ગુજરાત

gujarat

By ETV Bharat Gujarati Team

Published : 4 hours ago

ETV Bharat / state

નવરાત્રી માટે અમદાવાદ પોલીસની ગાઈડલાઇન, કપડાં પહેરવા અંગેના પણ નિયમો.... જાણો - NAVRATRI 2024

નવરાત્રિને આડા હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસ દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામા આવ્યો છે. જાણો...,hmedabad Police issued guidelines regarding Navratri

અમદાવાદ પોલીસની ગાઈડલાઈન
અમદાવાદ પોલીસની ગાઈડલાઈન (Etv Bharat Gujarat)

અમદાવાદ: નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા નવરાત્રિ અંગે એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસ દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામા આવ્યો છે. જેમાં મહત્વના સુચનો કરવામાં આવ્યા છે કે, રાત્રે 12 વાગ્યા પછી લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ રહેશે, પારદર્શક કે અશ્લીલતા ઉજાગર થાય એવાં કપડાં પહેરી ગરબા રમવા પર પ્રતિબંધ મુકાયો છે તેમજ ગરબા સ્થળે કોઈપણ વ્યક્તિ બેગ કે અન્ય ચીજવસ્તુઓ લઈ જઇ શકશે નહીં. આ સહિતના 30 નિયમની ગાઈડલાઈન પોલીસે બનાવી છે.

હર્ષ સંઘવીએ કહ્યું મોડે સુધી ગરબા રમો, પોલીસે 12 વાગ્યા સુધીની આપી પરવાનગી: નવરાત્રિ દરમિયાન ગરબાનું આયોજન કરવા માટે આયોજકોએ અમદાવાદ શહેર પોલીસના લાઇસન્સ શાખામાંથી પોલીસની પરમિશન ફરજિયાત મેળવવાની રહેશે. રાત્રે 12 વાગ્યા સુધી જ માઈક અને લાઉડસ્પીકર ચાલુ રાખવાની પરમિશન આપવામાં આવશે. 12 વાગ્યા બાદ કોઈપણ લાઉડસ્પીકર કે માઈકનો ઉપયોગ થશે તો આયોજક સામે નિયમ પ્રમાણેની કાયદેસરની કાર્યવાહી કરાશે. કોઈપણ ઘટના કે દુર્ઘટના માટે સંપૂર્ણ જવાબદારી જે તે આયોજકની રહેશે. ગરબાના સ્થળ ઉપર જેટલી ક્ષમતા હોય એટલા જ પાસ વેચવાના રહેશે. ક્ષમતા કરતાં વધુ પાસ વેચી શકાશે નહીં. દરેક ગરબા આયોજકે એન્ટ્રી અને એક્ઝિટ ગેટ અલગ-અલગ રાખવાના રહેશે. ઉલ્લેખનીય છે કે આજે જ ગુજરાતના ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ વીડિયો મારફતે મોડે સુધી ગરબા રમવાની વાત મુકી હતી. જોકે અહીં સમયની સ્પષ્ટતા પોલીસે કરી દીધી છે કે લાઉડ સ્પીકર માત્ર 12 વાગ્યા સુધી જ વગાડી શકાશે. મતલબ કે 12 વાગ્યા પછી લાઉડ સ્પીકર પર ગરબા નહીં કરી શકાય.

અન્ય અગત્યની ધ્યાને લેવાની બાબતો

• પાર્ટી પ્લોટ અને ગરબા મેદાનના પાર્કિંગ અને અંધારાવાળી જગ્યાએ ફરજિયાત લાઇટ લગાવવી પડશે. આ ઉપરાંત દુકાનોમાં CCTV લગાવવાના રહેશે.
• જે પણ રોમિયોગીરી કરતાં ઝડપાશે, તેની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
• ગરબા સ્થળોએ ભેગા થતા લોકોના પ્રવેશ અને બહાર નીકળવા માટે અલગ ગેટની વ્યવસ્થા કરવાની રહેશે.
• આયોજકોએ એ સુનિશ્ચિત કરવાનું રહેશે કે ગરબા સ્થળની બંને બાજુના 200 મીટર સુધી રોડ પર ટ્રાફિક જામ ન થાય અને પાર્કિંગમાં કોઈ અવરોધ ન આવે.
• જો કોઈ શંકાસ્પદ વાહન જોવા મળે તો તાત્કાલિક પોલીસને જાણ કરવી કરવાની રહેશે.
• ગરબા કાર્યક્રમના આયોજકોએ ઈલેક્ટ્રીક ફીટીંગની યોગ્યતા અને ફાયર સેફ્ટી માટે જરૂરી વ્યવસ્થાઓ અંગેનું પ્રમાણપત્ર આપવાનું રહેશે.
• ગરબા સ્થળ પર પાર્કિંગની વ્યવસ્થા આયોજકો દ્વારા સ્વયંસેવકો/સુરક્ષા ગાર્ડ દ્વારા કરવાની રહેશે અને રસ્તા પર પાર્કિંગ હોવું જોઈએ નહીં.
• ગરબા કાર્યક્રમના આયોજકોએ ખાનગી સિક્યોરિટી મારફત તોડફોડ વિરોધી ચેકિંગ કરાવવાનું રહેશે.
• કાર્યક્રમની ક્ષમતા કરતાં વધુ પાસ અથવા ટિકિટનું વિતરણ ન કરવું અને જો કરવામાં આવશે તો નિયમ પ્રમાણેની કાર્યવાહી કરવામાં આવશે.

2 વાગ્યા પછી લાઉડસ્પીકર ચાલુ રહેશે તો કાર્યવાહી થશે:પોલીસ સ્ટેશન અથવા જોઈન્ટ પોલીસ કમિશનર (ટ્રાફિક)ના કક્ષાએથી લાઉડ સ્પીકરની પરવાનગી માટેની અરજી સાથે સાઉન્ડ સિસ્ટમ ભાડે આપવામાં આવે છે અથવા ભાડે લેવામાં આવે છે અને તેની સાથેની વ્યક્તિનું નામ, સરનામું,ફોટો અને ઓળખ કાર્ડની જોગવાઈઓ અવાજ પ્રદૂષણ (નિયમન અને નિયંત્રણ) નિયમો 2000ની કલમ 5(2) નું પાલન કરવાનું રહેશે.

અવાજ પ્રદૂષણ (નિયમન અને નિયંત્રણ) નિયમો-2000 ની કલમ 5(2) ની જોગવાઈઓ હેઠળ, 3 થી 11 ઓક્ટોબર સુધી, માઇક્સ અને લાઉડસ્પીકરનો ઉપયોગ સ્થાનિક પરિસ્થિતિઓને આધિન માત્ર રાતના 12 વાગ્યા સુધી જ કરી શકાશે. કડક સૂચના આપતા પોલીસે જણાવ્યું હતું કે, 'રાત્રે 12 વાગ્યા પછી કોઈપણ સ્થળે રાસ-ગરબા કે કાર્યક્રમ દરમિયાન માઈક અને લાઉડસ્પીકર ચાલુ રાખવા દેવામાં આવશે નહીં. જો આ સમય મર્યાદા બાદ કોઈપણ કાર્યક્રમમાં માઈક અને લાઉડ સ્પીકર કામ કરતા જોવા મળે તો સંબંધિત પોલીસ સ્ટેશન વિસ્તારના પોલીસ ઈન્સ્પેક્ટરને કાર્યક્રમના આયોજક અને સાઉન્ડ સિસ્ટમના માલિક સામે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.'

આ પણ વાંચો:

  1. "કંઈ ના ઘટે" હવે મોડી રાત સુધી રમી શકશો "ગરબા" પ્રેમી ગુજરાતીઓ... - Navratri 2024
  2. નવરાત્રિમાં મોડે સુધી ગરબાની છૂટના હર્ષ સંઘવીના નિવેદન પછી ગરબા આયોજકોમાં ઉત્સાહ, જાણો... - navratri 2024

ABOUT THE AUTHOR

...view details