ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદના વર્લ્ડ ફેમસ રતનપોળમાં આ વખતે કેવો છે માહોલ? જુઓ શું કહી રહ્યા છે વેપારી અને ગ્રાહકો

અમદાવાદની ઐતિહાસિક રતનપોળ એટલે ગુજરાતમાં કપડાની ફેશનનું ઉદ્ભવસ્થાન, જ્યાંથી કપડા ખરીદવા માટે વિદેશથી પણ લોકો આવે છે.

રતનપોળમાં ખરીદીના માહોલની તસવીર
રતનપોળમાં ખરીદીના માહોલની તસવીર (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Oct 26, 2024, 10:15 PM IST

અમદાવાદ: દિવાળીને ગણતરીના દિવસો બાકી છે, એવામાં દિવાળી પહેલા છેલ્લી ઘડીની ખરીદી માટે અમદાવાદના બજારોમાં જબરદસ્ત ભીડ જોવા મળી રહી છે. એવામાં કપડાની ખરીદારી માટે અમદાવાદના ઐતિહાસિક રતનપોળમાં કેવી ભીડ અને માહોલ છે? તે જોઈએ આ અહેવાલમાં.

દેશભરમાં રતનપોળ જાણીતું (ETV Bharat Gujarat)

રતનપોળમાં દિવાળીએ કેવો છો ખરીદીનો માહોલ?
અમદાવાદની ઐતિહાસિક રતનપોળ એટલે ગુજરાતમાં કપડાની ફેશનનું ઉદ્ભવસ્થાન, જ્યાંથી કપડા ખરીદવા માટે વિદેશથી પણ લોકો આવે છે. દિવાળીનો તહેવાર નજીક આવતા રતનપોળ માર્કેટમાં આ વર્ષે શું માહોલ છે તે જોવા માટે ETV ભારતની ટીમ અહીં પહોંચી હતી. જોકે આ દિવાળી એ પણ ખરીદી કરવા માટે રતનપોળમાં પગ મૂકવાની જગ્યા ન મળે એટલું ટ્રાફિક જોવા મળ્યું હતું.

કપડા ખરીદી માટે દેશભરમાં રતનપોળ ફેમસ
આ અંગે રતનપોળમાં આવેલી એક દુકાનના વેપારી દેવાંગભાઈએ જણાવ્યું હતું કે, લગભગ 70 વર્ષથી અમે રતનપોળમાં દુકાન ચલાવી રહ્યા છીએ. રતનપોળ ખાલી અમદાવાદ નહીં પરંતુ તે આખા ઓલ ઇન્ડિયા માટેનું માર્કેટ છે. આખા દેશથી જે પણ લોકો શોપિંગ માટે અમદાવાદમાં આવે છે તે એક વખત તો રતનપોળમાં શોપિંગ કરી જ ને જાય છે. અમે ચણિયાચોળી અને સાડી વેચીએ છીએ. અને દિવાળીની ગ્રાહકી ફુલ ફ્લેજમાં ચાલી રહી છે. ગુજરાતી લોકો સાડી વધારે પસંદ કરે છે અને સાડી પહેરવી ગમે છે. એટલે સાડી ખરીદવા માટે રતનપોળ આખા વિશ્વમાં ફેમસ બજાર છે.

રનતપોળની સાડીની વિશ્વભરમાં ધૂમ (ETV Bharat Gujarat)

રતનપોળ બજારમાં સસ્તી સાડીથી માંડીને મોંઘી સાડી બધા જ પ્રકારની મળે છે. એટલે ગૂગલ પરથી સર્ચ કરીને પણ લોકો રતનપોળમાં તો આવે છે. અહીં સાડી, ચણિયાચોળી ડ્રેસ ₹100 થી લઈને એક લાખ રૂપિયા સુધીના કિંમતમાં સરળતાથી મળી જાય છે.

દિવાળી પર રતનપોળમાં ધૂમ ખરીદી
આ અંગે એક બીજી દુકાનમાં કામ કરનાર રવિ અદાનીએ કહ્યું કે, હું રતનપોળ માર્કેટમાં એક દુકાનમાં જોબ કરું છું, અહીંયા હાલ દિવાળીની ખરીદદારી ખૂબ જ જોશથી ચાલી રહી છે. અહીંયાથી લોકો સાડી, ચણિયાચોળી, ડ્રેસ અને તેમના માટે સારી અને સુંદર જ્વેલરી, સોના-ચાંદીના પણ લેવા આવે છે. દરેક પ્રકાર અને ફેશનના ડ્રેસ અને ડ્રેસ મટીરીયલ પણ અહીંયા મળી જાય છે, એટલે લોકોની ભીડ દર વર્ષે વધારે અહીંયા ઉમરી પડે છે.

દિવાળી પર રતનપોળમાં ધૂમ ખરીદી (ETV Bharat Gujarat)

'હું અહીંથી ડ્રેસ ખરીદતી, હવે દીકરીના લગ્નની શોપિંગ માટે આવી છું'
આ બજારમાં ખરીદી કરવા માટે આવેલી શિખા રાવલ એ જણાવ્યું કે, હું દિવાળી અને મારી દીકરીની લગ્નની ખરીદી કરવા માટે અહીંયા આવી છું. મારા લગ્ન 2003માં થયા હતા ત્યારે પણ હું રતનપોળમાંથી જ ડ્રેસ ખરીદતી હતી. હવે મારી દીકરીના લગ્ન થવાના છે એટલે તેના માટે પણ હું અહીંયા ખરીદી કરવા માટે આવી છું. અહીંયા નવા ટ્રેન્ડના કપડાં મળે છે અને અહીંની સાડી વર્લ્ડ ફેમસ છે. અહીંયા સસ્તા અને મોંઘા બંને પ્રકારના ડ્રેસ અને સારી ક્વોલિટીના ડ્રેસ, ચણિયાચોળી અને સાડી મળે છે, એટલે લોકો અહીંયા ખરીદી કરવા માટે ઉત્સુક હોય છે.

આ પણ વાંચો:

  1. ફેન્સી ફટાકડાની ધૂમ પણ ઘરાકી ગૂમ, કેવો છે અમદાવાદની ફટાકડા બજારનો માહોલ ?
  2. ગુજરાતનાં ઔદ્યોગિક શહેરોની હવા બની ચિંતાનો વિષય: અમદાવાદ, સુરતમાં સૌથી વધુ વાયુ પ્રદૂષણ

ABOUT THE AUTHOR

...view details