બનાસકાંઠા :અંબાજીમાં સગીરા પર દુષ્કર્મની ઘટના બાદ અંબાજી પોલીસે સગીરા પર દુષ્કર્મની ઘટનામાં મોસ્ટ વોન્ટેડ એક શખ્સનો સ્કેચ જાહેર કર્યો છે, જે સગીરાને બાઈક પર બેસાડીને લઈ ગયો હતો. સાથે જ હેલ્પલાઈન નંબર પણ પોલીસે જાહેર કર્યો છે.
સગીરા પર સામૂહિક દુષ્કર્મ :અંબાજીમાં સગીરા પર છ શખ્સોએ બળજબરી દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ આરોપીઓ અર્ધ બેભાન અવસ્થામાં છોડીને ફરાર થયા હતા. ત્યારે પોલીસ પકડથી દૂર આ નરાધમોને પકડવા પોલીસ કામે લાગી છે. વહેલી તકે નરાધમો પોલીસ પકડમાં આવે તે માટે ટીમ બનાવી તમામ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી રહી છે.
આરોપીનો સ્કેચ થયો જાહેર :સગીરાની માતાની ફરિયાદ બાદ અંબાજી પોલીસે એક આરોપીનો સ્કેચ બનાવ્યો, જે ઘોડાટાકણી ગામનો વતની અને ભોગ બનનારનો પરિચિત વ્યક્તિ હતો. બાદમાં આ સ્કેચ અંબાજી ગામમાં જાહેરમાં લગાવવામાં આવ્યો છે, સાથે જ હેલ્પલાઇન નંબર પણ પોલીસે જાહેર કર્યો છે. આ મોસ્ટ વોન્ટેડ શખ્સ ક્યાંય દેખાય તો પોલીસને જાણ કરવા માટે જણાવવામાં આવ્યું છે.
કોણ છે આરોપી ?પોલીસે જેનો સ્કેચ જાહેર કર્યો છે તે શખ્સ ભોગ બનનારનો પરિચિત છે, તે સગીરાને બાઈક પર બેસાડી છાપરી રોડ પર અવાવરું જગ્યાએ લઈ ગયો હતો. બાદમાં તેણે સગીરા સાથે બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. સગીરા બુમો ના પાડે તેના માટે તેના મોઢામાં ડૂચો લગાવ્યો હતો. આખરે આરોપીઓ દુષ્કર્મ આચરી ત્યાંથી ફરાર થયા હતા.
છ શખ્સો વિરુદ્ધ ફરિયાદ :આરોપી સુધી પોલીસ પહોંચવાનો પ્રયાસ કરી રહી છે, જે બાદ અન્ય પાંચ શખ્સોને પણ ઝડપી લેવા પોલીસે હવે તમામ દિશાઓમાં તપાસ આરંભી દીધી છે. સગીરા પર દુષ્કર્મ કેસના આરોપીઓને પકડી લેવા માટે પોલીસે કમર કસી છે.
- પાલનપુરમાં ડોકટર પર નજીવી બાબતે જીવલેણ હુમલો
- માઉન્ટ આબુમાં મિત્ર પર તેના મિત્રને સળગાવવાનો આરોપ