અમદાવાદઃ અમદાવાદ પોલીસે ચાઈનીઝ તુક્કલ ઓનલાઈન વેચાણ મામલામાં કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે પોલીસે આરોપીઓ સાથે મેસેન્જરમાં વાત ચીત કરીને છટકુ ગોઠવી આરોપીઓને ઝડપી પાડ્યા છે.
ચાઈનીઝ તુક્કલ સોશિયલ મીડિયા પર વેચનારા શખ્સો અમદાવાદમાં ઝડપાયાઃ પોલીસે મેસેન્જર પર વાત કરી છટકું ગોઠવ્યું - UTTARAYAN 2025
પ્રતિબંધ હોવા છતા ચાઈનીઝ તુક્કલ વેચવાના મામલામાં પોલીસે શખ્સોને દબોચ્યા
Published : Dec 31, 2024, 9:26 PM IST
જાહેરનામા પ્રમાણે ચાઇનીઝ દોરી, લોન્ચર, તુક્કલ, લેન્ટર્ન, સ્કાય લેન્ટર્નનું ઉત્પાદન આયાત ખરીદ વેચાણ સંગ્રહ, વપરાશ કે ઉપયોગ કરવા ઉપર/ઉડાડવા ઉપર, ચાઇનીઝ દોરાથી પતંગ ઉડાડવા ઉપર તા.1/12/2024 કલાક 00/00 થી તા.22/01/2025 ના કલાક 24/00 વાગ્યા સુધી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જે અન્વયે ટેકનીકલ સ્કોડના માણસોએ સોશિયલ મીડિયા પર વોચ રાખી હતી. જે દરમ્યાન ફેસબુક માર્કેટ પ્લેસ પર Sky lanterns નામથી ચાઈનીઝ તુક્કલના ફોટા અપલોડ કરી કોઇ વ્યક્તિ ફેસબુક માર્કેટ પ્લેસ ઉપર ચાઈનીઝ તુક્કલ નું વેચાણ કરતા હોવાનું જણાઈ આવતા જે ફેસબુક આઇ.ડી. ધારકે ફેસબુક માર્કેટ પ્લેસ ઉપર Sky lanterns નામથી ચાઈનીઝ તુક્કલ વેચાણ અર્થે મુકેલી હતી. તેની સાથે ફેસબુક મેસેન્જર પર મેસેજ દ્વારા વાતચીત કરી ટ્રેપ ગોઠવતા ફેસબુક આઇડી ધારકે અમદાવાદ શહેર મકરબા ખાતે આવેલા સરકારી ચાવડી પાસે સર્કલ ઉપર ચાઈનીઝ તુક્કલ લેવા રુબરુ બોલાવતા જેની તપાસ કરી તેઓ પાસેથી પ્રતિબંધિત ચાઇનીજ તુક્કલ નંગ 60 મળી આવતા ધ્રુવ મનિષકુમાર પટેલ ઉ.વ. 20 ધંધો. નોકરી રહે.એચ-604, સનસાઉથ રિઝ, સોબો સેન્ટર, સાઉથ બોપલ, અમદાવાદ શહેર તથા મોહિત ધનેશભાઇ બુલચંદાની ઉ.વ. 24 ધંધો. નોકરી રહે.જીવન જ્યોતી ટેનામેન્ટ, વિશ્વકુંજ સોસાયટીની બાજુમાં, વ્રજભુમી એપાર્ટમેન્ટની સામે, પાલડી, અમદાવાદ શહેર નાઓને ચાઈનીઝ તુક્કલ નંગ 60 સાથે પકડી કાયદેસરની કાર્યવાહી કરી છે.
આ મામલામાં પોલીસે એક મોબાઇલ ફોન અને 60 નંગ ચાઈનીઝ તુક્કલ મુદ્દામાલ તરીકે જપ્ત કર્યો છે.