અમદાવાદ: આજરોજ મ્યુનિ. સ્ટેન્ડિંગ કમિટી દ્વારા થલતેજ ગામના એક કિલોમીટરથી વધુના રોડને 36 મીટરનો કરવા માટે રોડ લાઈન કપાતની મંજૂરી આપવામાં આવી છે. આ રોડ લાઈનમાં 188 જેટલા બાંધકામો કપાતમાં આવશે. જેમાં 93 રહેણાંક, 75 કોમર્શિયલ, અને 17 ખુલી જગ્યા કપાતમાં આવશે.
રોડ બનાવવા માટે જે લોકોનું બાંધકામ કપાતમાં જતું હોય તેને AMC નિયમો પ્રમાણે વળતર આપવાનો નિર્ણય AMC સ્ટેન્ડિંગ કમિટી આજની બેઠકમાં લેવામાં આવ્યો છે.