અમરેલી:જિલ્લાના જાફરાબાદમાં એક નાનકડા બાળક સાથે ઘાતકી ઘટના બની હતી. અહીં જીકાદ્રી ગામમાં રહેતા પરિવારના નાના બાળક પર સિંહણે હુમલો કર્યો હતો. સિંહણે ખેત મજુરના 6 વર્ષના બાળકને ફાડી ખાધો છે. વાસ્તવમાં ઘટના એમ બની હતી કે, રાત્રિના સમયે મોટા ભાઈ સાથે જતા બહાર જતાં નાના ભાઈને સિંહણ ઉપાડી ગઈ હતી. સિંહણે 6 વર્ષના બાળકને ફાડી ખાવાની ઘટનાની જાણ થતાં વનવિભાગ ઘટનાસ્થળે પોહચ્યું હતું. આ દરમિયાન સંપૂર્ણ ઘટનાની તપાસ કરતાં બાળકના હાથના અવશેષો મળી આવ્યા હતા. સાથે સાથે ગરદન અને અન્ય અવશેષ પણ મળી આવ્યા હતા.
સમગ્ર ઘટનાની જાણ વન વિભાગને કરવામાં આવી હતી. ત્યારબાદ વન વિભાગનો મોટી સંખ્યામાં કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. જે બાદ પરિવારને સાથે રાખી અને સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું.