અમદાવાદ :અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ (AICC) દ્વારા ગુજરાતના 13 જિલ્લાઓમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ અને જિલ્લા શહેર કોંગ્રેસ સમિતિના નવા પ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે. કોંગ્રેસ પક્ષ તરફથી ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીએ નવનિયુક્ત પ્રમુખોની સત્તાવાર યાદી જાહેર કરી છે.
District Congress Committee : ગુજરાત કોંગ્રેસનું માળખું મજબૂત કરવા કવાયત, 13 જિલ્લાની કોંગ્રેસ સમિતિના નવા પ્રમુખોની નિમણૂક - Congress President Shaktisinh Gohil
અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ (AICC) દ્વારા ગુજરાતના 13 જિલ્લાઓમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ અને જિલ્લા શહેર કોંગ્રેસ સમિતિના નવા પ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે. જુઓ સંપૂર્ણ માહિતી
Published : Feb 15, 2024, 5:38 PM IST
AICC ની સત્તાવાર જાહેરાત : કોંગ્રેસ મોવડી મંડળ દ્વારા ગુજરાતના 13 જિલ્લાઓમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ, જિલ્લા શહેર કોંગ્રેસ સમિતિના નવા પ્રમુખ તેમજ OBC ડિપાર્ટમેન્ટના ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક કરવામાં આવી છે. દિલ્હીથી કોંગ્રેસ મોવડી મંડળ દ્વારા કરવામાં આવેલ નવા પ્રમુખોની નિમણુંકોને પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આવકારી હતી.
રાજેશ ગોહિલ OBC ડિપાર્ટમેન્ટના પ્રમુખ : ગુજરાતના વિવિધ 13 જિલ્લાઓમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ અને જિલ્લા શહેર કોંગ્રેસ સમિતિ માટે નવા પ્રમુખની નિમણૂક કરવામાં આવી છે. જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના OBC ડિપાર્ટમેન્ટના ચેરમેન તરીકે પૂર્વ ધારાસભ્ય રાજેશ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. જ્યારે વર્કીંગ ચેરમેન તરીકે રમેશ દેસાઈ, મહેશ રાજપૂત તથા રાજેશ આહીરની નિમણુંક કરાઈ છે.
- ગુજરાતના 13 જિલ્લાઓમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ, જિલ્લા શહેર કોંગ્રેસ સમિતિના નવા પ્રમુખની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે, જે નીચે મુજબ છે.
પ્રમુખ | જિલ્લો | |
મનોજ કથીરીયા | જામનગર જિલ્લો | |
મનોજ જોષી | જૂનાગઢ શહેર | |
નૌશાદ સોલંકી | સુરેન્દ્રનગર જિલ્લો | |
કિશોર ચીખલીયા | મોરબી જિલ્લો | |
હિતેશ વ્યાસ | ભાવનગર શહેર | |
હસમુખ ચૌધરી | મહેસાણા જિલ્લો | |
અશોક પટેલ | સાબરકાંઠા જિલ્લો | |
રાજેન્દ્રસિંહ રાણા | ભરૂચ જિલ્લો | |
ધનસુખ રાજપુત | સુરત શહેર | દિનેશ સાવલિયા અને વિપુલ ઉધનાવાલા (વર્કીંગ પ્રેસિડેન્ટ) |
અતુલ રાજાણી | રાજકોટ શહેર | |
અમરસિંહ સોલંકી | અમદાવાદ જિલ્લો | |
ગુલાબસિંહ ચૌહાણ | મહીસાગર જિલ્લો | |
ગેમર રબારી | પાટણ જિલ્લો |