અમદાવાદ: અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલ મોહિની ટાવરમાં આજરોજ એક NRIનો મૃતદેહ મળી આવ્યાની ઘટના બની હતી, ઘટનાની જાણ થતા તાત્કાલિક વસ્ત્રાપુર પોલીસે ઘટના સ્થળે પહોંચીને ઘટનાની વિગતે માહિતી મેળવી હતી અને આગળની તપાસ હાથ ધરી છે.
ઘટનાની વિગતે વાત કરવામાં આવે તો વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એલ.એલ. ચાવડાએ ઇટીવી ભારત સાથે વાત કરતા જણાવ્યું હતું કે "આજરોજ વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલ મોહિની ટાવર્સમાંથી એક મૃતદેહ મળી આવ્યો છે, આ મૃતદેહ એક NRI વૃદ્ધનો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે જેમની ઉંમર આશરે 70 થી 75 વર્ષ હોવાનું જાણવા મળી રહ્યું છે, વૃદ્ધ બે દિવસ પહેલા જ અમદાવાદ આવ્યા હતા."
એક તરફ શહેરમાં મકરસંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે, તો બીજી તરફ વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા મોહિની ટાવર્સ માંથી એક મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં સનાટી છવાઇ ગઇ છે.
મૂળ કરમસદ ગામના રહેવાસી અને હાલ કેનેડા સ્થાઈ થયેલ મૃતક કનૈયાલાલ ભાવસાર બે દિવસ પૂર્વે અમદાવાદ આવ્યા હતા, આજરોજ તેમના પત્ની દ્વારા તેમને કોલ કરવામાં આવ્યો પરંતુ સામે પક્ષેથી કોલ રીસીવ ન થતા જ્યારે તેઓ ઘરે પહોંચ્યા ત્યારે તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતા તાત્કાલિક જ વસ્ત્રાપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી.
વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એલ. એલ. ચાવડાએ એ પણ જણાવ્યું હતું કે "હાલ સીસીટીવીના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે અને મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપવામાં આવ્યો છે, પોસ્ટમોટમ રિપોર્ટના આધારે જ ખબર પડી શકે કે આ કોઈ હત્યાનો પ્રયાસ છે કે પછી કોઈ અન્ય રીતે વૃદ્ધનું મૃત્યુ થયું છે. ત્યારે સ્વજનો દ્વારા પોલીસને અપાયેલ નિવેદનમાં ઘરમાંથી અમુક ચીજ વસ્તુઓ ગાયબ હોવાનું પણ સામે આવ્યું છે.
હાલ સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે પરંતુ પોલીસને અપાયેલ સ્વજનોના નિવેદથી એ પ્રકારની શંકા ઊભી રહી છે કે આ લૂંટ સાથે હત્યાનો બનાવ હોઈ શકે છે, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે જ ખરી હકીકત જાણવા મળશે.
- મુસાફર વગરની ST બસનો ડમ્પર સાથે અકસ્માત, કંડક્ટરનું કરૂણ મોત, બસનું પડખું ચીરાયુ
- જૂનાગઢમાં પક્ષીઓ માટે ઉતરાયણ ખૂબ સારી રહી, પતંગની દોરીથી માત્ર 4 પક્ષીઓ ઘાયલ