકર્ણીના સાડા પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન લેવાયેલા નિર્ણયો અંગે પુર્નવિચારણાની માંગ

ABOUT THE AUTHOR

...view details