ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરામાં ટોળું બન્યું ઘાતકી, 3 ચોરોને ઢોર માર મારતા 1નું ઘટના સ્થળે જ મોત

વડોદરામાં મોબ લિંચિંગની ઘટના સામે આવી છે. 3 ચોરોને ટોળા દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હતો. જે પૈકી 1 નું મોત થયું હતું.

વડોદરામાં મોબ લિંચિંગની ઘટના સામે આવી
વડોદરામાં મોબ લિંચિંગની ઘટના સામે આવી (Etv Bharat gujarat)

By ETV Bharat Gujarati Team

Published : 9 hours ago

વડોદરા:જિલ્લામાં મોબ લિંચિગની ઘટના બનવા પામી છે. ટોળા દ્વારા ઘણી વાર નિર્દોષ લોકો પણ ભોગ બની જતા હોય છે. ત્યારે કેટલીક વાર ચોરો ટોળાના હાથે ચડી જાય છે અને પોતાનો જીવ પણ ગુમાવતા હોય છે. ત્યારે આવી જ એક ઘટના વડોદરામાં બની હતી. વડોદરામાં ટોળા દ્વારા 3 શખ્સોને ઢોર માર મારવામાં આવ્યો છે. સ્થાનિક લોકોએ 3 શખ્સોને ચોર સમજીને ઢોર માર માર્યો હતો. જેના લીધે 1 શખ્સનું મોત થયું હતું અને 2 ઇજાગ્રસ્ત થયા હતા.

વડોદરા શહેરમાં મોબ લિંચિંગની ઘટના: છેલ્લા કેટલાક સમયથી વડોદરા શહેર અને જિલ્લામાં રાત્રિના સમયે ચોર આવ્યા.. ચોર આવ્યા... ની બૂમાબૂમ થતા લોકોના ટોળા એકત્રિત થતા હોય છે. ક્યારેક નિર્દોષ નાગરિકો પણ તેનો ભોગ બનતા હોય છે. ગત રોજ વડોદરા શહેરમાં બનેલી મોબ લિંચિંગની ઘટનામાં 3 શખ્સોને ટોળાએ ઢોર માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. સ્થાનિક લોકોએ આ 3 શખ્સોને ચોર સમજી માર મારવા લાગ્યા હતા.

વડોદરામાં મોબ લિંચિંગની ઘટના સામે આવી (Etv Bharat gujarat)

ઘટનામાં 3 થી 4 પોલીસ કર્મી ઘાયલ: પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ 1 શખ્સનું ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે બીજો શખ્સ ભાગવામાં સફળ રહ્યો હતો અને 1 શખ્સની હાલત ગંભીર હોવાથી તેની સારવાર ચાલી રહી હોવાની વિગતો સૂત્રો પાસેથી મળી રહી છે. આ સમગ્ર ઘટનામાં પોલીસે ટોળામાંના 8 લોકોની અટકાયત કરી છે. આ સમગ્ર ઘટનામાં 3 થી 4 પોલીસકર્મીઓ ઘાયલ થયા છે.

300 લોકોનાં ટોળા સામે મોબ લિંચિંગનો ગુન્હો:વડોદરા શહેરમાં બનેલી આ ઘટનાને લઈને પોલીસ તાત્કાલીક હરકતમાં આવી ગઇ હતી અને 300 લોકોનાં ટોળાં સામે મોબ લિચિંગનો ગુન્હો નોંધ્યો હતો. ત્યારે પોલીસે ઇજાગ્રસ્ત 3 શખ્સોનો ગુનાહિત ઇતિહાસ ચકાસતા આ 3 શખ્સો રીઢા ચોરીના આરોપીઓ હોવાનું સામે આવ્યું હતું. ત્યારે પોલીસે લોકોનું ટોળું મારે તે પહેલા 1 શખ્સ ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. તેની પોલીસે અટકાયત કરીને આગળની પૂછપરછ કરી હતી. જે દરમિયાન તે ચોરે કબૂલ્યું હતું કે તેઓએ આજવા રોડ પાસેથી સાંજના સમયે એક બાઇકની ચોરી કરી હતી. જે આધારે પાણીગેટ પોલીસે આ 3 ચોરો સામે પોલીસ ફરિયાદ દાખલ કરી હતી.

2 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા:પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર મોબ લિંચિંગની આ ઘટનામાં પોલીસે હનીફ કાલુ દિવાન, અબ્દુલર તાહીર અબ્દુલપરવેઝ કુરેશી, શેહબાઝ અકીલશા દિવાન, સાજીદશા જહુસ્શા દિવાન, સાજીદશા જહુસ્શા દિવાન, રવિ કાંતિ દેવીપૂજક, જીતેન્દ્ર પાંડુરંગ પવાર, સુનીલ અમરલાલ ટીંડવાણી અને રિફાક્ત હનીફ શેખની અટકાયત કરી છે. તે પૈકી રવિ કાંતિ દેવીપૂજક, જીતેન્દ્ર પાંડુરંગ પવાર, સુનીલ અમરલાલ ટીંડવાણી અને રિફાક્ત હનીફ શેખને કોર્ટમાં રજૂ કરીને તેમના 2 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.

ઘટનામાં ટોળા પૈકી 8 આરોપીઓની અટકાયત:બાઇક ચોરીની ઘટનામાં ઇજાગ્રસ્ત આરોપી ઈકરામ ઉર્ફે અલી ઈમરાન ટીલીયાવાલા, મૃતક આરોપી શાહબાઝ સલીમખાન પઠાણ અને ત્યાંથી ભાગી ગયેલા આરોપી સાહીલ સાજીદઆલી શેખ સામે બાઇક ચોરીનો ગૂન્હો દાખલ કરવામા આવ્યો હતો. મોબ લિંચિંગની ઘટનામાં 1 ઇજાગ્રસ્ત છે અને 1 નું મોત થયું છે, ત્યારે ભાગી ગયેલા 1 શખ્સને હાલમાં પાણીગેટ પોલીસ સ્ટેશનમાં અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ પાસેથી જાણવા મળતી વિગતો મુજબ મોબ લિંચિંગની ઘટનામાં પાણીગેટ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બનેલી ઘટનામાં પોલીસે 8 આરોપીઓની અટકાયત કરી છે. ત્યારબાદ તેઓની ધરપકડ કરવામાં આવશે. ચોરીની ઘટનામાં પોલીસે 3 ચોરો પાસેથી ચોરીમાં ઉપયોગ કરતા સાધનોને જપ્ત કર્યા છે, પોલીસ સમગ્ર ઘટનાની ઝીણવટભરી તપાસ કરી રહી છે.

ચોર ઘટના સ્થળેથી ભાગવામાં સફળ રહ્યો: નાગરવાડામાં રહેતા નરેશ હસમુખ માળીએ ઇકરામા ઉર્ફે અલી, શાહબાઝ પઠાણ અને સાહિલ શેખ સામે પાણીગેટ પોલીસ મથકમાં બાઇક ચોરીનો ગુનો નોંધાવ્યો છે. જ્યારે આ 3 ચોરોનો લોકો સામે સામે સામનો થતા ટોળાએ 3 ચોરોને માર માર્યો હતો. જેમાંથી 1 સાહિલ શેખ ભાગી જવામાં સફળ રહ્યો હતો અને 1 ચોરનું મોત થયું હતું અને 1 ચોરની હાલત ગંભીર હોવાથી સારવાર હેઠળ છે.

આ પણ વાંચો:

  1. વેરાવળના બંધ મકાનમાં વિકરાળ આગ લાગી, સદનસીબે જાનહાની ટળી
  2. "બાબા સિદ્દીકીની જેમ મારી પણ હત્યા થઇ શકે" MLA જીગ્નેશ મેવાણીએ આ IPS અધિકારી પર લગાવ્યા ગંભીર આરોપ

ABOUT THE AUTHOR

...view details