ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદના અસારવા વિસ્તારમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા રહીશોને હાલાકી - Ahmedabad News - AHMEDABAD NEWS

અમદાવાદના અસારવા વિસ્તારમાં ભારે વરસાદ થયો છે. જેના પરિણામે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયુ છે. આ ભરાયેલા પાણીને લીધે અહીં રહેતા રહીશોને હાલાકી પડી રહી છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક.

Etv Bharat Gujarat
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jul 15, 2024, 10:20 PM IST

Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

અમદાવાદઃ અસારવા વિસ્તારમાં ભારે વરસાદ થયો છે. જેના પરિણામે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયુ છે. આ ભરાયેલા પાણીને લીધે અહીં રહેતા રહીશોને હાલાકી પડી રહી છે. પાણી ભરાતાં થયો ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાય હતા. અસારવામાં ઢીંચણસમા પાણી ભરાતાં સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે.

ભારે વરસાદની આગાહીઃ ગુજરાતની ઉપર સક્રિય થયેલી વરસાદની સિસ્ટમને પગલે આગામી 5 દિવસ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે સોમવારે બપોર બાદ અમદાવાદના વિવિધ વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. બપોર બાદ ગાજવીજ સાથે શરુ થયેલા વરસાદને કારણે લોકો પરેશાન થયા હતા. ખાસ કરીને શાળાએથી છૂટવાનો સમય હોવાથી વિદ્યાર્થીઓ હેરાન થયા હતા. પૂર્વ અમદાવાદના ઉત્તર ઝોનમાં વરસાદનું જોર વધુ હોવાને પગલે અંડર પાસવાળા એરિયામાં પાણી ભરાઈ ગયા હતા. જેને કારણે રસ્તાઓને બંધ કરી દેવામાં આવ્યા હતા.

અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વરસાદઃ વાતાવરણમાં વરસાદની એક સાથે 3 સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવેલી છે. જે અનુસાર બપોરથી શરુ થયેલા વરસાદને પગલે અસારવા, શાહીબાગ, મણિનગર, સાબરમતી, ચાંદખેડા, ન્યુ રાણીપ, જગતપુર, નરોડા, સરદારનગર, કોતરપુર, એરપોર્ટ, ઈન્દિરા બ્રિજ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. શહેરના પૂર્વ વિસ્તારમાં હીરાવાડી, બાપુનગર, કુબેરનગર, સરદારનગર એરપોર્ટ વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. પૂર્વની સાથે સાથે પશ્વિમ અમદાવાદના આશ્રમરોડ, ઉસ્માનપુરા, જમાલપુર, લાલદરવાજા, પાલડી, ઈન્કમટેક્સ, વાડજ, રિવરફ્રન્ટ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને પગલે પાણી ભરાઈ જવાને કારણે લોકોના વાહનો બંધ પડી ગયા હતા. ૉ

  1. ચોમાસુ મોડું વર્તાયું: કચ્છ જીલ્લામાં અસહ્ય ઉકળાટ, માત્ર 34 ટકા જેટલો જ વરસાદ નોંધાયો... - Rain Forecast in Kutch
  2. થોડા દિવસોની શાંતિ બાદ હવે ચોમાસું ફરી જોર પકડશે, જાણો ક્યારે અને કયા થશે વરસાદ ? - gujarat WEATHER FORECAST

ABOUT THE AUTHOR

...view details