ETV Bharat / state

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ ભવનમાં રાત્રી રોકાણ કરશે, ગુજરાત સરકારના મંત્રીઓ સાથે કરશે મિટિંગ - PM Modi Gujarat Visit - PM MODI GUJARAT VISIT

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે ગુજરાતના પ્રવાસે છે ત્યારે તેઓ આજના કાર્યક્રમો આટોપીને રાજભવન ખાતે રાત્રી રોકાણ કરવાના છે. સાથે જ તેઓ ગુજરાત સરકારના મંત્રીગણ સાથે મિટિંગ કરવાના છે તેવી પણ વિગતો સામે આવી છે. - PM Modi Gujarat Visit

મોદી રાજ ભવનમાં રાત્રી રોકાણ કરશે
મોદી રાજ ભવનમાં રાત્રી રોકાણ કરશે (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 16, 2024, 10:04 PM IST

ગાંધીનગરઃ નરેન્દ્ર મોદીએ ત્રીજી વાર વડાપ્રધાન પદના શપથ લીધા બાદ પ્રથમ વાર ગુજરાત આવ્યા છે. તેઓ સોમવારે સાંજે અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 8000 કરોડના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરીને સીધા રાજભવન આવ્યા છે. રાજ ભવન ખાતે તેઓ ગુજરાત સરકારના મંત્રીઓ સાથે મિટિંગ્સ કરશે સરકારના કામકાજને લઈને જરૂરી સૂચનો કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાફલા સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહ મંત્રી હર્ષ સંઘવી પણ રાજ ભવન ગયા છે.

મોદી રાજ ભવનમાં રાત્રી રોકાણ કરશે (Etv Bharat Gujarat)

નરેન્દ્ર મોદીએ વાવોલ ખાતે પીએમ સૂર્ય શક્તિ યોજનાના લાભાર્થી પરિવારને મળ્યા હતા. લાભાર્થી પરિવારો સાથે ચર્ચા કરીને તેઓ સીધા મહાત્મા મંદિર ખાતે રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટમેન્ટ સમિટનું ઉદઘાટન કરવા આવ્યા હતા. તેમને સમિટનું ઉદઘાટન કરીને દેશ-વિદેશના રોકાણકારોને ભારતમાં રોકાણ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. ગાંધીનગર સેક્ટર 1 થી નરેન્દ્ર મોદી અમદાવાદ ગાંધીનગર મેટ્રો ટ્રેન સેવાનું ઉદ્ઘાટન કર્યું હતું. ટ્રેન સેવાનો પ્રારંભ કરાવીને નરેન્દ્ર મોદી અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ગયા હતા. જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 8,000 કરોડના વિકાસ પ્રકલ્પોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતું. બાદમાં તેઓ સીધા રાજભવન ખાતે આવ્યા હતા.

નરેન્દ્ર મોદી રાત્રી રોકાણ રાજભવન ખાતે કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ ભવન ખાતે રાત્રી રોકાણ કરશે. રાત્રી રોકાણ દરમિયાન ગુજરાત સંગઠન અને સરકારના ટોચના નેતાઓ સાથે મિટિંગ કરે તેવી સંભાવના છે. ગુજરાતમાં પ્રદેશ અધ્યક્ષની નિમણૂક અને કેબીનેટ વિસ્તરણ અંગે ચર્ચા થવાની સંભાવના પણ છે.

મંત્રીમંડળ વિસ્તરણની ચર્ચાએ જોર પકડ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે છે ત્યારે મંત્રીમંડળ વિસ્તરણની ચર્ચાએ ચોર પકડ્યું છે. ગુજરાતમાં થઈ રહેલી રાજકીય હિલચાલો પર વડાપ્રધાનની સીધી નજર હોય છે. ગુજરાત સરકારને કામગીરીમાં પણ કેન્દ્ર સરકાર નજર રાખે છે. લોકસભા ચૂંટણી બાદ ગુજરાત મંત્રીમંડળ વિસ્તરણની ચર્ચાએ જોર પકડ્યું હતું. પરંતુ હજી સુધી વિસ્તરણ અંગે સત્તાવાર કોઈ નિર્ણય લેવાયો નથી. નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસથી મંત્રીમંડળ વિસ્તરણની ચર્ચાએ ફરી એકવાર જોર પકડ્યું છે. રાજભવન ખાતે આગામી મંત્રીમંડળ વિસ્તરણને લઈને ચર્ચા થઈ શકે તેવી સંભાવના છે. આવતીકાલે પણ નરેન્દ્ર મોદી રાત્રે રોકાણ રાજભવન ખાતે કરશે તેથી રાજભવન ખાતે રાજકીય નેતાઓની ચહેર પહેલ બે દિવસ સુધી રહેશે.

ગુજરાત ભાજપને નવા પ્રદેશ અધ્યક્ષ મળશે કે નહીં ?

ગુજરાતમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલનો કાર્યકાળ પૂર્ણ થઈ ગયો છે. તેઓ હાલમાં કેન્દ્રીય જળ સંસાધન મંત્રી તરીકે પણ ફરજ બજાવી રહ્યા છે. સી.આર. પાટીલ જાતે પોતાને પ્રદેશ અધ્યક્ષ તરીકેની જવાબદારીમાંથી મુક્ત કરવાની વિનંતી કરી ચૂક્યા છે. સારળગપુર ખાતે યોજાયેલી પ્રદેશ કારોબારીમાં તેમણે પાર્ટીના સિદ્ધાંત એક વ્યક્તિ એક હોદ્દાને વળગી રહેવાની વાત દોહરાવી હતી. તેથી ભાજપને નવા પ્રદેશ અધ્યક્ષ મળશે તેવી અટકણો વહેતી થઈ હતી. પરંતુ ભાજપ દ્વારા સત્તાવાર રીતે પ્રદેશ અધ્યક્ષ અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાત પ્રવાસે આવ્યા ત્યારે ફરીથી પ્રદેશ અધ્યક્ષના નામની ચર્ચા થશે તેવી અટકારોએ જોર પકડ્યું છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષનો તાજ કોને મળે તે જોવું રહ્યું.

રાજ્યમાં ગણેશ ઉત્સવ દરમિયાન સુરત, વડોદરા, કચ્છ, ખેડા સહિત અનેક જગ્યાએ ઘર્ષણનો થયા છે. તેથી રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના નેતાઓ અને અધિકારીઓ સાથે ચર્ચા કરે તેવી પણ સંભાવના છે.

  1. અમદાવાદમાં ઈદ એ મિલાદ-ઉન-નબીનું ભવ્ય જુલુસઃ જગન્નાથ મંદિરના મહંતે આપી લીલીઝંડી - Ahmedabad eid a milad julus
  2. હવે 5 કલાકમાં અમદાવાદથી ભુજ, દેશની પ્રથમ નમો ભારત રેપિડ મેટ્રો ટ્રેનનો પ્રારંભ, લોકોએ કરી ફ્રી મુસાફરી - Namo Bharat Rapid Metro Train

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.