કચ્છ: સરહદી વિસ્તાર કચ્છમાં આજે સવારના સમયમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો નોંધાયો છે. 2001ના વિનાશક ભૂકંપ બાદ જિલ્લામાં ભૂકંપના નાના નાના આંચકાઓનો સિલસિલો અવિરતપણે ચાલુ રહ્યો છે. આજે કચ્છના વાગડ વિસ્તારમાં સવારે 8:14 કલાકે 3.7ની તીવ્રતા સાથેના ભૂંકપના આંચકાના કંપનની અસર થઈ હતી. ભૂકંપનો કેન્દ્રબિંદુ રાપરથી 18 કિલોમીટર દૂર સાઉથ વેસ્ટમાં નોંધાયો છે.
ભૂકંપના આંચકાનો સિલસિલો યથાવત, કચ્છના વાગડ વિસ્તારમાં 8:14 કલાકે 3.7ની તીવ્રતાનો આંચકો નોંધાયો - EARTHQUAKE shock IN KUTCH - EARTHQUAKE SHOCK IN KUTCH
કચ્છ જિલ્લાના સરહદી વિસ્તારમાં આજે વહેલી સવારના 8:14 કલાકે ફરી એકવાર ભૂકંપનો આંચકો નોંધાયો છે. 2001ના વિનાશક ભૂકંપ બાદ જિલ્લામાં ભૂકંપના નાના નાના આંચકાઓનો સિલસિલો અવિરતપણે ચાલુ રહ્યો છે. આજે પૂર્વ કચ્છના વાગડ વિસ્તારમાં 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો., An earthquake in Kutch
Published : May 26, 2024, 11:28 AM IST
રાપર વિસ્તારમાં અનુભવાયો આંચકો: ઉલ્લેખનીય છે કે કચ્છના ખાવડા વિસ્તારમાં અવારનવાર ભૂકંપના આંચકાઓ સક્રિય ફોલ્ટ લાઈન પર જ નોંધાઈ રહ્યા છે. તેમજ પૂર્વ કચ્છના વાગડ વિસ્તારમાં ભચાઉ પાસે આવેલ ભૂકંપની ફોલ્ટ લાઈન પર અવારનવાર 1.0 થી 4.0ની તીવ્રતાના આંચકાઓ પણ નોંધાઈ રહ્યા છે. આમ તો ખાસ કરીને વાગડ વિસ્તારના ભચાઉ, રાપર, દુધઈની આસપાસના વિસ્તારમાં અવારનવાર આંચકાઓ અનુભવાતા હોય છે. આજે સવારે ફરી પૂર્વ કચ્છના રાપર વિસ્તાર પાસે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
4થી વધુ તીવ્રતાના આંચકાના સમયે લોકોમાં ભય: કચ્છમાં વર્ષ 2001ના ભૂકંપ બાદ જેટલી પણ ફોલ્ટ લાઈન છે તે ફોલ્ટ લાઈન સક્રિય થઈ છે અને તેની આસપાસ જ છેલ્લાં કેટલાક સમયથી ભૂકંપના આંચકાઓ નોંધાઈ રહ્યા છે. અવારનવાર આવતા નાની તીવ્રતાના આંચકાઓને લીધે કોઈ પણ પ્રકારની નુકસાનીના સમાચાર સામે આવી રહ્યા નથી. પરંતુ 4થી વધુ તીવ્રતાના આંચકાના સમયે ક્યારેક લોકોમાં ભય પણ ફેલાય છે.