રાજકોટ :અક્ષય તૃતીયા દિવસ એટલે નવી શરૂઆત માટે વણજોયા મુહર્તોનો સારામાં સારો દિવસ. રાજકોટમાં સોના-ચાંદીની ખરીદીમાં પ્રોત્સાહક માહોલ જોવા મળ્યો છે. વૈશ્વિક પટલ પર ડી-ડોલરાઈઝેશનની રમતને ખાળવા માટે મોટાભાગના રાષ્ટ્રો તેમનું સોવેરીન રેટિંગ સુધારવા માટે સોના તરફ વળતા સોનાનાં ભાવમાં તેજી જોવા મળી છે. ગઈકાલે 22 કેરેટ સોનાનો 1 તોલા કે 10 ગ્રામની કિંમત 66,150 રૂપિયા હતી. આજે બજાર 67,000 રૂપિયા પ્રતિ તોલાના ભાવથી ખૂલ્યું હતું. આ ભાવ વધારાની સ્થિતિમાં પણ અક્ષય તૃતીયાના મુહૂર્ત સાચવવા માટે સોના-ચાંદીની ખરીદીમાં જમાવટ નોંધાઈ છે.
અક્ષય તૃતીયા નિમિત્તે સોના-ચાંદીમાં ધૂમ ખરીદી, ઘડામણ પર તગડું ડિસ્કાઉન્ટ - Akshay Tritiya 2024 - AKSHAY TRITIYA 2024
આંતરરાષ્ટ્રીય બજારમાં 22 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 850 રૂપિયાનો વધારો જોવા મળ્યો હોવા છતાં, રાજકોટમાં સોના-ચાંદીની ખરીદીમાં સારો માહોલ જોવા મળ્યો છે. આ પરિસ્થિતિમાં રાજકોટના સોની વેપારીઓએ હજુ વધુ સોનું અને ચાંદી ખરીદાય એ માટે ગ્રાહકોને પ્રોત્સાહક ઓફર આપી છે. અખાત્રીજ નિમિતે ETV Bharat નો વિશેષ અહેવાલ...
Published : May 10, 2024, 4:44 PM IST
|Updated : May 10, 2024, 6:36 PM IST
સોના-ચાંદીની દમદાર ખરીદી :આજે અક્ષય તૃતીયા નિમિત્તે બજારમાં સોના-ચાંદીની ઘરાકીમાં અને ગ્રાહકોને સોના-ચાંદીની ખરીદી તરફ આકર્ષવા માટે રાજકોટ ગોલ્ડ ડીલર્સ એસોસિએશન સાથે સંકળાયેલા સોની બજારના તમામ સભ્ય-વેપારીઓએ સોનાનાં પ્રતિ તોલા ખરીદી પર 1,500 રૂપિયા મજૂરી ખર્ચનું ડિસ્કાઉન્ટ આપવાનું નક્કી કર્યું હતું. એકંદરે સોના-ચાંદીના દાગીના કે ઘરેણાની ખરીદી ઉપરાંત લગડીની ખરીદી કરનારા રોકાણકારોમાં પણ ક્યાંય મુહૂર્ત ખરીદી સાચવવાનો માહોલ જોવા મળ્યો હતો.
સોના-ચાંદીના ભાવમાં વધારો : વૈશ્વિક અનિશ્ચિતતા અને તૂટી રહેલા શેરબજાર સામે ગ્રાહકોએ આ વર્ષની અક્ષય તૃતીયાની ખરીદીની તકને ક્યાંક રોકાણની તક તરીકે મૂલવી છે. આથી સોના-ચાંદીની ખરીદીમાં સારું વલણ જોવા મળ્યું હોવાની વાતને સોની બજારનાં નાના-મોટા વેપારીઓએ પણ સ્વીકારી હતી. ચૂંટણીના માહોલને કારણે લાગેલી આચારસંહિતા હોવાથી કેસ રૂપિયો ઓછો ફરતો થયો હતો. ઉપરાંત રોકડથી સોના-ચાંદીની ખરીદીમાં એક પ્રકારે બ્રેક લાગી હતી. જોકે ચૂંટણી પૂર્ણ થતાં હવે આજના દિવસે સારો ધંધો કરશે તેવી આશા સોના-ચાંદીના વેપારીઓએ વ્યક્ત કરી હતી.