ગુજરાત

gujarat

ETV Bharat / state

અમરેલી જિલ્લાના હીરા ઉદ્યોગને લાગ્યું મંદીનુ ગ્રહણ, હીરાના કારીગરો બેરોજગાર થવાના આરે... - RECESSION IN DIAMOND INDUSTRY

અમરેલીમાં ખેતી બાદ સૌથી વધુ રોજગારી પૂરું પાડતો ઉદ્યોગ એટલે હીરા ઉદ્યોગ , પરંતુ દિવાળી બાદ પણ હીરા ઉદ્યોગમાં મંદીની સમસ્યા દૂર ન થતા કારીગરો ચિંતામાં મુકાયા છે.

અમરેલી જિલ્લાના હીરા ઉદ્યોગને લાગ્યું છે મંદીનુ ગ્રહણ
અમરેલી જિલ્લાના હીરા ઉદ્યોગને લાગ્યું છે મંદીનુ ગ્રહણ (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Nov 10, 2024, 3:22 PM IST

અમરેલી:દર દિવાળી વેકેશન બાદ લાભ પાંચમે હીરા ઉદ્યોગ ધમધમતો થાય છે, પરંતુ આ વર્ષે હીરા ઉદ્યોગના મોટાભાગના કારખાનાઓમાં હજુ પણ તાળા લાગેલા જોવા મળે છે, ત્યારે અમરેલી જિલ્લાના હીરા ઉદ્યોગની શું છે સ્થિતિ જોઈએ આ અહેવાલમાં.

અમરેલી જિલ્લામાં પહેલા 1200 જેટલા હીરાના કારખાનાઓ હતા. જેમાંથી હાલ 900 આસપાસના હીરાના કારખાનાઓ અને 50,000 જેટલા રત્ન કલાકારો રોજીરોટી માટે હીરા ઘસતા હોય છે. પણ હાલ હીરામાં મંદી એ તો બેરોજગારી લાવી દીધી છે. જેના પરિણામે રત્ન કલાકારો બેકારીના ખપ્પરમાં ધકેલાઇ રહ્યા છે. આમ, હીરા ઘસતા રત્ન કલાકાર અન્ય વ્યવસાય માટે રોજી રોટી મળે તેવા આશયથી કામે લાગ્યા છે.

અમરેલીમાં ખેતી બાદ સૌથી વધુ રોજગારી પૂરું પાડતો ઉદ્યોગ એટલે હીરા ઉધોગ (Etv Bharat Gujarat)

અમરેલીના ભરત વાઢેર એ પણ રત્ન કલાકાર છે. ભરતભાઈ બન્ને પગે દિવ્યાંગ છે. દિવાળી બાદ હીરાનું વેકેશન લંબાયું હોવાથી ના છૂટકે રત્ન કલાકાર ભરત વાઢેરને સરકારી યોજનાઓના ફોર્મ ભરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવાનો વારો આવ્યો છે. તમને જણાવી દઈએ કે, સામન્ય રીતે હીરા ઉદ્યોગ લાભ પાંચમથી શરૂ થાય છે, પરંતુ આ વર્ષે લાભ પાંચમ ગયા બાદ પણ હીરાના કારખાનાઓ બંધ હાલતમાં દેખાઈ રહ્યા છે. અમરેલી જિલ્લામાં ખેતી બાદ સૌથી વધુ કોઈ ઉદ્યોગમાં અહીંયા લોકો કામ કરતાં હોય તે હીરા ઉદ્યોગ છે. અહીંના હીરા ઉદ્યોગ પર નિર્ભર રત્ન કલાકારો હીરાના કારખાના બંધ રહેતા બેકાર બન્યા છે.

આ દરમિયાન જિલ્લા ડાયમંડ સેલના પ્રમુખ અને હીરાના કારખાના ધરાવતા ઘનશ્યામ ડોબરિયાએ હીરામાં મંદીનું કારણ યુધ્ધ જણાવ્યું હતું. તેમને જણાવ્યું કે, છેલ્લા ઘણા સમયથી યુક્રેન-રશિયા યુદ્ધની અસર અમરેલી જિલ્લાના હીરા ઉદ્યોગને નડતા મંદીનું ગ્રહણ લાગ્યું છે. જ્યારે કાચો રફ હીરા રશિયાનો હોવાથી અન્ય દેશો આ હીરાને સ્વીકારતા નથી. પરિણામે અમરેલી જિલ્લાના હીરા ઉદ્યોગને હાલ તાળા લાગ્યા છે. આમ, હીરા ઉદ્યોગ ક્યારે ફરી બેઠો થાય તે નક્કી નથી તેવી સ્થિતિનું નિર્માણ થયું હોવાનું જણાઇ રહ્યું છે.

આ પણ વાંચો:

  1. તુલીપ, આર્કિટ અને લીલયમ જેવા ફૂલોની લગ્નગાળામાં માંગ, જુઓ બજારના ભાવોને લઈને શું કહી રહ્યા છે વેપારીઓ
  2. વાવમાં વટની ચૂંટણી: અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પટેલે સાસરીમાં મામેરા રૂપી મત માંગ્યા

ABOUT THE AUTHOR

...view details