ETV Bharat / state

જાહેરમાં ફટકડા ફોડી જન્મદિવસની ઉજવણી કરનાર યુવકો વિરૂદ્ધ પોલીસે કરી કાર્યવાહી - BIRTHDAY CELEBRATED OPENLY IN SURAT

સુરતના સચિન વિસ્તારમાં થોડા દિવસ અગાઉ યુવકોએ જાહેરમાં ફટાકડા ફોડી કેક કાપી જન્મદિવસની ઉજવણી કરી હતી. વિડીયોના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી.

જાહેરમાં ફટકડા ફોડી જન્મદિવસની ઉજવણી કરનાર યુવકો વિરૂદ્ધ પોલીસે કરી કાર્યવાહી
જાહેરમાં ફટકડા ફોડી જન્મદિવસની ઉજવણી કરનાર યુવકો વિરૂદ્ધ પોલીસે કરી કાર્યવાહી (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 10, 2024, 12:44 PM IST

સુરત: રાજય ના યુવાનોમાં જન્મદિવસની ઉજવણીમાં એક અલગ જ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ઘણા યુવાનો પોતાના મિત્રો સાથે જન્મદિવસ પર જાહેર રસ્તાઓ, સ્થળો પર જઈ વાહનો ગોઠવી આતશબાજી કરી કેક કાપી જન્મદિવસની ઉજવણી કરતા હોય છે. વારંવાર પોલીસ દ્વારા કરવામાં આવતી કાર્યવાહી છતાં યુવાનો સુધરતાં નથી, આ પ્રકારની વધુ એક ઉજવણી સુરતમાં બનતા પોલીસે બરોબર પાઠ ભણાવ્યો હતો.

સુરત શહેરમાં થોડા દિવસ અગાઉ સચિન વિસ્તારમાં જાહેરમાં જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં ડીજે સાથે યુવકોએ જાણે બાઈક રેલી યોજી હોય તેમ નીકળ્યા હતા તેમજ રીક્ષા ઉપર એક યુવક બેસેલો જોવા મળ્યો હતો. આ ઉપરાંત ફટાકડા ફોડી અને 10 જેટલી જાહેરમાં કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી.

જાહેરમાં ફટકડા ફોડી જન્મદિવસની ઉજવણી (Etv Bharat Gujarat)

આ વીડિયો વાયરલ થયા બાદ સચિન પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે, પોલીસે 14 લોકોને ઝડપી પાડી કાયદાનો પાઠ ભણાવ્યો હતો. પોલીસ દ્વારા માફી મંગાવતો વિડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ પણ કર્યો હતો.આ પ્રકારે જન્મદિવસની ઉજવણી કરતા યુવાનો અન્ય લોકો માટે માથાના દુખાવા સમાન બની ગયા છે.

આ પણ વાંચો:

  1. સુરતમાં MD ડ્રગ્સ ઝડપવાનો સિલસિલો યથાવત, 2 આરોપીઓની ડ્રગ્સ સાથે ધરપકડ
  2. તાપી: વાલોડના તિતવા ગામે મિંઢોળા નદીમાંથી મળી તબીબની લાશ, આત્મહત્યા કરી હોવાની આશંકા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.