ગુજરાત

gujarat

ETV Bharat / state

અંબાજી મંદિરમાં માઈભક્તે કર્યુ એક કિલો સોનાનું ગુપ્ત દાન, અર્પણ કર્યા સોનાના 10 બિસ્કીટ - secret donation of 1 kg gold

બનાસકાંઠાના અંબાજી મંદિરમાં એક માઈ ભક્ત દ્વારા એક કિલો સોનાનુ ગુપ્ત દાન આપવામાં આવ્યું છે દાન એકત્ર કરતા સમયે સોનાના 10 બિસ્કીટ ગુપ્ત દાન તરીકે મળી આવ્યા છે. secret donation of 1 kg gold

અંબાજી મંદિરને 1 કિલો સોનાનું ગુપ્ત દાન મળ્યું
અંબાજી મંદિરને 1 કિલો સોનાનું ગુપ્ત દાન મળ્યું (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Sep 5, 2024, 7:18 AM IST

માઈભક્તે અંબાજી મંદિરને 1 કિલો સોનાનું ગુપ્ત દાન અર્પણ કર્યુ (Etv Bharat Gujarat)

અંબાજી:જગવિખ્યાતમાં અંબાના ધામમાં દરરોજ હજારો ભક્તો માં અંબાના દર્શને આવતા હોય છે અને પોતાની મનોકામનાઓ પૂર્ણ થતા તેઓ માતાજીના ચરણોમાં દાન ધરતા હોય છે અનેક વખત માતાજીના ચરણોમાં સોનાનું દાન ભક્તોએ ધર્યું છે. જેમાં વધુ એક માઈ ભક્તે મા અંબાને અધધ સોનું અર્પણ કર્યુ છે.

વિશ્વમાં વસતા કરોડો માઈભક્તો માં અંબામાં અનેરી આસ્થા ધરાવે છે જેના કારણે તેઓ દિલ ખોલીને માતાજીને સોનાનું દાન આપે છે ત્યારે એક માઇભક્ત દ્વારા એક કિલો સોનાનુ ગુપ્તદાન અપાયું હોવાનું અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

100 કિલોગ્રામના 10 સોનાના બિસ્કિટનું ગુપ્ત દાન (Etv Bharat Gujarat)

અંબાજી મંદિરમાં ભંડારો ખોલવામાં આવતા તેમાંથી માતાજીની ચુંદડીમાં મુકેલ 10 સોનાના 100 કિલોગ્રામના અલગ-અલગ બિસ્કીટ મળી આવ્યા છે. જેની અંદાજિત કિંમત 70 થી 75 લાખ જેટલી થાય છે. આ અંગેની સોની પાસે ખરાઈ કર્યા બાદ ટ્રસ્ટમાં જમા લેવામાં આવ્યું છે અને ભેટની રકમ એકાઉન્ટ ઓફિસરની હાજરીમાં ગણીને ટ્રસ્ટના ચોપડે નોંધવામાં આવી છે.

માતાજીના ચરણોમાં એક કિલો સોનાનુ ધરનાર માઈભક્ત દ્વારા નામ જાહેર કર્યા વિના આ ગુપ્ત દાન આપવામાં આવ્યું છે, આ ગુપ્ત દાન મળ્યાની માહિતી પણ વહીવટદાર દ્વારા મીડિયાને અપાઈ હતી.

આ પણ વાંચો:

  1. અંબાજીમાં નેતાઓ જમ્યા 1700ની ડીશ, 11 લાખથી વધારેનું બિલ આપવાનું થયું મંદિર ટ્રસ્ટને? - Politician food bill Ambaji
  2. પાલનપુરમાં વરસાદનો કહેર: વરસાદી પાણી ઘરોમાં ઘુસ્યા, રોડ રસ્તા પાણીમાં ધોવાયા - banaskantha rainfall update

ABOUT THE AUTHOR

...view details