ગુજરાત

gujarat

ETV Bharat / state

અહીં ગરબાએ બચાવ્યું 3 હજારથી વધુ લોકોનું જીવન, કેન્સર વોરિયર્સ માટે એક પહેલ, જાણો - NAVRATRI 2024 - NAVRATRI 2024

કેન્સર પ્રત્યે અવેરનેસ તેમજ કેન્સર વોરિયર્સને કેન્સર સામે લડવાની આશા આપવાના હેતુથી અમદાવાદમાં કેન્સર અવેરનેસની થીમ ઉપર ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. Cancer Awareness Garba

અમદાવાદમાં કેન્સર અવેરનેસની થીમ ઉપર ગરબાનું આયોજન કરવામાં આવ્યું
અમદાવાદમાં કેન્સર અવેરનેસની થીમ ઉપર ગરબાનું આયોજન કરવામાં આવ્યું (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Oct 5, 2024, 10:57 AM IST

અમદાવાદ: નવરાત્રિ એટલે મા આદ્યશક્તિના ભક્તિનો તહેવાર. આ તહેવાર નવ રાત અને દસ દિવસ ચાલતા સૌથી લાંબા નૃત્ય પર્વ તરીકે ઓળખાય છે. લોકો આ તહેવારમાં મન મૂકીને ગરબે ઘૂમે છે. ગીતો તેમજ લોકગીત ગરબાના તાલે ઝૂમિ ઊઠે છે અને માતાજીની ભક્તિ કરે છે. ત્યારે આ વખતે અમદાવાદમાં કેન્સર અવેરનેસની થીમ ઉપર ગરબા થઈ રહ્યા છે.

કેન્સરના દર્દીઓને સશક્ત કરવા ગરબાનું આયોજન: વિવિધ થીમ ઉપર, વિવિધ પોશાકોમાં, વિવિધ ગીતો સાથે દર વખતે ગરબાના ભવ્યથી અતિભવ્ય આયોજનો થતા હોય છે. ત્યારે આ વખતે લોકો વચ્ચે એક સારો સંદેશ પહોંચે અને કેન્સર પ્રત્યે લોકો જાગૃત બને તથા કેન્સરના પીડિતોમાં કેન્સર સામે લડવાની ઉર્જા ભરે તેવા સંકલ્પ સાથે કેન્સર અવેરનેસની થીમ ઉપર આ વખતે અમદાવાદમાં HCG ફાઉન્ડેશન દ્વારા 'આરંભ ગરબા'નું આયોજન કરવામાં આવ્યું છે.

કેન્સરના દર્દીઓ માટે ફંડ એકઠું કરવા ગરબાનું આયોજન: મોટાભાગે ગરબાના આયોજનોએ કમાણીના હેતુથી થતા હોય છે. આર્થિક લાભોના કારણે થતા હોય છે, પરંતુ આ ગરબાનના આયોજનનો મુખ હેતુ એ કેન્સર ફાઈટર્સ માટે ફંડ એકઠું કરવાનો છે.

અમદાવાદમાં HCG ફાઉન્ડેશન દ્વારા 'આરંભ ગરબા'નું આયોજન કરવામાં આવ્યું (Etv Bharat Gujarat)

કેન્સરથી ડરવાની જરૂર નથી, હું નહતો ડર્યો: HCG ફાઉન્ડેશનની આ પહેલ થકી સારવાર મેળવીને કેન્સરને માત આપનાર મેહુલભાઈ શાહ જણાવે છે કે, તેઓ કેન્સરના દર્દી હતા હવે તેમણે કેન્સરને માત આપી તેની સામે જીત મેળવી લીધી છે. મેહુલભાઈ વધુમાં જણાવે છે કે ,અત્યારે ટેકનોલોજી એટલી વિકસિત થઈ ગઈ છે કે કેન્સરથી ડરવાની કોઈ જરૂર નથી, બધાનો ઈલાજ શક્ય છે. આજે તેઓ દુનિયાના 29 દેશો ફરી ચૂક્યા છે અને બધે ગરબાનું આયોજન કરાવે છે.

કેન્સર અવરનેસ માટે વિવિધ પોસ્ટર બેનર લગાડવામાં આવ્યા:આ ગરબા આયોજનમાં વિવિધ પોસ્ટર બેનરો લગાડવામાં આવ્યા છે જેમાં "Empowering Every Cancer Fighter", "તમારી મદદ કોઈને નવું જીવન આપી શકે છે" જેવા કેન્સર સામે લડત લડી રહેલા ફાઇટરને સ્ટ્રોંગ બનવે તે પ્રકારના સ્લોગનો પણ લખવામાં આવ્યા છે.

અમદાવાદમાં કેન્સર અવેરનેસની થીમ ઉપર ગરબાનું આયોજન કરવામાં આવ્યું (Etv Bharat Gujarat)

સાડા 3 હજાર કેન્સર પીડિતો મેળવી ચૂક્યા છે લાભ: HCG ફાઉન્ડેશનના ડૉ. ભરત ગઢવી જણાવે છે કે, HCG ફાઉન્ડેશન છેલ્લા 12 વર્ષથી આ પ્રકારના ગરબાનું આયોજન કરીને કેન્સરના દર્દીઓ માટે ફંડ એકઠું કરી રહ્યા છે. આ ગરબાથી એકત્રિત થતા ફંડનો સીધો લાભ ગરીબ કેન્સર પીડિત લોકોને આપવામાં આવે છે. વધુમાં ડૉ. ભરત ગઢવી જણાવે છે કે, અત્યાર સુધીમાં આવી રીતે ગરબાના આયોજન દ્વારા HCG ફાઉન્ડેશન દ્વારા 3 થી સાડા 3 હજાર કેન્સર પીડિત દર્દીઓને મદદ પહોંચાડી ચૂકેલ છે.

આ પણ વાંચો:

  1. અમદાવાદમાં જાપાનીઓની જમાવટ, પરંપરાગત ગુજરાતી વસ્ત્રો સાથે ગરબે ઘૂમ્યા - INDO JAPAN GARBA IN AHMEDABAD
  2. મા આશાપુરાનું 469 વર્ષ જૂનું મંદિર, જાણો મંદિરનો ઈતિહાસ - navratri 2024

ABOUT THE AUTHOR

...view details