અમદાવાદ:ઉત્સવપ્રેમી અમદાવાદીઓ માટે વર્ષ 2008 થી આંતરરાષ્ટ્રીય મનોરંજન કેન્દ્ર તરીકે વિકસિત થયેલા કાંકરિયા તળાવ ખાતે નગરજનો માટે કાંકરિયા કાર્નિવલનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 15માં કાંકરિયા કાર્નિવલ 2024નું આયોજન તારીખ 25 થી 31 ડિસેમ્બર 2024 દરમિયાન કરવામાં આવ્યું છે. કાંકરિયા કાર્નિવલ 2024 દરમિયાન મુલાકાતીઓને કાંકરિયા લેક ફ્રન્ટ વિસ્તારમાં વિનામૂલ્ય પ્રવેશ આપવામાં આવશે.
સાંસ્કૃતિક અને મનોરંજનના કાર્યક્રમનું આયોજન
કાંકરિયા કાર્નિવલ દરમિયાન અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનો માટે રંગારંગ, સાંસ્કૃતિક તેમજ મનોરંજનના કાર્યક્રમો હાથ ધરવામાં આવતા હોય છે, તે મુજબ આ વર્ષે પણ કાંકરિયા કાર્નિવલ 2024 દરમિયાન સાતેય દિવસ વિવિધ રંગારંગ, સાંસ્કૃતિક અને મનોરંજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
ચોકલેટ ખાઈને વર્લ્ડ રેકોર્ડ બનાવાશે
15માં કાંકરિયા કાર્નિવલ 2024ના પ્રથમ દિવસે મ્યુનિસિપલ સ્કૂલ અને આંગણવાડીમાં અભ્યાસ કરતા 1000 જેટલા બાળકો દ્વારા સામુહિક રીતે એક સાથે કેન્ડી ચોકલેટ ખોલી અને તેને સંપૂર્ણ ખાઈને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવાનો પ્રયત્ન કરવામાં આવશે
લાઈટ એન્ડ સાઉન્ડ શો, લેઝર શો અને ડ્રોન શોના આયોજન થશે
તદુપરાંત થીમ બેઝ કાર્નિવલ, પરેડ તેમજ વિકસિત ગુજરાત વિકસિત ભારત થીમ આધારિત કાર્નિવલ, હંગામા સાંસ્કૃતિક કાર્યક્રમ તથા લાઈટ એન્ડ સાઉન્ડ શો, લેઝર શો અને ડ્રોન શોનુ આયોજન કરવામાં આવ્યું છે.
ઈશાની દવે, કિંજલ દવે સહિત કલાકારો પ્રસ્તુતિ આપશે
કાંકરિયા કાર્નિવલ 2024 દરમિયાન નગરજનોના મનોરંજન માટે સાતે સાત દિવસો દરમિયાન વિવિધ રંગારંગ સાંસ્કૃતિક અને મનોરંજન કાર્યક્રમ અંતર્ગત જાણીતા કલાકારો જેમકે સાંઈરામ દવે, ગીતાબેન રબારી, કિંજલ દવે, રાગ મહેતા, ઈશાની દવે, કૈરવી બુચ, પ્રિયંકા બાસુ, અપેક્ષા પંડ્યા, દેવિકા રબારી દ્વારા ગીત સંગીત તેમજ લોક ડાયરાના કાર્યક્રમમાં રજૂ કરવામાં આવશે.
મનન દેસાઈ અને ચિરાયુ મિસ્ત્રી જેવા આર્ટીસ્ટો સહિત અટેન્ડઅપ કોમેડી કરશે
કાર્નિવલ દરમિયાન મનન દેસાઈ, દીપ વૈદ્ય, ચરાયુ મિસ્ત્રી, અમિત ખુવા, સુરજ બરાલીયા દ્વારા કોમેડી શો, અતુલ બ્રહ્મભટ્ટ દ્વારા ગઝલ કાર્યક્રમ, મેઘધનુષ, સરફીરે, અહેસાસ બેન્ડ જેવા જાણીતા રોક બેન્ડ દ્વારા રોક બેન્ડ પરફોર્મન્સ રજૂ કરવામાં આવશે. તેમજ ડીજે કિયારા સાથે શહેરીજનો ડીજે નાઈટની મજા માણી શકશે.
સેલ્ફ ડિફેન્સ અને માસ્ટર આર્ટના પરફોર્મન્સ થશે