અમદાવાદ: ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર રાજ્યના ઔદ્યોગિક અને માળખાકીય વિકાસ માટે સતત નવા પ્રોજેક્ટ શરૂ કરી રહી છે. આ અંતર્ગત રાજ્યમાં જુના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું પણ નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. આ સંદર્ભમાં અમદાવાદના સૌથી જૂના કાલુપુર રેલવે સ્ટેશનના પૂન: વિકાસનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે.
કાલુપુર રેલવે સ્ટેશનના પૂન: વિકાસનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે (Etv Bharat Gujarat) કાલુપુરના ટ્રાફિકમાં લોકો અટવાયા:આ પ્રોજેક્ટ અંતર્ગત રેલવે સ્ટેશન પાસે આવેલા સારંગપુર રેલવે ઓવરબ્રીજના નવીનીકરણની કામગીરી પણ કરવામાં આવી રહી છે. જેના કારણે અમદાવાદના સારંગપુર બ્રિજને દોઢ વર્ષ માટે બંધ કરવામાં આવ્યું છે. સારંગપુર બ્રિજ બંધ થવાના કારણે લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સૌથી વધારે કાલુપુરના ટ્રાફિકમાં લોકો અટવાઈ રહ્યા છે. તો શું છે અહીંની પરિસ્થિતિ જુઓ આ અહેવાલ.
સારંગપુર બ્રિજ 2 જાન્યુઆરીથી દોઢ વર્ષ માટે બંધ (Etv Bharat Gujarat) સારંગપુર બ્રિજ 2 જાન્યુઆરીથી દોઢ વર્ષ માટે બંધ: કાલુપુર રેલવે સ્ટેશનનું રીડેવલપમેન્ટનું કામ હાલમાં ચાલી રહ્યું છે. આ કામ અંતર્ગત કાલુપુર અને સારંગપુર બ્રિજ નવા બનવાના છે. આ બંને બ્રિજ રેલ્વે સ્ટેશનને જોડતા ઐતિહાસિક બ્રિજ છે. પરિણામે આ આખો પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો છે અને આ પ્રોજેક્ટના ભાગરૂપે સારંગપુર બ્રિજ 2 જાન્યુઆરીથી દોઢ વર્ષ માટે બંધ કરી દેવામાં આવ્યો છે. અહીં જુના બ્રિજને તોડીને નવા બ્રીજ બનાવવાની કામગીરી ચાલી રહી છે. બ્રિજને પતરા મારીને બંધ કરી દેવામાં આવ્યો છે.
સારંગપુર બ્રિજ 2 જાન્યુઆરીથી દોઢ વર્ષ માટે બંધ (Etv Bharat Gujarat) પહોંચવામાં કલાકો વીતી જાય છે:આ સંદર્ભે ટ્રાફિકમાં અટવાયા મુસાફરોએ પોતાની વેદના જણાવતા કહ્યું કે, 'આ બ્રિજથી દરરોજ જતા મુસાફરો, બ્રિજ પાસે રહેતા લોકો અને મજદૂરોને ઘણી તકલીફ ભોગવી પડી રહી છે. બ્રિજ બને છે તેની અમને ખુશી છે પરંતુ જ્યાં અમે પહેલા પાંચ મિનિટમાં પહોંચતા હતા ત્યાં હવે પહોંચવામાં કલાકો વીતી જાય છે.'
વધુમાં જણાવતા મુસાફરોએ કહ્યું કે, 'અમારે સરસપુર, રખિયાલ કે બાપુનગર જવું હોય તો કાલુપુર થઈને જવું પડે છે. અથવા અનુપમ બ્રિજ થઈને આખું ફરીને જવું પડે છે જેમાં પૈસા પણ વધારે જાય છે અને રીક્ષા ડ્રાઈવરો ડબલ પૈસા વસુલે છે.'
ભયંકર ટ્રાફિકની સમસ્યા (Etv Bharat Gujarat) રસ્તામાં 7 થી 8 કિલોમીટરનો ફરક:એક વાહન ચાલકે આ મામલે જણાવ્યું હતું કે, 'આ અમારો રોજનો રસ્તો છે પણ હવે બ્રિજ બંધ થઈ જતા 7 થી 8 કિલોમીટરનો ફરક પડી જાય છે. કાલુપુરથી ફરીને જવું પડે છે અને લાંબો રસ્તો ફરીને અમે જઈએ છીએ.'
સતત હોર્નના અવાજોથી કાનમાં દુખાવાની સમસ્યા શરૂ થઈ:આ અંગે કાલુપુરના દુકાનદારોએ જણાવ્યું હતું કે, 'કાલુપુર બ્રિજ પર સારંગપુર બ્રિજ બંધ થવાના કારણે ભારે ટ્રાફિક થવા લાગી છે. બે-બે કલાક ટ્રાફિક જામ રહે છે અને સતત હોર્નની અવાજો આવતી રહે છે જેથી કાનમાં દુખાવો પણ થાય રહ્યો છે. હજી ઘણા લોકોને ખબર જ નથી કે સારંગપુર બ્રિજ બંધ થઈ ગયું છે. એટલે ઘણા લોકો ટ્રાફિકમાં અટવાઈ રહ્યા છે અને પરેશાન થઈને પાછા પણ જઈ રહ્યા છે. હાલ થોડી તકલીફ રહેશે, પરંતુ બ્રિજ બની જશે તો આપણું અમદાવાદનું નામ થશે. બ્રિજ બની જશે તો ખરેખર લોકોને સમસ્યાઓ દૂર થઈ જશે અને આ બ્રિજથી ઘણો ફાયદો પણ થશે.'
ભયંકર ટ્રાફિકની સમસ્યા (Etv Bharat Gujarat) રૂટ પર ટ્રાફિકમાં વધારો: સ્થાનિક લોકોએ આ મામલે જણાવ્યું હતું કે, 'અમે ગોમતીપુર વિસ્તારમાં રહીએ છીએ. સારંગપુર બ્રિજથી અમે ફટાફટ ગોમતીપુર પહોંચી જતા હતા, પરંતુ હવે અમને વહેલા નીકળવું પડે છે. સારંગપુર બ્રિજ બંધ થતા કાલુપુર અને અનુપમ બ્રિજ રૂટ પર ટ્રાફિકમાં વધારો થયો છે. અમે ફરી ફરીને ગોમતીપુર પહોંચીએ છીએ. હવે અમારે કાગડાપીઠ પોલીસ સ્ટેશન થઈ અનુપમ બ્રિજથી ગોમતીપુર જવું પડે છે.'
આ પણ વાંચો:
- બનાસકાંઠાઃ ટેસ્ટમાં ઓછા માર્કસ આવતા શિક્ષકે વિદ્યાર્થીઓને નિર્દયતાથી માર માર્યો, ફરિયાદ થતા ફરાર
- "સત્યમેવ જયતે બસ..." ત્રણ શબ્દોમાં પાટીદાર દીકરીએ લાગણી વ્યક્ત કરી, નિવાસસ્થાને ભાવુક દ્રશ્યો સર્જાયા