અમદાવાદ: શહેરના પીપળજમાં ગુજરાતનો સૌથી મોટો વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. આ પ્લાન્ટ દ્વારા જે કચરો કે વેસ્ટ હશે તેનું નિકાલ કરી તેમાંથી વીજળી ઉત્પન્ન કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, આ પ્લાન્ટ રોજ 1,000 મેટ્રિક ટન કચરાનો નિકાલ કરીને કલાકની 15 મેગાવૉટ વીજળી ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે.
PPP મોડેલથી તૈયાર કરાયો છે આ પ્લાન્ટ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને જિંદાલ ગ્રૂપ વચ્ચેની જાહેર-ખાનગી ભાગીદારી દ્વારા આ બનાવાયો છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા ઉદ્ઘાટન થયા બાદ આ પ્લાન્ટે કામ કરવાની શરૂઆત કરી દીધી છે.
અમદાવાદમાં બન્યો રાજ્યનો સૌથી મોટો વેસ્ટ-ટુ-એનર્જી પ્લાન્ટ (Etv Bharat Gujarat) આ પ્લાન્ટ રોજ 1,000 મેટ્રિક ટન કચરાનો કરે છે નિકાલ:મળતી માહિતી પ્રમાણે હાલ દરરોજ 1,000 ટન કચરા પર પ્રક્રિયા કરે છે અને પ્રતિ કલાક 15 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરે છે, પરંતુ નજીકના સમયમાં પ્લાન્ટ શહેરના કુલ 4,000 મેટ્રિક ટન પ્રતિદિન કચરાના ઉત્પાદનનું સંચાલન કરશે અને આશરે 350 મેગાવોટ પાવરનું ઉત્પાદન કરશે.
અમદાવાદમાં બન્યો રાજ્યનો સૌથી મોટો વેસ્ટ-ટુ-એનર્જી પ્લાન્ટ (Etv Bharat Gujarat) પીરાણા લેન્ડફિલ પર કચરાની સમસ્યાનો ઉકેલ થઈ શકશે: આ પ્લાન્ટ પીરાણા લેન્ડફિલ પર કચરાની સમસ્યાને ઉકેલવામાં પણ મદદ કરશે. પીરાણા ડમ્પિંગ સાઈડ પર નાખવામાં આવતો શહેરનો કચરો હવે પ્રોસેસ થઈ આ પ્લાન્ટ દ્વારા એનર્જી પ્રોડ્યુસ કરશે, તેથી પીરાણા લેન્ડફિલની સમસ્યાનું નિરાકરણ પણ આવશે અને બીજી બાજુ વેસ્ટ ટુ એનર્જીનો ઉપયોગ કરી સકારાત્મક પરિણામ મળશે. વધુમાં આ પ્રોજેક્ટથી રાષ્ટ્રીય સ્વચ્છતા સર્વેક્ષણમાં અમદાવાદના રેન્કિંગમાં સુધારો થવાની શક્યતાઓ પણ જોવા મળી રહી છે.
અમદાવાદમાં બન્યો રાજ્યનો સૌથી મોટો વેસ્ટ-ટુ-એનર્જી પ્લાન્ટ (Etv Bharat Gujarat) સ્થાનિક અર્થ તંત્રને ફાયદો પહોંચશે: આ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ ફ્લાય એશનું પણ ઉત્પાદન કરશે, જે ખુલ્લા બજારમાં વેંચવામાં આવશે જેનાથી સ્થાનિક અર્થતંત્રને પણ ફાયદો થશે. આમ, સ્વચ્છ ઊર્જા અને અસરકારક કચરા વ્યવસ્થાપન માટે અગત્યનું અને ઉમદા પગલું માનવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો:
- કચ્છના રાપરમાં બની કરુણ ઘટના, કેનાલમાં ડૂબતા બાળકને બચાવવા જતા 4 લોકોના મોત
- સાવરકુંડલામાં નાવલી નદી પર બનશે રિવરફ્રન્ટ, સીએમ પટેલે કર્યું ખાતમુહૂર્ત