અમદાવાદ:ભડીયાદ ખાતે આવેલા હઝરત મહેમુદ શાહ બુખારીના ઉર્સ નિમિત્તે એક દુર્ઘટના ઘટી છે. બગોદરાથી જવાના માર્ગ ઉપર પદયાત્રીઓ માટે જઈ રહેલી ટ્રકના ઉપરના ભાગે વીજવાયર અડી જતા 4 લોકોને કરંટ આવ્યો હતો. જેમાંથી 2 વ્યક્તિના ઘટના સ્થળે મોત થયા છે. જેમાં એક 21 વર્ષનો યુવક અને 36 વર્ષની મહિલાનો સમાવેશ થાય છે. આ શ્રદ્ધાળુઓ સેવાલિયા તાલુકાના વતની હતા. તેમના ટ્રકને રોડ નીચે ઉતરતા સમયે વીજ કરંટ લાગ્યો હતો. આ ગાડી નીચે ઉતરતી હતી તે સમયે વીજળીની મેન લાઈનના વાયરો અડી જતા દુર્ઘટના ઘટી હતી.
ટ્રક રોડની નીચે ઉતારતા સમયે દુર્ઘટના
ભડીયાદ ખાતે આવેલા હઝરત મહેમુદ શાહ બુખારીના ઉર્સ નિમિત્તે ગુજરાત ભરમાં મેદનીમાં લોકોની પગપાળા મેદની નીકળે છે. ગઈકાલે અમદાવાદ શહેરના જમાલપુરથી 'ધુમ દાદા ધુમ બુખારી'ની પગપાળા મેદની નીકળી હતી. તે દરમિયાન એક મોટી ઘટના બની છે. જેમાં ફેદરા ગામ પાસે ગાડી સાઈડમાં કરવા જતા ટ્રકને કરંટ લાગતા મેદની સાથે ગાડીમાં રહેલા ચાર વ્યક્તિને કરંટ લાગ્યો હતો. જેમાં એક બાળકી, એક મહિલા અને બે યુવાનોને બીજ કરંટ લાગ્યો હતો. ત્યારબાદ 108 ફેદરા દ્વારા ઘાયલોને ગંભીર હાલતમાં ધંધુકા સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ લઈ જવામાં આવ્યા હતા.