અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે. પહેલા સૌરાષ્ટ્ર અને હવે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી જન જીવન અસ્તવ્યસ્ત બન્યું છે. અમદાવાદમાં વરસાદે 14 દિવસનો વિરામ લીધા બાદ મંગળવારથી બીજી ઈનિંગનો ધમાકેદાર આંરભ કર્યો છે. જેનાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. બુધવારે અમદાવાદના પાલડી, સેટેલાઈટ, બોપલ, એસ.જી.હાઈ-વે, પાલડી, વાસણા, વેજલપુર સહિત પૂર્વના અનેક ભાગોમાં વરસાદ વરસતા રસ્તા પર પાણી ભરાયા છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
અમદાવાદમાં 14 દિવસ બાદ મન મૂકીને વરસ્યો વરસાદ, હવામાન વિભાગ પ્રમાણે અમદાવાદમાં પડી શકે છે ભારે વરસાદ - Ahmedabad News - AHMEDABAD NEWS
રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદે તારાજી સર્જી છે. અમદાવાદમાં સતત 2 અઠવાડિયાથી ભારે બફારા બાદ મંગળવારથી વરસાદની બીજી ઈનિંગનો આરંભ થયો છે. બુધવારે અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
![અમદાવાદમાં 14 દિવસ બાદ મન મૂકીને વરસ્યો વરસાદ, હવામાન વિભાગ પ્રમાણે અમદાવાદમાં પડી શકે છે ભારે વરસાદ - Ahmedabad News Etv Bharat Gujarat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/24-07-2024/1200-675-22039431-thumbnail-16x9-b-aspera.jpg)
Published : Jul 24, 2024, 9:17 PM IST
ક્યાંક મુશળધાર તો ક્યાંક ધીમી ધારે વરસાદઃ અમદાવાદમાં છેલ્લાં 2 દિવસથી ક્યાંક મુશળધાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. છેલ્લાં 4 દિવસથી ભારે ઉકળાટ અને વાદળછાયા વાતાવરણના કારણે બીમારીઓ પણ માથું ઉચક્યું છે. મંગળવારથી શરુ થયેલો વરસાદ બુધવારની સવારથી જ બોપલ, ઘુમા, ગોતા, વાડજ, એલિસબ્રિજ, પાલડી, જમાલપુર, નરોડા, ગીતા મંદિર, આશ્રમ રોડ સહિતના વિસ્તારોમાં પડતો રહ્યો છે. એસ.જી હાઈ-વે પર ચાની કિટલીએ તો સાથે શહેરના જાણીતા દાળવડા અને ભજીયાની રેંકડીએ યુવાઓ વરસાદની મોસમ માણી રહ્યાં છે. સતત બફારા, ભેજ અને રસ્તા પર પાણી ભરાવાના કારણે મેલેરીયા સહિતની વાયરલ બીમારીઓએ પણ પોતાની રફતાર પકડી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદમાં હજૂ પણ પડી શકે છે ભારે વરસાદ.