કચ્છ: નખત્રાણામાં દાબેલીનો વેપાર કરતો વેપારી ટ્રાવેલ્સમાં પાર્સલમાં પોસડોડા મંગાવતો ઝડપાયો છે અને પશ્ચિમ કચ્છ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા આરોપી વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. ગુજરાત ATS ના અધિક પોલીસ મહાન માર્ગદર્શન હેઠળ કેફી અને માદક પદાર્થોના સેવનની પ્રવૃતિ નાબુદ કરવા તેમજ કેફી અને માદક પદાર્થોના સેવન, હેરફેર, વેપારની પ્રવૃતિને રોકવા માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સુચના આપવામાં આવી હતી જે મુજબ કચ્છ બોર્ડર રેન્જ આઇજી ચિરાગ કોરડીયા, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડાએ કચ્છની વિવિધ ટીમોને એન.ડી.પી.એસ. ની પ્રવૃતિ સાથે સંડોવાયેલ આરોપીઓ વિરૂધ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવા સુચના આપી હતી.
ખાનગી બાતમીના આધારે NDPS નો ગુનો ઝડપાયો: ઉચ્ચ અધિકારીઓની સૂચના અનુસાર એન.ડી.પી.એસ.ની કાર્યવાહી દરમિયાન એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એમ.ગઢવી દ્વારા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના કર્મચારીઓને સુચના આપવામાં આવી હતી જે મુજબ એસ.ઓ.જી. સ્ટાફના કર્મચારીઓ નખત્રાણા વિસ્તારમાં કાર્યરત હતા, ત્યારે એસ.ઓ.જી. ના એ.એસ.આઇ.જોરાવરસિંહ જાડેજા તથા માણેકભાઇ ગઢવીને ખાનગી બાતમી મળી હતી જે મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી.
1.615 કિલો જેટલું પોષડોડાનો જથ્થો મળી આવ્યો: નખત્રાણાના આનંદનગર વિસ્તારમાં રહેતા 62 વર્ષીય આરોપી મહેન્દ્ર લક્ષ્મીદાસ સોનીના રહેણાંક મકાનમાંથી ગેર કાયદેસર માદક પદાર્થ 1.615 કિલો જેટલું પોષડોડાનો જથ્થો મળી આવ્યો હતો જેની કિંમત 4845 જેટલી છે. આરોપી વિરૂધ્ધ નખત્રાણા પોલીસ સ્ટેશન ખાતે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
ટ્રાવેલ્સમાં પાર્સલ મારફતે જથ્થો મોકલવામાં આવતો: આરોપીની પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેણે કબૂલ્યું હતું કે, ત્રણ ચાર માસ અગાઉ ફોનથી એક હિન્દીભાષી વ્યક્તિ સાથે તે સંપર્કમાં આવ્યો હતો અને એ જ વ્યક્તિ તેને ટ્રાવેલ્સમાં પાર્સલ મારફતે પોસ ડોડાનો જથ્થો નખત્રાણા મોકલી આપે છે અને પોતે ઓનલાઈન પેમેન્ટ કરી આપતો હોય છે. ડોડા મોકલતાં શખ્સનું નામ સરનામું અંગે પોતે અજાણ છે તેવું જણાવ્યું હતું.
માલ મોકલનારને ઝડપી પાડવા ચક્રો ગતીમાન: આરોપી મહેન્દ્ર સોની નખત્રાણામાં દાબેલીનો ધંધો કરે છે અને અગાઉ પણ તેણે આ અજાણ્યા વ્યક્તિ પાસેથી ત્રણથી ચાર વખત માલ મંગાવ્યો છે. તો આ NDPSના ગુનાની તપાસ દયાપરના પીએસઆઈ વી.વી. ભોલાએ હાથ ધરી છે અને આરોપીને બે દિવસના રીમાન્ડ પર છે. પૂછપરછમાં આરોપી પોતે પોસડોડાનો બંધાણી છે અને પોતાના અંગત વપરાશ માટે ડોડા મંગાવતો હતો. નખત્રાણા પોલીસે જે આ માલ પાર્સલ મારફતે મોકલાવે છે તેના ફોન નંબર મેળવી તેને ઝડપી પાડવા માટે ચક્રો ગતીમાન કર્યા છે.
આ પણ વાંચો: