અમદાવાદ :એક સમયનું દેશનું માન્ચેસ્ટર કહેવાતું અને અત્યારે ગુજરાત રાજ્યની આર્થિક રાજધાની એવા અમદાવાદ શહેરમાં વિવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, સાંસ્કૃતિક અને કલાત્મક કાર્યક્રમો બાદ હવે વિદેશની જેમ શોપિંગ ફેસ્ટિવલ યોજાશે. આ અંગે ગુજરાત સરકાર અને અમદાવાદ મહાનગરપાલિકાએ સંયુક્ત પણે જાહેરાત કરી છે.
ક્યારે અને ક્યાં યોજાશે શોપીંગ ફેસ્ટિવલ ?વિદેશની જેમ અમદાવાદમાં પણ હવે શોપિંગ ફેસ્ટિવલ યોજાશે, જેનો સીધો લાભ અમદાવાદવાસીઓ, વ્યાપારીઓ અને કલાકારોને મળશે. ગુજરાત સરકાર અને અમદાવાદ મહાનગરપાલિકા આ શોપિંગ ફેસ્ટિવલનું સંયુક્ત રીતે આયોજન કરવા જઈ રહી છે. આગામી 12 ઓક્ટોબરથી 14 જાન્યુઆરી સુધી આ શોપિંગ ફેસ્ટિવલ યોજાશે. જેમાં અમદાવાદના પશ્ચિમમાં સિંધુ ભવન અને CG રોડ તથા પૂર્વમાં નિકોલ અને કાંકરિયા વિસ્તારમાં શોપિંગ ફેસ્ટિવલ માટેનું આયોજન કરવામાં આવશે.
અમદાવાદમાં આવી રહ્યો છે "શોપિંગ ફેસ્ટિવલ" (ETV Bharat Gujarat) GST માં પણ ડિસ્કાઉન્ટ :હાલમાં લોકો ઓફર અને ડિસ્કાઉન્ટ પાછળ દોડતા હોય છે, ત્યારે આ શોપિંગ ફેસ્ટિવલમાં GST માં પણ ખાસ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. સાથે જ જે સ્થળો શોપિંગ ફેસ્ટિવલ માટે સ્થળો નક્કી કર્યા છે, ત્યાં મોડા સુધી AMTS બસની સુવિધા પણ આપવામાં આવશે.
ફિલ્મ કલાકારો કરશે પ્રમોશન :અઠવાડિયાના છેલ્લા 3 દિવસ એટલે કે શુક્રવાર, શનિવાર અને રવિવારના દિવસે લોકોને આકર્ષિત કરવા માટે બુક ફેર અને ફ્લાવર શો સહિતના વિવિધ શોનું આયોજન પણ કરવામાં આવશે. સાથે-સાથે શોપિંગ ફેસ્ટિવલના પ્રમોશન માટે ગુજરાતી ફિલ્મ કલાકારો, સ્ટાર ઓલમ્પિકમાં પદક વિજેતાઓને પણ બોલવાનું આયોજન કરવામાં આવ્યું છે.
- ગૃહમંત્રી અમિત શાહે ગોતામાં કર્યું શાકમાર્કેટનું ઉદઘાટન
- અમદાવાદ પોલીસને મળશે હાઈટેક કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર