ગુજરાત

gujarat

સ્કોલરશીપના નામે છેતરપિંડી: સોચ ફાઉન્ડેશનના ચેરમેને કરી લાખોની ઠગાઈ - Chairman cheated millions

By ETV Bharat Gujarati Team

Published : Jul 31, 2024, 6:34 PM IST

ટૂંકા રસ્તાથી રૂપિયા કમાવવા માટે લોકો ગમે તે હદ સુધી જતા રહે છે. ત્યારે આવો જ એક કિસ્સો અમદાવાદના સોચ ફાઉન્ડેશનના ચેરમેનનો સામે આવ્યો છે. અમદાવાદના અમરાઇવાડી વિસ્તારમાં આવેલા સોચ ફાઉન્ડેશન નામની સંસ્થાના ચેરમેને લોકોને લાલચ આપીને 16 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી.,ahmedabad soch foundation Chairman cheated

સ્કોલરશીપના નામે છેતરપિંડી
સ્કોલરશીપના નામે છેતરપિંડી (ETV Bharat Gujarat)

સોચ ફાઉન્ડેશનના ચેરમેને કરી લાખોની ઠગાઈ (ETV Bharat Gujarat)

અમદાવાદ: અમદાવાદમાં આવેલ અમરાઈવાડી વિસ્તારની શોચ ફાઉન્ડેશન સંસ્થાના ચેરમેને સ્કોલરશીપના ફોર્મની એક યોજના બહાર પાડી હતી. જેમાં ગરીબ વર્ગના લોકોના બાળકો માટે ₹200 ભરીને અલગ અલગ ધોરણ માટે અલગ અલગ રકમની સ્કોલરશીપ આપવાનું જાહેર કર્યું હતું. અહીં જાહેરાતમાં 4200 લોકોને સ્કોલરશીપ આપવાની જાહેરાત કરવામાં આવી હતી.

કુલ 21 લાખની કરી છેતરપિંડી: ત્યારે 8000 વિદ્યાર્થીઓ સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરીને જ્યારે સ્કોલરશીપ આપવાનો સમય આવ્યો ત્યારે સંસ્થાના ચેરમેન રાહુલ પરમાર નામનો વ્યક્તિ ફરાર થઈ ગયો હતો. આ સાથે બીજી એક યોજના જેમાં કપાસીયા તેલ આપવાનું કહીને 150 રૂપિયા દરેક ફોર્મમાં ભરાવીને 4000 મહિલાઓ પાસેથી 6 લાખ રૂપિયા ઉઘરાવવામાં આવ્યા હતા.

ફરિયાદ દાખલ થઈ: સ્કોલરશીપની છેતરપિંડીની સાથે સાથે સંસ્થામાં કામ કરતા કર્મચારીઓનો પણ બે મહિનાનો પગાર આપવામાં આવ્યો ન હતો. જેના લીધે છેતરપિંડી થયેલા લોકોની સાથે સાથે સંસ્થાના કર્મચારીઓ પણ આ વિરોધમાં જોડાયા હતા. ગરીબ લોકો અને સંસ્થામાં કામ કરતાં કર્મચારીઓની અથાક મહેનત બાદ આખરે અમરાઈવાડી પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી.

આ ઘટના પરથી ખ્યાલ આવે છે કે ગરીબ લોકો અને બાળકોની ફરિયાદ ન લઈને જે ભેદભાવ કરવામાં આવ્યો છે અને ત્યારબાદ ઉચ્ચ અધિકારીઓ જોડે વાત પહોંચી ત્યારે સમગ્ર ઘટનાની ફરિયાદ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી.

કાર્યવાહી હાથ ધરાઈ: અમરાઈવાડી પીઆઇ સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે ફરિયાદ મોડી નોંધવાનું કારણ ઘટનાની તમામ વિગતો છે. હવે આગળની તપાસમાં પીઆઈએ જણાવ્યું હતું કે જે બેંક ખાતાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે બેંક ખાતા કિસ કરી દેવામાં આવશે. મુખ્ય આરોપી રાહુલ પરમારને શોધવા પોલીસ દ્વારા અલગ અલગ ટીમનું નિર્માણ કરવામાં આવ્યું છે.

  1. મંદિર બનાવવાના નામે અમદાવાદના વેપારી સાથે ઠગાઈ, ખોટા MoU કરી 2.63 કરોડનું બુચ માર્યું - Kheda Fraud Crime
  2. ભાજપ નેતાના પુત્રની ગીરવે મૂકેલી ગાડીઓમાં દારૂ-ગૌમાંસની હેરાફેરી, લોકોની ગીરવે મૂકેલી 76માંથી 35 કાર પોલીસે જપ્ત કરી - Ahmedabad News

ABOUT THE AUTHOR

...view details