ETV Bharat / bharat

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 74મો જન્મદિવસ, દેશભરમાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ઉજવણી - PM MODI 74TH BIRTHDAY

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 16, 2024, 11:01 PM IST

Updated : Sep 17, 2024, 2:06 PM IST

આજે 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 74મો જન્મદિવસ છે. આજના દિવસે ભાજપ (ભારતીય જાનતા પાર્ટી) દ્વારા વિવિધ કાર્યકર્મો યોજવામાં આવે છે. મુખ્યત્વે લોકહિતના કાર્યકર્મો યોજી ભાજપ પક્ષ દર વખતે નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરે છે. જાણો. PM Modi 75th birthday

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 75મો જન્મદિવસ
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 75મો જન્મદિવસ (Etv Bharat Gujarat)

હૈદરાબાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 74મો જન્મદિવસ છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભારતભરમાં અનેક જગ્યાએ વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવશે. મુખ્યત્વે જનહિતના કાર્યક્રમો યોજીને ભારતીય જાનતા પક્ષ વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે શું છે કાર્યક્રમ:

બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન: વડાપ્રધાનના જન્મદિન નિમિતે આરોગ્ય મંત્રી ઋષકેશ ભાઈ પટેલ અને સાંસદ નરહરિ અમીનની ઉપસ્થિતિમાં જનસહાયક ટ્રસ્ટ દ્વારા સવારે 9: 30 વાગે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવશે ઉપરાંત દિવ્યાંગ બાળકોને હિયરીંગ એઇડ આપવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.

વડાપ્રધાન ઓડિશાના પ્રવાસે: આપને જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 સપ્ટેમ્બરથી ગુજરાતનાં પ્રવાસે છે. તેઓએ છેલ્લા બે દિવસથી રાજ્યમાં યોજાયેલ સમિટ તેમજ વિવિધ સમારંભમાં હાજરી આપી હતી. જ્યારે તેઓ પોતાના જન્મ દિવસે સવારે 9 વાગે અમદાવાદથી ઓડિશા જવા રવાના થશે, જ્યાં તેઓ ભુવનેશ્વરની મુલાકાત લેશે.

પ્રેસ મીડિયા કોન્ફરન્સનું આયોજન: ઉપરાંત નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે યોજાનાર સેવા પખવાડા અંતર્ગત તેમજ તેમના ત્રીજી વખત વડાપ્રધાન પદનો પદભાર સંભાળ્યાના 100 દિવસ પૂર્ણ થતા થયેલ કાર્યોની માહીતી આપવા માટે આજરોજ પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ તેમજ પ્રદેશ મુખ્ય પ્રવકતા યમલભાઈ વ્યાસ પ્રેસ મીડિયાને સંબોધન કરશે. આ પ્રેસ કોન્ફરન્સ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ, કોબા, ગાંધીનગર ખાતે બપોરે 12 વાગે યોજાશે.

મહત્વપૂર્ણ છે કે, નરેન્દ્ર દામોદરદાસ મોદીનો જન્મ 17 સપ્ટેમ્બર 1950માં મહેસાણાના વડનગરમાં થયો હતો. તેઓ ભારતીય રાજકારણમાં ભાજપ પક્ષમાં જોડાયા બાદ 2001 થી 2014 સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા હતા, હાલમાં તેઓ વારાણસીથી લોકસભાના સાંસદ (MP) છે. નરેન્દ્ર મોદીએ 26 મે 2014ના રોજ સૌ પ્રથમ વખત ભારતના વડાપ્રધાન પદે શપથ લીધી હતી અને હાલ તેઓ દેશના વડાપ્રધાન તરીકે ત્રીજી વખત ચૂંટાયા છે.

આ પણ વાંચો:

  1. હવે મિનિટોમાં જ અમદાવાદથી ગાંધીનગર, PM મોદીના હસ્તે મેટ્રો ટ્રેન સેવાનો પ્રારંભ - gandhinagar ahmedabad metro train
  2. હવે 5 કલાકમાં અમદાવાદથી ભુજ, દેશની પ્રથમ નમો ભારત રેપિડ મેટ્રો ટ્રેનનો પ્રારંભ, લોકોએ કરી ફ્રી મુસાફરી - Namo Bharat Rapid Metro Train

Last Updated : Sep 17, 2024, 2:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.