અમરેલી: અમરેલી જીલ્લામાં સંગ્રહ કરવામાં આવેલા પાકના સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં તેમજ સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં આજે મોટી માત્રામાં સીંગની આવક નોંધાઈ છે. આજે અમરેલીના સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં ઝીણી સીંગનો ભાવ ₹1,000 થી ₹1,151 સુધી બોલાયો હતો, જ્યારે મોટીનો ભાવ 1100 થી 1,201 રૂપિયા સુધી બોલાયો હતો. આજે માર્કેટિંગ યાર્ડમાં મોટી સંખ્યામાં ખેડૂતો જનસ લઈને પહોંચ્યા હતા અને ખેડૂતોએ સારા ભાવ મેળવ્યા હતા.
કપાસનો ભાવ ₹1,450 થી 1,565 રૂપિયા સુધી: આજે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં સફેદ તલનો ભાવ 1,952 રૂપિયાથી લઈને 2,509 સુધી બોલાયો હતો, જ્યારે સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં જીરુંનો ભાવ ₹4,375 થી 4,611 રૂપિયા સુધી બોલાયો હતો. મોટી સંખ્યામાં ખેડૂતો માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચ્યા હતા. અને ખેડૂતોને સારા ભાવ મળ્યા હતા.
સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં ચણાના ભાવમાં ઉછાળો (Etv Bharat Gujarat) લોકવન ઘઉં અને ટુકડા ઘઉંની પણ હરાજી કરાઈ: ઉપરાંત આજે કપાસના ભાવમાં આંશિક વધારો નોંધાયો છે. કપાસનો ભાવ ₹1,450 થી 1,565 રૂપિયા સુધી બોલાયો હતો. સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં કપાસની 5,750 મણની આવક નોંધાઈ હતી. તેમજ સાથે સાથે જ લોકવન ઘઉં અને ટુકડા ઘઉંની પણ હરાજી કરવામાં આવી હતી. લોકવન ઘઉંનો ભાવ ₹500 થી 635 રૂપિયા સુધી બોલાયો હતો જ્યારે ટુકડા ઘઉંનો ભાવ 551 થી 641 રૂપિયા સુધી બોલાયો હતો. સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડ ખાતે બાજરાનો ભાવ 400 રૂપિયાથી 632 રૂપિયા સુધી બોલાયો હતો.
સોયાબીનની આવકમાં થયો વધારો: આજે જુવારનો ભાવ ₹400 થી 800 રૂપિયા સુધી બોલાયો હતો, જ્યારે અડદનો ભાવ રૂ.823 થી 1,375 રૂપિયા સુધી બોલાયો હતો. સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં આજે ચણાનો ભાવ 1,025 થી 1,575 રૂપિયા સુધી બોલાયો હતો. માર્કેટિંગ યાર્ડમાં સોયાબીનની આવકમાં પણ વધારો થયો છે. સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં સોયાબીનનો ભાવ રૂપિયા 780 થી 844 સુધી બોલાયો હતો, જ્યારે ધાણાનો ભાવ 1,501 રૂપિયા સુધી બોલાયો હતો.
આ પણ વાંચો:
- શું લોકો આયાતી તેલ છોડી સીંગતેલ તરફ વળશે? ચીનની ખરીદી અને સરકારની ટેકાની ખરીદી પર આધાર તેલના ભાવ