અમદાવાદ: રાજ્ય સરકાર દ્વારા બધા કર્મચારીઓને દિવાળી પહેલા પગાર અને પેન્શન ચૂકવવાની જાહેરાત બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોર્પોરેશનના વર્ગ 1 થી 4 કર્મચારીઓને 25 ઓક્ટોબર સુધીમાં પગાર પેન્શન અને બોનસ ચૂકવી દેવાની જાહેરાત કરવામાં આવી છે.
AMC કર્મચારીઓને પગાર અને પેન્શન ચૂકવશે:
AMC તેના કર્મચારીઓને વહેલો પગાર ચૂકવશે (Etv Bharat Gujarat) AMCમાં 23500 જેટલા કુલ કામ કરતા કર્મચારીઓ છે. તદુપરાંત 13700 જેટલા પેન્શન ધરાવતા કર્મચારીઓ સહિત આ બધાનો પગાર દિવાળી પહેલા ચૂકવવામાં આવશે. તે પ્રકારની જાહેરાત કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી દ્વારા કરવામાં આવી છે. વધુમાં દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, વર્ગ 4નાં કર્મચારીઓને પગાર સાથે બોનસ ચૂકવવામાં આવશે. જેમાં 25 થી 26 ઓક્ટોબરના રોજ કર્મચારીઓને પગાર પ્લસ બોનસ આપી દેવામાં આવશે. જેમાં કુલ રકમની વાત કરીએ તો 145 કરોડ જેટલી રકમ પગાર સાથે બોનસની થશે.
આ પણ વાંચો:
- ઈકોઝોનના વિરોધમાં તલાલા માર્કેટિંગ યાર્ડ પણ જોડાયું, સરકારને કાયદો પાછો ખેંચવા કરી માંગણી
- ગુજરાત GST કૌભાંડમાં 200 નકલી સંસ્થાઓની યાદી EDની રડારમાં