અમરેલી: જિલ્લામાં સિંહની સંખ્યામાં ખૂબ જ વધારો થયો છે. અમરેલી જિલ્લાના 11 તાલુકામાં સિંહ પરિવાર વસવાટ કરે છે. તો સાથે જ અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથ ભાવનગર જિલ્લામાં સિંહનો સામ્રાજ્ય છે. સૌથી વધારે ગીર પંથકમાં સિંહ જોવા મળતા હોય છે, ત્યારે રાત્રિના સમયે શિકાર કરવા સિંહ ગ્રામીણ વિસ્તાર અને જંગલ વિસ્તારની અંદર જતા હોય છે. જાફરાબાદ તાલુકાના કાગવદર ગામ પાસે નેશનલ હાઈવ ઉપર લટાર મારતા સિંહ કેમેરામાં કેદ થયા હતા.
અમરેલી જિલ્લામાં અવારનવાર સિંહના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે, ત્યારે વધુ એક સિંહનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના કાગવદર ગામ પાસે હાઇવે ઉપર શિકારની શોધ માં 2 સિંહ નીકળ્યા હતા. જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.