અમદાવાદઃ શહેર કોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ્વેલર્સની કાર પર લૂંટના ઈરાદે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ કેસમાં પોલીસને સફળતા મળી છે. પોલીસે આ કેસમાં 2 આરોપીને ઝડપ્યા છે જયારે 1 આરોપી ફરાર છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ફાયરિંગ કરનાર ટોળકી મૂળ MPના ચંબલની હોવાનું સામે આવ્યું છે.
સમગ્ર ઘટનાક્રમઃ અમદાવાદની અનિલ સ્ટાર્ચ મીલ રોડ ઉપર ગત તા.૦૬/૦૨/૨૦૨૪ ના રોજ રાત્રે સાડા નવ કલાકની આસપાસ નિકોલ ખાતે માંગલીક ગોલ્ડના નામથી સોના ચાંદીનો વેપાર કરતા વેપારી નિલેશભાઈ પોતાના ઘરે જવા નીકળ્યા હતા. તેઓ વેગનાર કારને સાઇડમાં ઊભી રાખી ફોન ઉપર વાતચીત કરતા હતા. તે સમયે અજાણ્યા ઈસમે તેમનો ગાડીનો દરવાજો ખટખટાવ્યો હતો. તેમણે બદઈરાદો જણાતા દરવાજો ખોલ્યો નહીં. અજાણ્યા ઈસમે લુંટના ઇરાદે કાર પર 1 રાઉન્ડ ફાયર કર્યો હતો. જેથી વેપારીએ ગભરાઈને કાર મારી મુકી હતી. આ અજાણ્યા ઈસમે બીજા 2 ઈસમો સાથે મોટર સાયકલ ઉપર કારનો પીછો કર્યો હતો. સિટી ગોલ્ડ સીનેમા પાસે ફરી એકવાર કારની ખાલી સાઈડે ટાયર પાસે એક રાઉન્ડ ફાયર કરી ઈસમો નાસી ગયા હતા. લૂંટનો પ્રયાસ નિષ્ફળ જતા બીજા દિવસે ફોન પર ધમકી આપી 20 લાખ રુપિયાની ખંડણી માંગી હતી. આરોપીઓએ સોશિયલ મીડિયા મારફતે વીડિયો મોકલી ફરિયાદીઓને ડરાવવાની કોશિશ પણ કરી હતી.
પોલીસ કાર્યવાહીઃ આ બનાવ અંગે શહેર કોટડા પોલીસ સ્ટેશન ખાતે આઈપીસીની કલમ ૩૯૭, ૫૧૧, ૪૨૭ તથા આર્મ્સ એક્ટ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો હતો. આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ કાલુપુર પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્કોર્ડના અધિકારી તથા કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને સત્વરે ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં લૂંટના રૂટના તેમજ અન્ય સી.સી.ટી.વી ફુટેજ ચેક કરી તેમજ મોબાઈલની કોલ ડીટેઇલ મેળવી જરૂરી ટેક્નીકલ એનાલિસીસ કરી, હ્યુમન સોર્સીસની મદદથી 2 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. શિવમ તોમર અને શૈલૈન્દ્ર્ સિંહ તોમર નામક આરોપીઓ મૂળ મધ્ય પ્રદેશના મુરેના જિલ્લાના રહેવાસી છે. જો કે હજૂ પણ 1 આરોપી રવિન્દ્ર ગુર્જર પોલીસની પહોંચથી દૂર છે. પોલીસે આ ત્રીજા આરોપીને જબ્બે કરવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
અજાણ્યા ઈસમે લુંટના ઇરાદે જ્વેલરની કાર પર 1 રાઉન્ડ ફાયર કર્યો હતો. જેથી વેપારીએ ગભરાઈને કાર મારી મુકી હતી. આ અજાણ્યા ઈસમે બીજા 2 ઈસમો સાથે મોટર સાયકલ ઉપર કારનો પીછો કર્યો હતો. ફરી એકવાર કારની ખાલી સાઈડે ટાયર પાસે એક રાઉન્ડ ફાયર કરી ઈસમો નાસી ગયા હતા. શહેર કોટડા પોલીસ સ્ટેશન ખાતે આઈપીસીની કલમ ૩૯૭, ૫૧૧, ૪૨૭ તથા આર્મ્સ એક્ટ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે શિવમ તોમર અને શૈલૈન્દ્ર્ સિંહ તોમર નામક આરોપીઓની ધરપકડ કરી છે...બીશાખા ડબરાલ(ડીસીપી, ઝોન-3, અમદાવાદ)
- Junagadh Crime News: દોસ્ત કે દુશ્મન ??? મિત્ર જ સોની પાસેથી 81 લાખ લૂંટીને ફરાર
- Bhavnagar Murder : ભાવનગરમાં ચકચારી લૂંટ વિથ મર્ડરની ઘટના, જમીનના સોદામાં થઈ બબાલ