અમદાવાદ: અવારનવાર રોડ પર અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે. ખાસ કરીને SG હાઇવે પર અનેક અકસ્માતો થાય છે. ત્યારે ગત 10 મેના રોજ સવારે 10:30 વાગ્યાના અરસામાં એક અકસ્માત થયો હતો. જેમાં એક વિદ્યાર્થી અમનનું મોત નીપજ્યું હતું.
અમદાવાદમાં SG હાઇવે પર ઇકો ગાડીએ સર્જયો ગંભીર અકસ્માત, એક વિદ્યાર્થીનું મોત - Ahmedabad Heat and Run - AHMEDABAD HEAT AND RUN
અમદાવાદ શહેરમાં અવારનવાર રોડ પર અકસ્માતની ઘટના બનતી રહે છે. ખાસ કરીને SG હાઇવે પર અનેક અકસ્માતો થાય છે. ત્યારે ગત 10 મેના રોજ સવારે 10:30 વાગ્યાના અરસામાં એક અકસ્માત થયો હતો. જેમાં 15 વર્ષીય વિદ્યાર્થી અમનનું મોત નીપજ્યું હતું.Ahmedabad Heat and Run
Published : May 13, 2024, 4:11 PM IST
સાધનોના અભાવે બાળકનું મોત:પૂરપાટ ઝડપે આવતી એક ઇકો ગાડીએ અમનને 200 મીટર જેટલો ઢસડીને ઇજાગ્રસ્ત કર્યો હતો. આ સમગ્ર ઘટના સોલા સિવિલ હોસ્પિટલની સામે જ બની હતી. માતા-પિતા વગરના અમનનું સોલા સિવિલ હોસ્પિટલમાં સાધનોના અભાવે મોત નીપજ્યું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. જો કે, આ કેસમાં પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. પોલીસે પોતાની કાર્યવાહીમાં ઇકો કાર કબ્જે કરીને આગળની કાર્યવાહી વધારી છે. જ્યારે તેનો ચાલક ફરાર છે. પોલીસે તેની શોધખોળ કરી રહી છે.
ઇકોના ટાયર છાતી પર ફરી વળ્યાં: અમદાવાદ શહેરમાં રબારી કોલોની વિસ્તારમાં રહેતા અમનને સવારે ઇકો ગાડીએ અડફેટે લઈને ગંભીર ઇજાગ્રસ્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, રોજ સવારે 9 વાગ્યે અમન ઘરેથી નીકળી મેટ્રોમાં SG હાઈવે ઉપર આવેલી RC ટેક્નિકલ કોલેજમાં એસાઈનમેન્ટ સબમિટ કરવા માટે કોલેજે ગયો હતો. આ દરમિયાન તે પોતાના મિત્ર સાથે હાઈવેની સાઈડ તરફ ઊભો હતો. આ દરમિયાન પૂરપાટ ઝડપે એક ઇકો ગાડી આવીને તેને ઢસડીને 200 મીટર દૂર સુધી લઈ ગઈ હતી. બમ્પ આવતાં ગાડી ઊછળતા આગળ અને પાછળના ટાયર અમનની છાતી પર ફરી વળ્યાં હતાં.અને સારવાર દરમિયાન સાધનોના અભાવે તેનું મોત નિપજ્યું હતું.