અમરેલી: સૌરાષ્ટ્ર સાથે અમરેલી જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો ચીલાચાલુ ખેતી છોડીને અન્ય ખેતીમાં મબલખ કમાણી કરવાના અવનવા નુસખાઓ શોધી લેતા હોય છે. ત્યારે શાકભાજી ગણાતા સરગવાના શીંગો વેચવાની ખેતી કરવા કરતા સરગવાના પાનનો પાઉડર બનાવી લાખોની કમાણી કરતા ખેડૂતે નવતર ખેતીનો નવો રાહ ચીંધ્યો છે. ત્યારે શું છે સરગવાના પાનના પાઉડરની ખેતી જોઈએ આ સ્પેશ્યલ રિપોર્ટમાં...
અમરેલીના લાઠી પંથકમાં સરગવાની ખેતી:આજે દરેક ખેડૂતો કપાસ, મગફળી જેવી ખેતી કરી રહ્યા છે પણ લાઠીના કાળુભાઈ હુંબલે ચીલા ચાલુ ખેતી છોડીને સરગવાની ખેતી કરી રહ્યા છે અને લખપતિ બન્યા છે. 100 વિઘામાં લાઠીના ખેડૂત કાળુભાઈએ સરગવાની ખેતી છેલ્લા એક વર્ષથી શરૂ કરી છે. પરંતુ તેઓ સરગવાની ખેતીમાં સરગવાની શીંગ નહીં પણ સરગવા વૃક્ષના પાંદડાનો પાઉડર બનાવીને 1 કિલોના 250 રૂપિયા લેખે વેચાણ કરી રહ્યા છે.
સરગવો નહીં પણ તેનો પાઉડર વેચી બન્યા અમરેલીના ખેડૂત લખપતિ (Etv Bharat Gujarat) તેઓ 100 વિઘામાં સરગવાની ખેતીમાં 1 વિઘે 300 થી 400 મણનો ઉતારો કરે છે. આમ, 100 વિઘામાં 30 હજાર મણ સરગવાનો પાઉડર બનાવીને 250 રૂપિયાના કિલો લેખે ખેડૂત વેચાણ કરીને કાળુભાઈ લાખોનું ઉત્પાદન મેળવી રહ્યા છે.
સરગવો નહીં પણ તેનો પાઉડર વેચી બન્યા અમરેલીના ખેડૂત લખપતિ (Etv Bharat Gujarat) સરગવો નહીં પણ તેનો પાઉડર વેચી બન્યા અમરેલીના ખેડૂત લખપતિ (Etv Bharat Gujarat) સરગવાના પાઉડર બનાવવાની રીત: તમને જણાવી દઈએ કે, સરગવાના વૃક્ષને કટીંગ કરી તેના મશીનમાં નાના ટુકડા કરીને તેની સૂકવણી કર્યા બાદ ઘંટીમાં પાઉડર બનાવવામાં આવે છે અને તેનું વેચાણ થાય છે. 1 કિલોના 250 લેખે સરગવાના પાઉડરનું વેચાણ થાય છે. પરિણામે આખરે 1 કરોડનું ઉત્પાદન થાય છે અને ત્યારબાદ ખર્ચ બાદ કરતાં 75 લાખ સુધીનું નફો કાળુભાઈને મળી રહે છે.
સરગવો નહીં પણ તેનું પાઉડર વેચી બન્યા અમરેલીના ખેડૂત લખપતિ (Etv Bharat Gujarat) શરીર મારે ગુણકારી સરગવો:માત્ર એટલું જ નહીં પણ સરગવો આપણા શરીર માટે પણ ખૂબ ગુણકારી છે. ઉપરાંત હિમોગ્લોબિન એટલે કે લોહી વધારવામાં પણ રસગાવો મદદ કરે છે. સરગવાનો પાઉડર શારીરિક રોગો સામે પ્રતિકાત્મક રીતે લડીને શરીરને સ્વસ્થ રાખે છે.
સરગવો નહીં પણ તેનો પાઉડર વેચી બન્યા અમરેલીના ખેડૂત લખપતિ (Etv Bharat Gujarat) સરગવો નહીં પણ તેનો પાઉડર વેચી બન્યા અમરેલીના ખેડૂત લખપતિ (Etv Bharat Gujarat) દક્ષિણ ભારતમાં આ પાઉડરનું વેચાણ સારા પ્રમાણમાં થાય છે. જ્યારે અન્ય રાજ્યોમાં પણ આ સરગવાના પાઉડરનું વેચાણ થતું હોય છે. આમ, સરગવાના પાઉડર બનાવી તેનું વેચાણ કરી 75 લાખ જેટલો નફો મેળવી લાઠીના ખેડૂત કાળુભાઈ લખપતિ ખેડૂત બની ગયા છે.
આ પણ વાંચો:
- લાલ સીતાફળની ખેતીમાં લાભ, વર્ષે 5થી 6 લાખની આવક મેળવતા અમરેલી પંથકના ખેડૂત
- ખેડૂત મિત્રો ! શું તમે પણ ઘઉંનો મબલખ પાક મેળવવા માંગો છો ? તો વાંચો આ લેખ