ગુજરાત

gujarat

ETV Bharat / state

AMC કરશે હરાજી: લાંબા સમયથી ટેકસ ન ભરતા પશ્ચિમ ઝોનની 22 મિલકતોની હરાજી થશે

મિલકતોના માલિકોને વારંવાર નોટિસો આપવા છતાં ટેક્સ ન ભરતા અંતે AMCએ આ મિલકતોની હરાજી કરવાનો નિર્ણય લીધો છે.

AMCએ 22 મિલકતોની હરાજી કરવાનો નિર્ણય લીધો છે
AMCએ 22 મિલકતોની હરાજી કરવાનો નિર્ણય લીધો છે (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Nov 7, 2024, 1:52 PM IST

અમદાવાદ: મહાનગરપાલિકા દ્વારા વર્ષોથી ટેક્સ ન ભરતા મિલકત ધારકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. મળતી માહિતી પ્રમાણે પશ્ચિમ ઝોનમાં આવેલી 22 જેટલી મિલકતોના લાખો રૂપિયાના ટેક્સ બાકી છે. આ મિલકતોના માલિકોને વારંવાર નોટિસો આપવા છતાં ટેક્સ ન ભરતા અંતે AMCએ આ મિલકતોની હરાજી કરવાનો નિર્ણય લીધો છે.

AMC 22 મિલકતોની હરાજી કરશે: AMC ના પશ્ચિમ ઝોનના ટેક્સ વિભાગ દ્વારા આ મિલકતોની વેરાની વસૂલાત માટે વારંવાર નોટિસ આપવા છતાં ટેક્સ નહીં ભરનારને 15 દિવસની નોટિસ ફટકારવામાં આવી હતી. જો કે, 15 દિવસની નોટિસ આપ્યા પછી જો ટેકસ નહીં ચૂકવે તો આ 22 બાકીદારોની મિલકતની હરાજી કરવામાં આવશે.

22 મિલકતોનો 2 કરોડ 26 લાખનો ટેકસ બાકી: પશ્ચિમ ઝોનમાં આવેલી કુલ 22 મિલકતોનો 2 કરોડ 26 લાખનો ટેક્સ બાકી છે. કેટલાય કોમર્શિયલ મિલકતધારકો વર્ષોથી ટેકસ ભરતા ન હોવાથી બાકી ટેકસનો આંકડો લાખો રૂપિયા ઉપર પહોંચી ગયો છે. તેથી કમિશનરની સૂચનાથી આવા મોટા ટેક્સ પેયરની મિલકત અંગે કાર્યવાહી કરી હરાજી યોજવાની કામગીરી ખાસ કરીને પશ્ચિમ ઝોન ટેકસ ખાતા દ્વારા કરવામાં આવી રહી છે.

જાણો, કઈ મિલકતનો કેટલો ટેકસ બાકી ?

  1. રૂપ હેર એન્ડ કેર - 10.26 લાખ
  2. ગિરધર ડિઝાઇનર - 10.65 લાખ
  3. કલ્પેશ આર પટેલ - 10.67 લાખ
  4. એરો ઇન્ફોટેક - 10.28 લાખ
  5. નારાયણ કોમ્પલેક્ષ - 7.5 લાખ
  6. નારાયણ કોમ્પલેક્ષ - 10.95 લાખ
  7. સેલ્ફ એન્ટરપ્રાઇઝ - 10.12 લાખ
  8. ગણેશ એસોસિયેશન - 10.52 લાખ
  9. મેગનમ જિમખાના - 22.71 લાખ
  10. જૈમિન કે પરીખ - 9.27 લાખ
  11. ટેનન્ટ - 8.36 લાખ
  12. સાઈ એન્ટરપ્રાઇઝ - 8.35 લાખ
  13. ટ્રેડ સેન્ટર - 7.98 લાખ
  14. ક્રિષ્ના સિરામિકસ - 6.97 લાખ
  15. સેલ્ફ - 10.33 લાખ
  16. જે પી પરીખ - 14.63 લાખ
  17. સ્ટલિંગ સિરામિક - 14.45 લાખ
  18. જશોદાબેન ભાવસાર - 7.24 લાખ
  19. પાયોનીયાર સર્વિસ - 8.43 લાખ
  20. ટેનન્ટ - 7.81 લાખ
  21. પ્રમાબેન સોની - 7.47 લાખ
  22. હેમાંગ બી મહેતા - 8.66 લાખ

આ પણ વાંચો:

  1. ભાવનગરમાં ખેડૂત કલ્યાણ સંગઠન સરકાર સામે લાલઘૂમ, ચોમાસામાં થયેલા નુકસાનની સહાય અને ડૂંગળીના ભાવને લઈને આકરા પાણીએ
  2. કોલવડામાં ટોપરાપાક ખાવાથી 33 લોકોને ફૂડ પોઈઝનિંગ, 16 જણાની તબિયત લથડી

ABOUT THE AUTHOR

...view details