ગુજરાત

gujarat

ETV Bharat / state

અમરેલીના શેલાણા ગામે મિત્રો સાથે તળાવમાં નાહવા પડેલો સગીર ડૂબ્યો, બે દિવસમાં બીજી દુર્ઘટના

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના શેલણા ગામે 15 થી 17 વર્ષનો યુવક તળાવમાં નાહવા ગયો હતો જ્યાં તે તળાવના પાણીના યુવક ડૂબી ગયો.

મિત્રો સાથે નાહવા ગયો હતો ને ઘટના ઘટી...
મિત્રો સાથે નાહવા ગયો હતો ને ઘટના ઘટી... (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Nov 6, 2024, 6:09 PM IST

અમરેલી:જિલ્લાના સાવરકુંડલા તાલુકાના શેલાણા ગામે આવેલા એક તળાવમાં યુવક નાહવા માટે ગયો હતો. આ દરમિયાન નાહતા નાહતા પાણીમાં ગૂંગળામણ થવાને કારણે યુવકનું મોત થયું હતું. યુવક પાણીમાં ડૂબી જતાં આસપાસ હાહાકાર મચી ગયો હતો. ખાસ છે કે, ગઈકાલે જ કચ્છના રાપરમાં પણ તળાવમાં ડૂબી જવાના કારણે 4 લોકોના મોત થયા હતા.

ઘટના એમ હતી કે, થવી ગામના 15 થી 17 વર્ષનો યુવક મિત્રો સાથે નાહવા માટે તળાવમાં ગયો હતો. પરંતુ પાણીમાં અચાનક ગૂંગળામણ થવાના કારણે તે ડૂબાવ લાગ્યો હતો. યુવક અચાનક ડૂબી જતા બૂમાબૂમ થઈ હતી જેથી આજુબાજુમાં પસાર થતા વ્યક્તિઓ દોડીને તળાવ પાસે આવ્યા હતા.

સાવરકુંડલા તાલુકાના શેલણા ગામે 15 થી 17 વર્ષનો યુવક તળાવમાં નાહવા ગયો હતો (Etv Bharat Gujarat)

યુવક તળાવમાં અચાનક ડૂબી ગયો હોવાથી તેની તળવામાં ગુમ થયાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. ઉપરાંત સ્થાનિક તારવ્યાઓને પણ બોલાવવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ અને સ્થાનિક તરવૈયાઓ સ્થળ પર પહોંચ્યા અને હાલ યુવકના મૃતદેહની શોધ ખોળ હાથ ધરવામાં આવી છે.

શેલાણા તેમજ ઠવી ગામમાં બાળક ડૂબી જવાની ઘટનાની જાણ થતા ગ્રામજનો, સરપંચ સહિતના આગેવાનો ઘટના સ્થળ પર દોડી ગયા હતા. હાલ પોલીસ કાફલો તેમજ મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારી ઘટના સ્થળ પર હજાર છે અને વધુ તપાસ અને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો:

  1. વાપીથી નાસિક જતી 35 મુસાફરોથી ભરેલી બસને નડ્યો અકસ્માત, 5ને થઈ ઈજાઓ
  2. વડોદરામાં યુવક સગીરાને ભગાડી ગયા મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ

ABOUT THE AUTHOR

...view details