અમરેલી:તાજેતરના અમરેલી નકલી લેટરકાંડમાં આરોપી બનાવેલ પાટીદાર સમાજની દીકરીના જામીન અને જેલમાંથી છોડાવવા માટે છેલ્લા 3 દિવસથી પ્રયાસો થઈ રહ્યા હતા. જેમાં ગઈ કાલે વકીલ દ્વારા જામીન અરજી મુકવામાં આવતા સાંજે 4 વાગ્યે જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. જે બાદ યુવતી જેલમાંથી બહાર આવી હતી.
કરુણ દ્રશ્યો સર્જાયા: અમરેલી જિલ્લામાં સતત ત્રણ દિવસથી પાટીદાર સમાજની પીડિત દીકરીને જેલમાંથી બહાર લાવવા માટે જેનીબેન ઠુમ્મર મહેનત કરી રહ્યા હતા. જે બાદ કોર્ટ દ્વારા કાયદો અને ન્યાય વ્યવસ્થા જાળવી અને યુવતીને ગઈ કાલે જામીન આપવામાં આવ્યા છે. જામીન મળતાની સાથે જ યુવતી જેલમાંથી બહાર આવી હતી. યુવતી બહાર આવતા કરુણ દ્રશ્યો સર્જાયા હતા. યુવતી પોતાના પિતાને ભેટીને રડી પડી હતી. મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા. યુવતીને પુષ્પહાર પહેરાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જેની સાથે જ માતા પિતાને ભેટી અને યુવતી રડી પડી હતી. જેલમાંથી બહાર આવતા યુવતીએ 'સત્યમેવ જયતેનું' નિવેદન આપ્યું છે.
પીડિત પાટીદાર યુવતીએ 'સત્યમેવ જયતેનું' નિવેદન આપ્યું (Etv Bharat Gujarat) બેંકમાં યુવતીને અપાઈ નોકરી
આ અંગે અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ડિરેક્ટર ભાવના ગોંડલીયાએ જણાવ્યું કે, આજે મળેલી બેંકની બોર્ડ મીટિંગમાં ઠરાવ કરવામાં આવ્યો છે. જેલમુક્તિ બાદ પીડિત દીકરીને અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં કાયમી નોકરી આપવા ઠરાવ થયો છે. બેંકના તમામ ડિરેકટરો દ્વારા દિલીપ સંધાણીના આ પ્રસ્તાવને વધાવાયો હતો. પાટીદાર યુવતીને ફરી સન્માન મળે અને પોતે આત્મ નિર્ભર બને તેવો પ્રયાસ કરાયો છે.
યુવતીને નોકરી આપવા કરાઈ રજૂઆત
અમરેલી જિલ્લાના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણીની ઉપસ્થિતમાં યુવતીને રોજગારી મળી રહે તે માટે આગેવાનોએ રજૂઆત કરી હતી. તે મુદ્દે બપોર બાદ બેઠક યોજાઇ હતી. અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક પીડિત દીકરીને કાયમી નોકરી આપશે. અમરેલીના સામાજિક આગેવાનોએ સહકારી આગેવાન દિલીપ સંઘાણીને આ મુદ્દે રજુઆત કરી હતી. આ મુદ્દે અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન દિલીપભાઈ સંઘાણી દ્વારા ત્વરીત નિર્ણય કરવામાં આવ્યો.
બેંકમાં યુવતીને અપાઈ નોકરી (Etv Bharat Gujarat) પાટીદાર સમાજના આગેવાનો દ્વારા રોષ વ્યક્ત કર્યો: પાટીદાર યુવતીના બીજા વકીલ ગોપાલ ઇટાલિયા અમરેલી એસ.પી. કચેરીએ પોહચ્યા હતા. ગોપાલ ઇટાલીયાએ સમર્થકો સાથે એસ. પી. સંજય ખરાતને પાઠવ્યું આવેદનપત્ર આપ્યું હતું. અમરેલીમાં બોગસ લેટરકાંડમાં પાટીદાર યુવતીનું સરઘસ કાઢવા મુદ્દે પાટીદાર સમાજ રોષે ભરાયો છે. સુરત શહેરમાં પણ પાટીદાર સમાજના આગેવાનો દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો અને અઠવા લાઇન્સ ખાતે કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી.
અંતે 5 દિવસ બાદ દીકરી જેલમાંથી બહાર આવી:અમરેલીની પીડિત પાટીદાર યુવતીની જામીન અરજીને સેશન કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવી હતી. યુવતીને 5 દિવસ બાદ જામીન મળ્યા છે. યુવતીને સેશન કોર્ટે 15 હજારના બોન્ડ પર જામીન આપ્યા છે. જેલમાંથી બહાર આવ્યા બાદ યુવતીએ મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપતા 'સત્યમેવ જયતે' કીધું હતું.
આ પણ વાંચો:
- સુરતમાં માતાના મિત્રએ યુવતીને દારૂ પીવડાવીને દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ, 7 મહિને ભાંડો ફૂટ્યો
- અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરી જેલ બહાર આવતા ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડી, બેંકની નોકરી આપવાની જાહેરાત