ડીઝીટલ હાઉસ એરેસ્ટ મામલે અમદાવાદ સાયબર ક્રાઇમ સેલ દ્વારા વધુ બે લોકોની ધરપકડ કરવામાં આવી (ETV bharat Gujarat) અમદાવાદ: ડીઝીટલ હાઉસ એરેસ્ટ મામલે અમદાવાદ સાયબર ક્રાઇમ સેલ દ્વારા વધુ બે લોકોની ધરપકડ કરવામાં આવી. કુલ ધરપકડનો આંક 16 પર પહોંચ્યો. સીબીઆઈ અધિકારી તરીકેની ઓળખ આપી નકલી અધિકારીઓએ ફરિયાદીને ડરાવીને 1.15 કરોડ પડાવી લીધા હતા, કુરિયરમાંથી પ્રતિબંધિત વસ્તુઓ મળી હોવાનું કહી ધાકધમકી આપતા હતા. વીડિયો કોલ કરી પોતે અધિકારી હોવાનુ કહીને પૈસા ઉઘરાવતા હતા.
અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચે આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ કર્યો. (ETV bharat Gujarat) રૂ. 1.15 કરોડથી વધુની છેતરપિંડી: ફેડેક્સ કુરીયરમાંથી ફરીયાદીએ MDMA ડ્રગ્સ સહિતની ગેરકાયદેસરની વસ્તુઓ મુંબઇથી તાઇવાન ખાતે મોકલેલ હોવાનું જણાવી એક ઈસમને CBIનું બનાવટી વોરંટ Skype દ્વારા મોકલી, જીવનું જોખમ હોવાનું જણાવી ફરીયાદી પાસેથી રૂ.1.15 કરોડથી વધુની છેતરપિંડી કરી. વીરેન આસોદરીયા અને પ્રદીપ મણિયાની અમદાવાદ સાયબર ક્રાઇમ સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી.
૧૪ આરોપીઓની ધરપકડ: આ બાબતે ટેકનિકલ તથા હ્યુમન ઈન્ટેલીજન્સનો ઉપયોગ કરી આ ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓની ઓળખ કરી અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચ દ્વારા અલગ-અલગ ૪ ટીમો રાજકોટ , ધોરાજી, કુતિયાણા અને ઉપલેટા ખાતે મોકલી ૧૪ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
શું છે સમગ્ર મામલો:આ ગુનામાં અગાઉ આરોપી રોહન લેઉવાના AU Small Bank ના એકાઉન્ટમાં ફરીયાદી સાથે થયેલ ફ્રોડના રૂ.4,99,200 જમા થયેલ હતા, જે અગાઉ આ રકમ આરોપીઓ કીરણ દેસાઇ તથા અંકીત દેસાઇ નામના વચેટીયાઓએ રોહન લેઉવા પાસેથી સેલ્ફ ચેકથી મેળવી પોતાનુ કમીશન લઈ બાકીની રકમ સુરત ખાતે વીરેન નામના વ્યક્તિને મોક્લી આપી હતી. આરોપી વીરેન બાબુભાઇ આસોદરીયાને સુરત ખાતેથી પકડી પાડી તા.21/05/2024 ના રોજ અટકાયત કરવામા આવેલ, અને તા.24/05/2024 સુધીના રીમાન્ડમાં મો મોકલવામાં આવ્યો હતો.
- આંતરરાજ્ય બાઈક ચોરતી ગેંગના બે સાગરિત ઝડપાયા, તાપી LCB પોલીસે 7 બાઇક કબજે કરી - Tapi Crime
- રાજકોટ ગેમ ઝોન ફાયર એક્સિડેન્ટના 5મા આરોપીની ધરપકડ, કિરીટસિંહ જાડેજાને પોલીસે ઝડપ્યો - Rajkot Game Zone Fire Accident