મહેસાણા: જિલ્લામાં ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલા વધુ એક કેમ્પની માહિતી સામે આવી છે. મહેસાણા તાલુકાના લાઘણજ ગામે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કેમ્પ યોજવામાં આવ્યો હતો. જે કેમ્પ બાદ 25 થી વધુ લોકોને બસ મારફતે અમદાવાદ હોસ્પિટલ લઈ પણ જવાયા હતા.
ખ્યાતિ હોસ્પિટલે લાંઘણજ ગામે કેમ્પ કર્યો હતો: મહેસાણા તાલુકાના લાઘણજ ગામે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા યોજવામાં કેમ્પ કરવામાં આવ્યો હતો. 1 જાન્યુઆરી 2023 ના રોજ લાઘણજ ગામે કેમ્પ યોજાયો હતો. મહેસાણા જિલ્લા આરોગ્ય તંત્ર લાઘણજ ગામમાં યોજાયેલા કેમ્પથી અજાણ હોય તેવું જણાઇ રહ્યું છે. ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કેમ્પ બાદ 25 થી વધુ લોકોને બસ મારફતે અમદાવાદ હોસ્પિટલ લઈ જવાયા હતા. જેમાં ઢીંચણ અને ડાયાબિટીસ જેવી ચેકઅપ કરાવવા ગયેલ લોકોને એન્જિઓપ્લાસ્ટી કરાઈ હોવાનું સામે આવ્યું છે.
ખ્યાતિ હોસ્પિટલે મહેસાણાના લાંઘણજમાં પણ કર્યો હતો કેમ્પ (Etv Bharat GUJARAT) ઓપરેશન કરવા હોસ્પિટલે દબાણ કર્યુ: ડાયાબિટીસની સારવાર લેવા ગયેલા વ્યક્તિને એન્જિઓપ્લાસ્ટી કરાઈ અને જે લોકોને કોઇ પણ તકલીફ ન હોવા છતા એન્જિઓપ્લાસ્ટી કરી દેવામાં આવી હોવાનો લોકોએ આક્ષેપ કર્યો છે. ખ્યાતિ હોસ્પિટલ દ્વારા માત્ર આયુષ્માન કાર્ડ અંતર્ગત યોજનાઓનો લાભ લેવા આ પ્રકારના કેમ્પો યોજવામાં આવતા હતા. કોઈપણ બીમારી ન હોવા છતાં લાંઘણજ ગામના લોકોને એન્જિઓગ્રાફી અને કેટલાકને એન્જિઓપ્લાસ્ટી કરી દેવાઇ હતી. કેટલાક લોકોએ સારવારની ના પાડતા ઓપરેશન કરવા હોસ્પિટલ તંત્ર દબાણ કરતું હોવાના પણ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે અને ઓપરેશન નહીં કરાવો તો આયુષ્માન કાર્ડ પરત ન આપવાની પણ વાત કરી હતી.
આ પણ વાંચો:
- અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં 2 લોકોના મોતથી ઉહાપોહ, લોકોએ કરી તોડફોડ
- ખ્યાતિ હોસ્પિટલની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપાઈઃ પોલીસ કમિશનર