ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં હવે NSUI બાદ બસપા દ્વારા અમિત શાહનો વિરોધ, તમામ કાર્યકર્તાઓની અટકાયત - AHMEDABAD NEWS

તાજેતરમાં અમિત શાહ દ્વારા ડૉ. બાબા સાહેબ આંબેડકરને લઈને નિવેદન આપવામાં આવ્યું હતું. જેને લઈને સમગ્ર દેશમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે.

અમદાવાદમાં હવે NSUI બાદ બસપા દ્વારા અમિત શાહનો વિરોધ
અમદાવાદમાં હવે NSUI બાદ બસપા દ્વારા અમિત શાહનો વિરોધ (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : 11 hours ago

અમદાવાદ: બે દિવસ અગાઉ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા રાજ્ય સભામાં એક નિવેદન આપવામાં આવ્યું હતું. જે નિવેદન ડૉ. બાબા સાહેબ આંબેડકરને લઈને હતું અને નિવેદન આપતા જ તેનો સખત વિરોધ અને નિંદા કરવામાં આવી રહી હતી.

અમિત શાહ માફી માંગે તેની માંગણી સાથે ઠેર ઠેર વિરોધ:આ બાબતે સમગ્ર દેશની અંદર વિપક્ષ દ્વારા અને અન્ય પાર્ટી દ્વારા પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. અમિત શાહ દ્વારા અપાયેલા નિવેદનથી કરોડો દેશવાસીઓનું હૃદય દુખાયું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તેથી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ 142 કરોડ દેશવાસીઓની માફી માંગે તેવી માંગણી વિવિધ પાર્ટી દ્વારા કરવામાં આવી રહી છે.

NSUI બાદ બસપા દ્વારા અમદાવાદમાં અમિત શાહનો વિરોધ: આ વિરોધના પડઘા અમદાવાદ શહેરમાં પણ જોવા મળી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસ પાર્ટી, NSUI અને બહુજન સમાજવાદી પાર્ટી દ્વારા પણ અમિત શાહ માફી માંગે તે માંગણી સાથે વિરોધ પ્રદશન કરવામાં આવી રહ્યા છે.

અમદાવાદમાં હવે NSUI બાદ બસપા દ્વારા અમિત શાહનો વિરોધ (Etv Bharat Gujarat)

બહુજન સમાજવાદી પાર્ટી દ્વારા અમદાવાદના સારંગપુર વિસ્તારમાં આવેલા બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યુ પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અગાઉથી જ તેમના દ્વારા પોલીસ પરવાનગી માંગવામાં આવી હતી. પરંતુ ફોરવીલ પરવાનગી મળી ન હતી તો પણ વિરોધ પ્રદર્શન કરતા તમામ કાર્યકર્તાઓની અટકાયત કરી લેવામાં આવી હતી.

અમિત શાહ દ્વારા કરાયેલ ટિપ્પણી નિંદનીય છે: બહુજન સમાજવાદી પાર્ટીના પ્રદેશ પ્રમુખ પ્રદીપ પરમાર ઈટીવી ભારત સાથે વાત કરતા જણાવે છે કે,'અમિત શાહ દ્વારા જે રાજ્યસભાની અંદર નિવેદન આપવામાં આવ્યું છે કે આંબેડકર આંબેડકર આંબેડકર તે ખૂબ નિંદનીય છે. તેનાથી ના માત્ર દલિત સમાજ પરંતુ દેશની સમગ્ર જનતાનું દિલ દુખાયું છે. આથી અમિત શાહ માફી માંગે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી રહી છે.'

પોલીસ પરવાનગી વગર વિરોધ કરતા સીધી અટકાયત:બીજી બાજુ પોલીસ તંત્રનું કહેવું એવું છે કે પરમિશન વગર કોઈપણ પ્રકારનો વિરોધ પ્રદર્શન કરી શકાય નહીં, તે માટે વિરોધ પ્રદર્શન કર્યા વગર જ તેમની અટકાયત કરી લેવામાં આવી રહી છે.

આ પણ વાંચો:

  1. ગૃહમંત્રી અમિત શાહના નિવેદનનો અમદાવાદમાં ભારે વિરોધ, કોંગ્રેસ-BSPના સારંગપુરમાં ધરણા
  2. "અમિત શાહના રાજીનામાથી ઓછું અમને કશું ખપશે નહીં" : જીગ્નેશ મેવાણી

ABOUT THE AUTHOR

...view details