ગુજરાત

gujarat

ભચાઉમાં પોલીસ પર કાર ચડાવી હત્યાનો પ્રયાસ, સાથે CID બ્રાન્ચની મહિલા કર્મચારી પણ ઝડપાઈ - Attempt to kill police in Bhachau

By ETV Bharat Gujarati Team

Published : Jul 1, 2024, 7:13 PM IST

ભચાઉમાં પોલીસ ટીમ પર થાર જીપ ચડાવી હત્યાનો પ્રયાસ કરવાનો બનાવ સામે આવ્યો છે. પકડાઈ જવાનાં ડરથી થારમાં બુટલેગર સાથે કારમાં બેસેલ CID ક્રાઈમની કોન્સ્ટેબલ નીતા ચૌધરી અને બુટલેગરે પોતાની કાર સ્થાનિક પોલીસ પર ચડાવવાનો પ્રયાસ કર્યો.

પોલીસ પર કાર ચડાવીને હત્યા કરવાનો પ્રયત્ન કરતો બુટલેગર ઝડપાયો
પોલીસ પર કાર ચડાવીને હત્યા કરવાનો પ્રયત્ન કરતો બુટલેગર ઝડપાયો (Etv Bharat Gujarat)

પોલીસ પર કાર ચડાવીને હત્યા કરવાનો પ્રયત્ન કરતો બુટલેગર ઝડપાયો (Etv Bharat Gujarat)

કચ્છ: બુટલેગરને પકડવા ગયેલી પોલીસ ટીમ પર થાર જીપ ચડાવી હત્યાનો પ્રયાસ કરવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં ચીરઈના રીઢા બુટલેગર યુવરાજસિંહને પકડવા પોલીસે બંદોબસ્ત ગોઠવ્યો હતો, ત્યારે પકડાઈ જવાનાં ડરથી થારમાં બુટલેગર સાથે કારમાં બેસેલ CID ક્રાઈમની કોન્સ્ટેબલ નીતા ચૌધરી અને બુટલેગરે પોતાની કાર સ્થાનિક પોલીસ પર ચડાવાની અને પોલીસ પર હુમલો કરવાની કોશિશ કરી હતી.પોલીસે બંને આરોપીને ઝડપી પાડયા છે.

વોન્ટેડ યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા: IGP ચિરાગ કોરડીયા, પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર તથા ભચાઉના DYSP સાગર સાંબડાની જીલ્લામાં નાસતા ફરતા આરોપી પકડી પાડવાની સુચના અનુસાર ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર એસ.ડી.સિસોદીયા, પોલીસ સબ ઇન્સ્પેકટર ડી.જે.ઝાલા, ભચાઉ પોલીસ સ્ટાફ તેમજ પૂર્વ કચ્છ એલ.સી.બીની અલગ અલગ ટીમો કામગીરીમાં હતી. જે દરમિયાન બુટલેગર આરોપી યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા વિરૂધ્ધ ભચાઉ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના અલગ અલગ ચાર ગુનામાં ઝડપાવવાનો બાકી હતો.

ભચાઉમાં પોલીસ ટીમ પર થાર જીપ ચડાવી હત્યાનો પ્રયાસ કરવાનો બનાવ (ETV Bharat Gujarat)

પોલીસ કર્મચારીઓની હત્યા કરવાનો પ્રયાસ: પૂર્વ કચ્છ SP સાગર બાગમારે માહિતી આપતા જણાવ્યું હતું કે, "પોલીસને આરોપી અંગે ખાનગી બાતમી મળી હતી કે યુવરાજસિંહ પોતાની સફેદ કલરની થાર ગાડી લઇને સામખિયાળીથી ગાંધીધામ તરફ જઈ રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસની વિવિધ ટીમો નજરમાં હતી જે દરમિયાન બાતમી મુજબ સફેદ થાર ગાડી આવતાં પોલીસની ટીમ દ્વારા હાથ તથા લાઠીના ઇશારા વડે રોકવા જણાવવામાં આવ્યું હતું. પરંતુ યુવરાજસિંહે થાર રોકેલ નહીં અને પોલીસ ઉપર ગાડી ચડાવવાનો પ્રયત્ન કર્યો હતો.

મહિલા કર્મચારીને પણ ઝડપી પાડી: યુવરાજસિંહે પોલીસથી બચવા એલસીબીની ગાડીને ટક્કર મારીને રીવર્સમાં લઈ અન્ય એક કારને ટક્કર મારીને ખાલી સાઈડથી નાસી છૂટવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તૈનાત પોલીસ કર્મચારીઓ પર થાર ચઢાવી દેવાના હેતુથી સ્પીડમાં કાર ચલાવવાનું શરૂ કર્યું હતું. પરંતુ, પોલીસની સતર્કતાથી બચાવમાં થારના બમ્પર ગાર્ડ પર ગ્રાઉન્ડ શોટ ફાયરીંગ કર્યું હતું. આ થાર કારમાં પોલીસે અંતે યુવરાજસિંહને ઝડપી લીધો હતો . પૂર્વ કચ્છ ખાતે CID બ્રાન્ચમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરી પણ બુટલેગર સાથે ઝડપાઈ હતી અને પોલીસે કારની તપાસ કરતા દારૂનો જથ્થો મળ્યો હતો જેમાં 16 દારૂની બોટલ અને 2 બિયર પોલીસે કબજે કરી છે.

બુટલેગર પર 16થી વધુ ગુનાઓ દાખલ: પૂર્વ કચ્છ પોલીસે મહિલા પોલીસ કર્મી વિરૂદ્ધ પણ કાર્યવાહી કરી અને ધાક બેસાડી છે કે કોઈ પણ પોલીસ કર્મી ગુનામાં સામેલ હશે તો તેના વિરૂદ્ધ પણ કાર્યવાહી થશે. મહિલા કોન્સ્ટેબલ સાથે ઝડપાયેલા મોટી ચીરઈના બુટલેગર યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા પર 16થી વધુ ગુનાઓ દાખલ છે.

વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો: ભચાઉ પોલીસ સ્ટેશન ખાતે યુવરાજસિંહ અને નીતા બંને વિરુદ્ધ હત્યાના પ્રયાસ અને દારૂબંધી હેઠળ ઈ.પી કો. કલમ 307,427,114 મુજબ તેમજ પ્રોહીબિશન કલમ 65 (એ) 116(બી) 98(2) 81 મુજબ ગુનો દાખલ કરીને ભચાઉ પોલીસ સ્ટેશનના એસ.પી.સિસોદિયા દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ઝડપાયેલા આરોપી યુવરાજસિંહ જાડેજાનો ગુનાહીત ઇતિહાસ:-

(1) વર્ષ 2016માં ભચાઉ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબિશન કલમ 65(એ) (ઈ) 116બી 66(1)(બી) મુજબ

(2) વર્ષ 2018માં ભચાઉ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબિશન કલમ 65(એ) (ઈ) 116બી મુજબ

(3) વર્ષ 2018માં ભચાઉ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબિશન કલમ 65(એ) (ઈ) 116 બી મુજબ

(4) વર્ષ 2018માં ભચાઉ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબિશન કલમ 65(એ) (ઈ) 116 બી મુજબ

(5) વર્ષ 2018માં ભચાઉ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબિશન કલમ 65(એ) (ઈ) 116 બી મુજબ

(6) વર્ષ 2018માં ભચાઉ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબિશન કલમ 65(એ) (ઈ) 116 બી મુજબ

(7) વર્ષ 2019માં ભચાઉ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબિશન કલમ 65(એ) (ઈ) 116 બી મુજબ

(8) વર્ષ 2019માં ભચાઉ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબિશન કલમ 65(એ) (ઈ) 116 બી મુજબ

(9) વર્ષ 2020માં ભચાઉ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબિશન કલમ 65(એ) (ઈ) 116 બી 81 મુજબ

(10) વર્ષ 2020માં ભચાઉ પોલીસ સ્ટેશન ખાતે ઈ.પી.કો કલમ 307,201,120 (બી), 294 (ખ) 114 મુજબ

(11) વર્ષ 2023માં ભચાઉ પોલીસ સ્ટેશન ખાતે ખાતે પ્રોહીબિશન કલમ 65(એ) (ઈ) 116 બી 98 (2) 81 મુજબ

(12) વર્ષ 2023માં ભચાઉ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબિશન કલમ 65(એ) (ઈ) 116 બી 81 મુજબ

(13) વર્ષ 2023માં ભચાઉ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબિશન કલમ 65(એ) (ઈ) 116 બી 81 મુજબ

(14) વર્ષ 2024માં ભચાઉ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબિશન કલમ 65(એ) (ઈ) 116 બી 81 મુજબ

(15) વર્ષ 2024માં ભચાઉ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબિશન કલમ 65(એ) (ઈ) 116 બી 81 મુજબ

(16) વર્ષ 2024માં ભચાઉ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબિશન કલમ 65(એ) (ઈ) 116 બી 81 મુજબના ગુનાઓ નોંધવામાં આવ્યા છે.

આરોપી મહિલા કર્મચારીને રિલ્સ બનાવવાનો શોખ: યુવરાજસિંહ બુટલેગર પર 2016થી અત્યાર સુધીમાં દારૂનો ધંધો કરતો હોવાથી દારૂબંધીના અને હત્યા કરવાના પ્રયાસ બદલ ભચાઉ પોલીસ મથકમાં કુલ 16 જેટલા ગુના નોંધાયેલાં છે. તો બીજી તરફ ઝડપાયેલ અન્ય મહિલા પોલીસ આરોપી નીતા ચૌધરી પોલીસ ગાઈડલાઈનનો ભંગ કરીને સોશિયલ મીડિયા પર પોલીસ યુનિફોર્મ અને સાદા વેશમાં અવારનવાર પોતાના અવનવા વીડિયો અને ફિલ્મી સ્ટાઈલે ડાયલોગબાજી કરતાં વીડિયો મૂકવાનો શોખ ધરાવે છે. નીતા ચૌધરીના ઈન્સ્ટાગ્રામ પર 42000થી પણ વધુ ફૉલોઅર છે.

  1. NEET કૌભાંડ મામલે જય જલારામ સ્કૂલના સંચાલકના 4 દિવસના રિમાન્ડ મંજૂર, સીબીઆઇની તપાસ ચાલુ - NEET scam case
  2. રાજકોટમાં માથું છુંદેલી હાલતમાં 22 વર્ષીય યુવકનો મૃતદેહ મળ્યો, પોલીસ લાગી તપાસમાં - Murder in rajkot

ABOUT THE AUTHOR

...view details