ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા સમર કેમ્પનું આયોજન, બાળકોએ અલગ અલગ એક્ટિવીટી માટે ભાગ લીધો - Summer camp organized in Ahmedabad

અમદાવાદ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા SPC Cedets માટે જિલ્લા કક્ષાનો સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું.

Etv Bharatઅમદાવાદ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા સમર કેમ્પનું આયોજન
Etv Bharatઅમદાવાદ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા સમર કેમ્પનું આયોજન (Etv Bharat)

By ETV Bharat Gujarati Team

Published : Jun 16, 2024, 9:27 PM IST

જ્ઞાનેન્દ્રસિંહ મલિક, પોલીસ કમિશનર (Etv Bharat Gujarat)

અમદાવાદ:અમદાવાદ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા SPC Cedets માટે જિલ્લા કક્ષાનો સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં બાળકોના સ્વાગતથી લઈ માનભરી વિદાય સુધી બાળકોને અનેક વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અમદાવાદ શહેરના 15 પોલીસ લાઇન્સમાં સમર કેમ્પ આયોજન કરવામાં આવ્યું હતુ. જેમા 600 બાળકો અલગ અલગ એક્ટિવીટી માટે ભાગ લીધો હતો.

આજ રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ગુજરાત પોલીસ વડા વિકાસ સહાય હસ્તે સમર કેમ્પનું સમાપન કરવામાં આવ્યું હતું. જેમાં આ કેમ્પમાં વિદ્યાર્થીઓને મૌન, આનાપાન- ધ્યાન, સંગીતના તાલે પીટી, ઝુંબા ડાન્સ, એરોબીક એક્સરસાઇઝ, યુનિફોર્મમાં પરેડ કરાવવામાં આવી હતી.

એસ.પી.સી. યોજના સંદર્ભે સમજણ અને માહિતીનું આદન પ્રદાન કરાવવામાં આવ્યું હતું. બાળ કવિતા, અભિનય, ગીત, જીવનના અનુભવ વગેરેની અભિવ્યકિત તેમજ સાંજના સમયે ગણવેશમાં પી.ટી. પરંપરાગત રમતો જેવી કે, સાતોલીયુ, ખો-ખો, કબડ્ડી, ધમાલ ધોકો, વોલીબોલ, ફુટબોલ વિગેરે જેવી સ્થાનિક રમતો રમાડવામાં આવી હતી. રાત્રિના સમયે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. સમર કેમ્પમાં બાળકોની અંદર પડેલા વિચારો અને લાગણીઓ વ્યક્ત કરવા નાટકની થીમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, 16-5-2024ના રોજ પહેલો સમર કેમ્પ યોજવામાં આવ્યો હતો. ત્યારબાદ શહેરની વિવિધ ૧૫ પોલીસ લાઈનમાં સમર કેમ્પનું આયોજન થયું હતું. જેમાં ૬૦૦થી વધુ બાળકોએ ભાગ લીધો હતો. સમર કેમ્પમાં સેલ્ફ ડિફેન્સ, માર્શલ આર્ટ, ડ્રોઈંગ, પેપર ક્રાફટ, પેઇન્ટિંગ, સંગીત, નૃત્ય, કેલિગ્રાફી, કમ્પ્યૂટર તાલીમ, યોગ સહિતની તાલીમો અને સ્પર્ધાનું આયોજન કરાયું હતું.

આજના સમાપન સત્રમાં અમદાવાદના સાંસદ હસમુખ પટેલ, રાજ્યસભાના સાંસદ નરહરિ અમીન, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય, અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિક, વિશેષ શાખાના ખાસ પોલીસ કમિશનર અજય ચૌધરી ધારાસભ્ય સર્વશ્રીઓ અમિત શાહ, જીતુભાઈ પટેલ, કૌશિક જૈન તથા શહેરના ઉચ્ચ પોલીસ અધિકારી અને કર્મચારીઓ તથા તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતાં.

  1. દમણ એરસ્ટેશન રન-વે પર યોગોત્સવ 2024 'ધ્યાન-યોગ'નું આયોજન કરવામાં આવ્યું - DAMAN YOGA FESTIVAL 2024

ABOUT THE AUTHOR

...view details