અમરેલી: જિલ્લાના સુરગપુરા ગામમાં ખેતરમાં આવેલા બંધ બોરવેલમાં દોઢ વર્ષની આરોહી નામની બાળકી પડી ગઈ હતી. આ બાળકીને બચાવવાનું અભિયાન યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. આ બચાવ કામગીરીમાં જિલ્લા વહીવટી તંત્રની સાથે ફાયર, 108 વગેરે વિભાગો જોડાયા છે.
અમરેલીના સુરગપુરામાં દોઢ વર્ષની બાળકી બોરવેલમાં પડી ગઈ, યુદ્ધના ધોરણે ચાલી રહી છે બચાવ કામગીરી - Amreli - AMRELI
અમરેલી જિલ્લાના સુરગપુરા ગામમાં આજે દોઢ વર્ષની બાળકી ખેતરમાં આવેલા ખુલ્લા બોરવેલમાં પડી ગઈ હતી. બાળકીને બચાવવા માટેના તમામ પ્રયાસો સત્વરે શરૂ કરી દેવામાં આવ્યા હતા. જિલ્લા વહીવટી તંત્ર, ફાયર અને ખાસ કેમેરા મારફતે પણ બાળકીનું લોકેશન મેળવીને તેને બચાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે.
![અમરેલીના સુરગપુરામાં દોઢ વર્ષની બાળકી બોરવેલમાં પડી ગઈ, યુદ્ધના ધોરણે ચાલી રહી છે બચાવ કામગીરી - Amreli Etv Bharat Gujarat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14-06-2024/1200-675-21713018-thumbnail-16x9-b-aspera.jpg)
Published : Jun 14, 2024, 8:31 PM IST
સમગ્ર ઘટનાક્રમઃ સુરગપુરા ગામના ખેતરમાં બંધ પડેલા બોરવેલમાં રમતી વખતે બપોરના 11થી 12 કલાકની વચ્ચે દોઢ વર્ષની બાળકી રમતાં રમતાં બોરવેલમાં ગરકાવ થઈ ગઈ હતી. બાળકી બોરવેલ માં પડતા જ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ તાબડતો બાળકીને બચાવવા માટેનો અભિયાન શરૂ કર્યું અને રોબોટની મદદ થી પણ બાળકીનું લોકેશન જાણીને તેને સફળતાપૂર્વક બોરવેલ ની બહાર કાઢી શકાય તે માટે ઓપરેશન શરૂ કરાયું છે.
અગ્રણીઓની દેખરેખઃ આ બાળકીને બચાવવાની કામગીરીને સાત કલાક થયા પરંતુ હજુ સુધી બાળકીને બોરની બહાર કાઢવામાં સફળતા મળી નથી. બાળકી બોરવેલ માંથી કુશળતાપૂર્વક બહાર આવે તેવી સૌ પ્રાર્થના કરી રહ્યા છે. અમરેલીના સાંસદ ભરત સુતરીયા, લાઠીના ધારાસભ્ય જનક તળાવીયાની સાથે અમરેલી જિલ્લા વહીવટી તંત્રના તમામ અધિકારીઓ પણ ઘટના સ્થળે હાજર છે અને સમગ્ર ઓપરેશન પર દેખરેખ રાખી રહ્યા છે.