ગુજરાત

gujarat

ETV Bharat / state

અમરેલી પંથકના આ ખેડૂતને તકમરીયાની ખેતીમાં મળી તેજી, ઓછા ખર્ચે અધધ ફાયદો

અમરેલી પંથકના ઘણા એવા ખેડૂતો જેઓ નવતર પાકોની ખેતી કરવામાં સફળ થયા છે. તેમાંથી જ એક છે પંકજભાઈ લુણાગરીયા કે, જેમણે તકમરીયાની ખેતી કરી છે.

અમરેલીના ખેડૂતે કરી તકમરીયાની ખેતી
અમરેલીના ખેડૂતે કરી તકમરીયાની ખેતી (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : 4 hours ago

અમરેલીઃઅમરેલી પંથકના ઘણા એવા ખેડૂતો છે જેઓ પરંપરાગત ખેતી છોડીને નવતર પાકોની ખેતી કરવામાં સફળ થયા છે. તેમાંથી જ એક છે પંકજભાઈ લુણાગરીયા જેમણે પોતાના ખેતરમાં ઔષધિય પાક ગણાતા તકમરીયાની ખેતી કરી છે.

નવતર ખેતીઃ આખા સૌરાષ્ટ્રમાં સહિત ગુજરાતમાં ક્યાંય ઔષધિય પાક ગણાતા તકમરીયાની ખેતી થતી હોય તેવું જણાયું નથી, પરંતુ અમરેલી જિલ્લાના એક પ્રગતિશીલ ખેડૂતે તકમરીયાની સફળ ખેતી કરીને સૌરાષ્ટ્રના ખેડૂતોને નવતર ખેતી તરફ વાળવાનો પ્રયાસ કર્યો છે.

અમરેલી પંથકના ખેડૂતે કરી તકમરીયાની સફળ ખેતી (Etv Bharat Gujarat)

તકમરીયાની ખેતીઃઅમરેલી જિલ્લાના લાપાળીયા ગામે રહેતા આ પ્રગતિશીલ ખેડૂતનું નામ પંકજભાઈ લુણાગરીયા છે. તેમણે પોતાના ખેતરમાં ઔષધિય પાક ગણાતા તકમરીયાની ખેતી કરી છે. સામાન્ય રીતે તકમરીયાની ખેતીનું વાવેતર શ્રાવણ માસમાં કરવામાં આવે છે. પકંજભાઈએ 1 વીઘામાં માત્ર 350 ગ્રામ જેવું તકમરીયાનું બિયારણ વપરાયુ હોવાનું જણાવ્યું છે, અને સાડા 4 વીઘાની તકમરીયાની ખેતીમાં માત્ર 600 થી 700 રૂપિયાના બિયારણમાં થઈ ગઈ છે. બીજો એક ફાયદો એ કે તકમરીયાની ખેતીને કોઈ ભૂંડ કે નીલગાય ખાતા નથી જેથી તકમરીયાના પાકને નુકસાન પહોંચતું નથી અને ખેતીમાં ફાયદો જ રહે છે. પંકજભાઈ આ અગાઉ તકમરીયાની ખેતી કરેલી હોવાથી 500 રૂપિયા કિલો લેખે ઘર આંગણે વેચાણ કર્યુ હોવાથી તેમને 1 વીઘે 10 મણ જેવો ઉતારો મળ્યો અને સારો એવો આર્થીક ફાયદો પણ મેળવ્યો છે.

લાપાળીયા ગામના પ્રગતિશીલ ખેડૂત પંકજભાઈ (Etv Bharat Gujarat)

4 લાખની કમાણી થવાનો અંદાજઃ પંકજભાઈના જણાવ્યા અનુસાર તકમરીયાના પાકની આજદિન સુધી ક્યારેય કોઈ માર્કેટીંગ યાર્ડમાં જાહેર હરરાજી થઈ હોઈ તેવું જોવા મળ્યું નથી. જેથી તેનું વેચાણ છૂટક જ કરવું પડે છે. તકમરીયાનો ભાવ કિલોના 500 રૂપિયા લેખે 1 મણના 10 હજાર મળી રહ્યાં છે, જ્યારે 1 વીઘે 10 મણ જેવો ઉતારો આવે છે અને 40 મણ ઉપર તકમરીયાનો ઉતારો આવશે તેવી પંકજભાઈને આશા છે. તેમનું કહેવું છે કે, વાવેતર વખતે નજીવા ખર્ચમાં તકમરિયાની ખેતીમાં થાય છે, પણ પાક વખતે મજૂરી સહિતનો થોડો ખર્ચ બાદ કરતા અંદાજીત 4 લાખની કમાણી થવાનો અંદાજ છે.

સાડા 4 વીઘામાં કરી તકમરીયાની ખેતી (Etv Bharat Gujarat)

લાપાળીયા ગામના પ્રગતિશીલ ખેડૂત પંકજભાઈ લુણાગરીયા સહિત અમરેલી પંથકના ઘણા એવા ખેડૂતો છે જેઓ પરંપરાગત ખેતી છોડીને નવતર પાકોની ખેતી કરવામાં સફળ થયા છે. કોઈ બાગાયતી તો ઓર્ગેનિક અને પ્રાકૃતિક ખેતી કરીને ખેતીમાં ઓછા ખર્ચે બમણો ફાયદો મેળવી રહ્યાં છે અને અન્ય ખેડૂતો માટે પ્રેરક ઉદાહરણ બની રહ્યાં છે.

  1. જામફળની જોરદાર ખેતી, અમરેલી પંથકના આ ખેડૂતે કરી વાર્ષિક 4 થી 5 લાખ રૂપિયાની કમાણી
  2. કસ્તુરીમાં બમ્પર કમાણી, અમરેલી પંથકના ખેડૂતે 1 વિઘામાં મેળવ્યું 10 ટન ડુંગળીનું ઉત્પાદન

ABOUT THE AUTHOR

...view details