ગુજરાત

gujarat

ગણેશ વિસર્જન માટે AMC એ 1 કરોડનો ખર્ચ કર્યો, 7 ઝોનમાં 51 વિસર્જન માટેના કુંડો બનાવાયા - Ganesh immersion in Ahmedabad

By ETV Bharat Gujarati Team

Published : Sep 6, 2024, 7:16 PM IST

આવતીકાલને 7 સપ્ટેમ્બરથી 10 દિવસ દેશભરમાં ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવશે. ત્યારે દર વર્ષની જેમ અમદાવાદ શહેરમાં પણ ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. વિવિધ જગ્યાઓ પર ગણપતી પંડાલ બનાવશે અને અનંત ચતુર્દશીના દિવસે ગણેશ વિસર્જન કરવામાં આવશે. Ganesh immersion in Ahmedabad

ગણેશ વિસર્જન માટે AMC એ 1 કરોડનો ખર્ચ કર્યો
ગણેશ વિસર્જન માટે AMC એ 1 કરોડનો ખર્ચ કર્યો (Etv Bharat gujarat)

ગણેશ વિસર્જન માટે AMC એ 1 કરોડનો ખર્ચ કર્યો (Etv Bharat gujarat)

અમદાવાદ: આવતીકાલને 7 સપ્ટેમ્બરથી 10 દિવસ દેશભરમાં ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવશે. ત્યારે દર વર્ષની જેમ અમદાવાદ શહેરમાં પણ ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. વિવિધ જગ્યાઓ પર ગણપતી પંડાલ બનાવશે અને અનંત ચતુર્દશીના દિવસે ગણેશ વિસર્જન કરવામાં આવશે. ત્યારે ગણેશ વિસર્જન માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ફાયર વિભાગ દ્વારા પણ અલગ અલગ પ્રકારની ગાઇડલાઈન બનાવવામાં આવી છે.

ગણેશ વિસર્જન માટે AMC એ 1 કરોડનો ખર્ચ કર્યો (Etv Bharat gujarat)

51 કુત્રિમ વિસર્જન કુંડો બનાવાયા: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, શહેરમાં ઉત્તર ઝોનમાં 6, પૂર્વ ઝોનમાં 4, પશ્ચિમ ઝોનમાં 13, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 5, મધ્ય ઝોનમાં 11, દક્ષિણ ઝોનમાં 9 આમ કુલ 48 વિવિધ જગ્યા પર 51 જેટલા ગણપતિ વિસર્જનકુંડો પણ બનાવવામાં આવ્યા છે.

અંદાજિત 1 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો: ગણેશ વિસર્જનના દિવસે 6 સ્થળો પર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ જગ્યાએ ભગવાન ગણેશના વિદાય સમય તેમનું સ્વાગત અને પૂજા પણ કરવામાં આવશે. કોર્પોરેશન દ્વારા વિસર્જનના દિવસે સ્વાગત સ્ટેજ બનાવવામાં આવશે. તેની પાછળ અંદાજિત 80 લાખથી 1 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. આ સાથે દર વર્ષની જેમ વિસર્જન સમયે મૂર્તિ પધરાવવા તેમજ બહાર નીકાળવા માટે તંત્ર દ્વારા ક્રેઈનની સુવિધા ઉપલબ્ધ કરાવાશે.

દુર્ઘટના ન બને તે અંગે સાવચેતીના પગલા: ગણેશ વિસર્જન સમયે મોટી સંખ્યામાં ભીડ ભેગી થતી હોય છે. તે માટે કોર્પોરેશન દ્વારા સાવચેતીરૂપે વિવિધ જગ્યાઓ પર ક્રેન દ્વારા મૂર્તિઓનું વિસર્જન થઈ શકે તે પ્રકારની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. સાથે ફાયર વિભાગની ટીમોને પણ ત્યાં રહેવા અંગે સૂચન કર્યું છે અને વિસર્જન માટે ગાઈડ લાઈન પણ બનાવી છે.

શ્રેષ્ઠ ગણેશ પંડાલને ઈનામ:ગણેશ સ્થાપના પહેલા સ્થાપના કરનારી સંસ્થા કે મંડળ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જે અલગ-અલગ કેટેગરી પ્રમાણે પ્રથમ 3 શ્રેષ્ઠ ગણેશ પંડાલને 21000થી લઈ 51000 સુધીનું ઈનામ આપવામાં પણ આવશે.

ગણપતિ વિસર્જન માટે ગાઈડલાઈન

  1. ગણપતિજીની માટીની મૂર્તિ બેઠક સહિતની 9 ફૂટ કરતા વધારે ઉંચાઈની બનાવવા, વેચવા, સ્થાપના કરવા તથા જાહેર માર્ગ પર પરિવહન કરવા પર પ્રતિબંધ
  2. મૂર્તિઓ પાણીમાં સરળતાથી ઓગળી ન શકે તેવા ઝેરી કેમિકલવાળા રંગોના ઉપયોગ પર પ્રતિબંધ
  3. પરમીટમાં દર્શાવેલ સ્થલ સિવાય અન્ય સ્થલ પર વિસર્જન કરવા પર પ્રતિબંધ
  4. પરમીટમાં દર્શાવેલ સ્થળ અથવા AMC દ્વારા બનાવેલ કૃત્રિમ કુંડો સિવાયના જળ સ્ત્રોતમાં વિસર્જન કરવા પર પ્રતિબંધ

ફાયર વિભાગ દ્વારા આપવામાં આવેલી ગાઈડલાઈન

  1. સ્કૂલ, હોસ્પિટલ કે જ્વલનશિલ પદાર્થના ગોડાઉનથી ઓછામાં ઓછું 15 ફૂટ દૂર પંડાલ બનાવવાનું રહેશે.
  2. પંડાલમાં ફાયરના વાહનો આવી શકે તે મુજબ રોડ રસ્તા ખુલ્લા રાખવાના રહેશે અને રસ્તામાં અવરોધક ચીજ-વસ્તુઓ હટાવવાની રહેશે.
  3. પંડાલમાં આગ લાગી શકે તે પ્રકારના કોઈ પણ ઘન કે પ્રવાહીનો સંગ્રહ કરવો નહી.
  4. પંડાલની જગ્યા પ્રમાણે Fire Extinguisher અચૂકથી રાખવાના રહેશે.

આ પણ વાંચો:

  1. રાજકોટમાં સ્મશાન લાકડા કૌભાંડ મામલે કોંગ્રેસે મ્યુનિસિપલ કમીશ્નરને રજૂઆત કરી - Corruption in Rajkot Corporation
  2. જૂનાગઢ પર ફરી એક વખત પાકિસ્તાનનો હાસ્યાસ્પદ દાવો, ભારત પર કબજો કર્યાનો આક્ષેપ - Ridiculous statement of Pakistan

ABOUT THE AUTHOR

...view details